Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો નહીં થાય ત્યાં સુધી આરામ નહીં કરીએઃ PM મોદી

આતંકી ફંડીગ સામે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન નો મની ફોર ટેરરનું  ઉદ્ઘાટન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. આતંકવાદ લાંબા સમયથી ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર કરી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્ર હોય કે વેપાર ક્ષેત્ર આતંકવાદથી પ્રભાવિત વિસ્તાર કોઈને પસંદ નથી. લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. સૌથી મહત્ત્à
આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો નહીં થાય ત્યાં સુધી આરામ નહીં કરીએઃ pm મોદી
આતંકી ફંડીગ સામે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન નો મની ફોર ટેરરનું  ઉદ્ઘાટન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. આતંકવાદ લાંબા સમયથી ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર કરી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્ર હોય કે વેપાર ક્ષેત્ર આતંકવાદથી પ્રભાવિત વિસ્તાર કોઈને પસંદ નથી. લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમે આતંકવાદને ફાઇનાન્સ પુરુ પાડતા મૂળ પર પ્રહાર કરીએ છીએ.પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદના મદદગારોની ઓળખ કરવી જરૂરી છે.
નો મની ફોર ટેરરની ત્રીજી કોન્ફરન્સ
'નો મની ફોર ટેરર' આંતરરાષ્ટ્રીય મંત્રી પરિષદમાં વિશ્વના 72 દેશો અને છ સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. જેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે સમાપન સત્રને સંબોધશે. પરિષદ 2018 માં પેરિસ અને 2019માં મેલબોર્નમાં થઈ હતી.

અમે આતંકવાદનો હિંમતપૂર્વક સામનો કર્યો
'નો મની ફોર ટેરર' કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં આ કોન્ફરન્સ થઈ રહી છે તે ખૂબ મોટી વાત છે.આતંકવાદે દાયકાઓ સુધી આપણા દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે તેની સામે બહાદુરીથી લડ્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આતંકવાદ માનવતા, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. તે કોઈપણ દેશની સરહદને ઓળખતું નથી. જો આતંકવાદને હરાવવો હોય તો આપણે એકતા અને શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ અપનાવવો પડશે.
આતંકવાદી સંગઠનોને અનેક સ્ત્રોતોમાંથી નાણાં મળે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વાત બધા જાણે છે કે આતંકવાદી સંગઠનોને ઘણા સ્ત્રોતોથી ફંડ મળે છે. આનો એક સ્ત્રોત કોઈપણ એક દેશનો ટેકો પણ છે. કેટલાક દેશો તેમની વિદેશ નીતિઓના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે. તેઓ તેમને રાજકીય, વૈચારિક અને નાણાકીય સહાય પૂરી પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકી ફંડિંગનો એક સ્ત્રોત સંગઠિત અપરાધ છે. તેને અલગ રીતે જોવું જોઈએ નહીં. આ ટોળકી ઘણીવાર આતંકવાદી સંગઠનો સાથે ગાઢ સંબંધો ધરાવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.