Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું પ્રશાંત કિશોર અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે ? સર્વત્ર એક જ ચર્ચા

આ વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે અત્યારથી જ રાજકીય ઉથલપાથલ શરુ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટી  એક તરફ ગુજરાત રાજયમાં સક્રિય થઇ છે. સત્તાધારી પક્ષ ભાજપે પણ ચૂંટણીની  તડામાર તૈયારીઓ શરુ કરી છે. કોંગ્રેસ પણ હવે ગુજરાત કબજે કરવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે.  પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં લાવીને સીએમ પદના ચહેરા તરીકે રજૂ કરવાની તૈયારીઓ શરુ કરી હોવાના છેલ્લા બે દિવસ
શું પ્રશાંત કિશોર અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે   સર્વત્ર એક જ ચર્ચા
આ વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે અત્યારથી જ રાજકીય ઉથલપાથલ શરુ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટી  એક તરફ ગુજરાત રાજયમાં સક્રિય થઇ છે. સત્તાધારી પક્ષ ભાજપે પણ ચૂંટણીની  તડામાર તૈયારીઓ શરુ કરી છે. કોંગ્રેસ પણ હવે ગુજરાત કબજે કરવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે.  પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં લાવીને સીએમ પદના ચહેરા તરીકે રજૂ કરવાની તૈયારીઓ શરુ કરી હોવાના છેલ્લા બે દિવસથી અહેવાલો આવી રહ્યા છે. રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલો આવી રહ્યા છે. નરેશ પટેલને સીએમ તરીકે રજૂ કરવામાં પ્રશાંત કિશોરની ખાસ ભૂમિકા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશશે
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને જાણીતા પાટીદાર આગેવાન નરેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં પ્રવેશશે તેવી ચર્ચા ચાલી રહી છે. ખુદ નરેશ પટેલ પણ અગાઉ આ  બાબતે જણાવી ચૂકયા છે પણ તેઓ કયા પક્ષમાં જોડાશે તે હજુ નક્કી  નથી.  અહેવાલો એવા બહાર આવ્યા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. કોંગ્રેસ દ્વારા તેમને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવી શકે છે. અહેવાલો મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સમગ્ર મામલામાં સક્રિય ભૂમિકા ભજવી છે.  રણનીતિકાર પ્રશાંત કિશોરના પ્રયાસોથી નરેશ પટેલને કોંગ્રેસમાં લાવીને સીએમ તરીકે રજૂ કરાય તેવી ચર્ચા ચાલી રહી છે.  અહેવાલો મુજબ એપ્રિલમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે અને ત્યારબાદ તેમને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રોજેકટ કરવામાં આવી શકે છે. 
આમ આદમી પાર્ટી પણ સક્રિય 
સમગ્ર મામલામાં રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરની ભૂમિકા બહાર આવી રહી છે. તેઓ ઇચ્છી રહ્યા છે કે નરેશ પટેલ ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની કરે . પ્રશાંત કિશોર અગાઉ નરેન્દ્ર મોદી માટે પણ રણનિતીકાર તરીકે કામ કરી ચૂકયા છે. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસને હવે ખાસ રણનિતી બનાવીને કામ કરવું ખુબ જ જરુરી છે કારણ કે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગ પેસારો કરી રહી છે. આપ કોંગ્રેસ અને ભાજપ બંનેને ટક્કર આપી શકે તેમ છે. પંજાબમાં કોંગ્રેસને હરાવીને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી છે. આપનો જુસ્સો હજુ પણ જળવાઇ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે હવે પોતાનું ફોકસ ગુજરાતની ચૂંટણીમાં કેન્દ્રીત કર્યુ છે. ચૂંટણીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે કોંગ્રેસ હવે નવા ચહેરા તરીકે નરેશ પટેલને સ્થાન આપી શકે છે. જો કે સમગ્ર મામલે કોંગ્રેસે અને નરેશ પટેલે હજુ કોઇ પણ પ્રકારનો ફોડ પાડયો નથી. 

સામાજિક સમીકરણને ધ્યાનમાં રખાયા 
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ત્યારબાદ કોંગ્રેસના એક ડઝનથી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી. નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે પણ તેમણે કોઇ ચૂંટણી લડી નથી. જો કે કોંગ્રેસ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નરેશ પટેલને સીએમ તરીકે પ્રોજેકટ કરે તેવી શકયતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહી છે.                                                                                                                                                                                                                                                                                                                                                                    
Advertisement
Tags :
Advertisement

.