ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતશે? જાણો શું કહ્યું કેપ્ટન રોહિત શર્માએ

2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ (World Cup)નું આયોજન કરવામાં આવ્યું હતું . મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni)ની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 4 વર્ષ બાદ ભારતે 2011માં ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો, પરંતુ અહીંથી જ ભારતનો દુષ્કાળ શરૂ થયો હતો. આ પછી 4 T20 વર્લ્ડ કપ અને 2 ODI વર્લ્ડકપ બહાર ગયા, પરંતુ ભારતની કોથળી ખાલી રહી. હવે ઓસ્ટ્રેલિયા(Australia)માં ટી20 વર્લ્ડ કપથી ઘણી આશાઓ છે અને ભારતીય કેપ્ટન રà«
06:39 PM Oct 19, 2022 IST | Vipul Pandya
2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ (World Cup)નું આયોજન કરવામાં આવ્યું હતું . મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni)ની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 4 વર્ષ બાદ ભારતે 2011માં ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો, પરંતુ અહીંથી જ ભારતનો દુષ્કાળ શરૂ થયો હતો. આ પછી 4 T20 વર્લ્ડ કપ અને 2 ODI વર્લ્ડકપ બહાર ગયા, પરંતુ ભારતની કોથળી ખાલી રહી. હવે ઓસ્ટ્રેલિયા(Australia)માં ટી20 વર્લ્ડ કપથી ઘણી આશાઓ છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે સફળતા હાંસલ કરવા માટે યોગ્ય રીતે ઘણું બધું કરવું પડશે.
ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે  મેલબોર્નમાં રમવાની  છે 
T20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબોર્નમાં રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયા વોર્મ અપ મેચ માટે બ્રિસબેનમાં હતી. અહીં એક ઈન્ટરવ્યુમાં ભારતીય કેપ્ટન રોહિતે વર્લ્ડ કપમાં સફળતા માટે જરૂરી અપેક્ષાઓ અને વસ્તુઓ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. રોહિતની કપ્તાનીમાં આ ભારતની પ્રથમ ICC ટૂર્નામેન્ટ છે અને આવી સ્થિતિમાં તે તેને ખાસ બનાવવા માંગે છે.

સેમિ-ફાઇનલ કે ફાઇનલની પરવા કરશો નહીં


BCCIએ પોતાની વેબસાઈટ પર રોહિતના ઈન્ટરવ્યુનો વીડિયો પોસ્ટ કર્યો છે. ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીતવાના મુદ્દે રોહિતે કહ્યું કે,


પર્થમાં તાલીમ શિબિર મદદરૂપ


માત્ર વર્લ્ડ કપ જ નહીં પરંતુ ભારત લાંબા સમયથી આઈસીસીનું કોઈ ટાઇટલ જીત્યું નથી. ટીમ ઈન્ડિયાએ અગાઉની ચેમ્પિયનશિપ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ વખતે કોઈ કસર છોડવા માંગતી નથી અને તેના કારણે ભારતીય ટીમે 7 ઓક્ટોબરથી જ ઓસ્ટ્રેલિયામાં કેમ્પ કરીને તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Tags :
CricketTeamGujaratFirstIndiaVsPakistanIndianRohitSharmat20worldcup2022
Next Article