Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પુતિને બદલ્યો પ્લાન, 9 મેના રોજ મોટી જાહેરાત થવાની સંભાવના

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 2 મહિનાથી વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ અત્યાર સુધી રશિયાને માત્ર યુક્રેનના પૂર્વ ભાગમાં જ મોટી સફળતા મળી છે. જ્યારે સેનાને પશ્ચિમના વિસ્તારમાં પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ દરમિયાન રશિયાએ પોતાની રણનીતિ બદલી છે. રશિયા પશ્ચિમ યુક્રેનના ભાગો પર કબજો કરવાને બદલે પૂર્વીય ક્ષેત્રના વિસ્તારો પર સંપૂર્ણ રાજકીય અને
11:16 AM May 04, 2022 IST | Vipul Pandya

યુક્રેન અને રશિયા
વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 2 મહિનાથી વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ અત્યાર સુધી
રશિયાને માત્ર યુક્રેનના પૂર્વ ભાગમાં જ મોટી સફળતા મળી છે.
જ્યારે સેનાને પશ્ચિમના વિસ્તારમાં પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો
કરવો પડી રહ્યો છે. પરંતુ આ દરમિયાન રશિયાએ પોતાની રણનીતિ બદલી છે. રશિયા પશ્ચિમ
યુક્રેનના ભાગો પર કબજો કરવાને બદલે પૂર્વીય ક્ષેત્રના વિસ્તારો પર સંપૂર્ણ રાજકીય
અને લશ્કરી નિયંત્રણ સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. ક્રેમલિન સ્થાનિક
વહીવટમાં પોતાના લોકોને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સિવાય સ્થાનિક
લોકોને ટ્રાન્ઝેક્શન માટે રૂબલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તે જ
નીતિ હશે જે તેણે
2014 માં અપનાવી હતી જ્યારે ક્રિમીઆને
જોડવામાં આવ્યું હતું. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે રશિયા આ
વિસ્તારોમાં જનમત સંગ્રહ પણ કરી રહ્યું છે જેથી તેમના વિલીનીકરણ માટે આધાર તૈયાર
કરી શકાય.


રશિયાના રાષ્ટ્રપતિ
ઈચ્છે છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને પદ પરથી હટાવી દેવામાં
આવે અને તેના સ્થાને તેને ટેકો આપનાર કોઈને સોંપવામાં આવે. વ્લાદિમીર પુતિન રશિયન
તરફી લોકોને સ્થાનિક સરકારોમાં લાવવાની રણનીતિ પર પણ કામ કરી રહ્યા છે. રશિયાએ
24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો
હતો
, પરંતુ ત્યારથી ઝેલેન્સકીએ હથિયાર
મૂકવાનો ઇનકાર કર્યો હતો. ક્રેમલિનના અધિકારીઓનું કહેવું છે કે તેમને હજુ પણ
વિશ્વાસ છે કે રશિયન દળો યુક્રેનના મોટા ભાગ પર કબજો કરી શકશે. આ સિવાય ડોનેત્સ્ક
અને લુહાન્સ્ક પ્રદેશો પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાની તૈયારીઓ કરવામાં આવી
રહી છે.


રશિયન સેનાએ
યુક્રેનના દક્ષિણી ભાગોમાં ખેરસન અને ઝાપોરિઝહ્યા વિસ્તારના એક ભાગને પણ કબજે કરી
લીધો છે. આ બંને પ્રદેશો ક્રિમીઆને અડીને આવેલા છે
, જેને રશિયાએ 2014માં જોડ્યું હતું. આ જ કારણ છે કે રશિયા માટે આ વિસ્તારોમાં
નિયંત્રણ સ્થાપિત કરવું સરળ બન્યું છે. આનું એક કારણ એ છે કે રશિયન સંસ્કૃતિમાં
માનનારા લોકોની સંખ્યા મોટી છે. ત્યારે હવે રશિયા માટે આ વિસ્તારોને સામાજિક અને
સાંસ્કૃતિક રીતે મર્જ કરવાનું સરળ બનશે. આ સિવાય રશિયાએ પર્સેપ્શનના સ્તરે પણ
જોરદાર તૈયારીઓ કરી છે.


રશિયા બીજા
વિશ્વયુદ્ધના વિજય દિવસ તરીકે
9 મેના રોજ ઉજવણી કરે છે. આ દિવસે યુક્રેન વિશે પણ કેટલીક જાહેરાત
કરવામાં આવી શકે છે. આ દિવસે રશિયામાં સૈન્ય પરેડ પણ કાઢવામાં આવી છે. પૂર્વીય
યુક્રેનના મોટા ભાગમાં મોટી સંખ્યામાં રશિયન તરફી લોકો છે.
પશ્ચિમી પ્રદેશમાં નાટો અને યુરોપ તરફી લોકોની વધુ વસ્તી છે. રશિયાનો
પ્રયાસ પૂર્વીય ભાગો પર નિયંત્રણ સ્થાપિત કરવાનો અને યુક્રેનને બે ટુકડામાં
વહેંચવાનો પણ છે.

Tags :
GujaratFirstPutinrussiarussiaukrainewarukraine
Next Article