શું લોકસભા બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતાપદથી કોંગ્રેસને હાથ ગુમાવવો પડશે ?
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ કોંગ્રેસનો રાજકિય ગ્રાફ લગાતાર નીચે ઉતરી ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતાની ખુરશી ગુમાવ્યા બાદ કોંગ્રેસ એક પછી એક રાજયોમાં સરકાર પણ ગુમાવતી જાય છે. હવે તેની અસર રાજયસભામાં પણ કોંગ્રેસના સભ્યો પર અસર પડી છે. આ વર્ષના અંત સુધી 75 રાજ્યસભા સીટ પર ચૂંટણી થવાની છે પણ કોંગ્રેસના સભ્યોની સંખ્યા જો 25 કરતા નીચે આવી જશે તો ઉપલા ગૃહમાં કોંગ્રેસ વિà
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ કોંગ્રેસનો રાજકિય ગ્રાફ લગાતાર નીચે ઉતરી ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતાની ખુરશી ગુમાવ્યા બાદ કોંગ્રેસ એક પછી એક રાજયોમાં સરકાર પણ ગુમાવતી જાય છે. હવે તેની અસર રાજયસભામાં પણ કોંગ્રેસના સભ્યો પર અસર પડી છે. આ વર્ષના અંત સુધી 75 રાજ્યસભા સીટ પર ચૂંટણી થવાની છે પણ કોંગ્રેસના સભ્યોની સંખ્યા જો 25 કરતા નીચે આવી જશે તો ઉપલા ગૃહમાં કોંગ્રેસ વિપક્ષના નેતાનું પદ પણ ખોઇ દે તેવી સ્થિતી છે.
આ વર્ષે 75 બેઠકોની ચૂંટણી યોજાશે
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની એનડીએની સરકાર પાછલી બે લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તા પર છે. જેથી વિપક્ષની સામે અસ્તિત્વનો પડકાર ઉભો થયો છે. લોકસભામાં કોંગ્રેસના એટલા પણ સભ્યો નથી કે તે વિપક્ષના નેતાનું પદ પોતાની પાસે રાખી શકે. એવામાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડયા બાદ કોંગ્રેસને બીજો ઝટકો લાગે તેવું લાગી રહ્યું છે. વર્ષ 2022માં અલગ અલગ સમયે રાજ્યસભાની 75 બેઠકો પર ચૂંટણી થવાની છે જેમાં કોંગ્રેસને મોટુ નુકશાન થવાનું છે. એવામાં એવો પણ પ્રશ્ન પુછાઇ રહ્યો છે કે લોસકભા બાદ રાજ્યસભામાં પણ શું કોંગ્રેસ નેતા વિપક્ષનું પદ ખોઇ દેશે ?
કોંગ્રેસની સંખ્યા 25 કરતા ઓછી થશે તો વિપક્ષનું પદ ખોઇ બેસશે
સભામાં સરકારની સામે ઘણી વિપક્ષી પાર્ટી હોય છે પણ સત્તાવાર રીતે તે પક્ષને વિપક્ષના નેતા બનાવવાનો મોકો મળતો હોય છે જેની પાસે ઓછામાં ઓછી 10 ટકા બેઠકો હોય છે. પાછલી બે ચૂંટણીમાં કોંગ્રેસને એટલી પણ બેઠકો આવતી નથી. આગામી સમયમાં જે 75 બેઠકો પર ચૂંટણી થવાની છે અને કોંગ્રેસ પાસે અત્યારે 34 બેઠકો છે. રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 25 નીચે આવી જશે તો તે વિપક્ષનું પદ પણ ખોઇ દેશે.
રાજયસભામાં 250 સભ્યો
ભારતીય સંવિધાન મુજબ રાજ્યસભાના કુલ 250 સભ્યો નિર્ધારીત છે, જેમાં 238 સભ્યો માટે ચૂંટણી થાય છે જયારે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાજ્યસભા ચૂંટણીમાં મતદાતા સીધી રીતે સાંસદોન ચૂંટણી કરતા નથી. પણ રાજયના ધારાસભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે તેમાં પાંચ રાજયોની અસર કોંગ્રેસને પડે તે સ્વાભાવીક છે. પાંચ રાજયોની ચૂંટણી બાદ હવે રાજયસભાની 13 બેઠકો પર 31 માર્ચે ચૂંટણી યોજાશે જેમાં 5 બેઠક
પંજાબની છે જયારે 8 સીટ અસમની 2 બેઠક, હિમાચલ પ્રદેશની એક, કેરલની ત્રણ અને નાગાલેન્ડ અને ત્રિપુરાની 1 છે. જેનો કાર્યકાળ 2 એપ્રીલે પુરો થશે.
Advertisement