Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ઈમરાન ખાનના હાલ પણ પરવેઝ મુશર્રફ જેવા થશે ? શાહબાઝ શરીફ કરી રહ્યા છે મોટું પ્લાનિંગ

ઈમરાન ખાન હવે પાકિસ્તાનના પીએમ નથી. પાકિસ્તાનની રાજનીતિમાં રવિવારે આવેલા ભૂકંપ બાદ નેશનલ એસેમ્બલી ભંગ કરી દેવામાં આવી છે અને દેશમાં 90 દિવસમાં ફરી સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી બાદ ઈમરાન ખાન ગાદી પર પાછા ફરશે કે પછી વિપક્ષ શાહબાઝ શરીફના નેતૃત્વમાં સરકાર બનાવશે. જો કે આ દરમિયાન શાહબાઝ શરીફે એવી યોજના બનાવી છે કે ઈમરાન ખાનનું પણ મુશર્રફ જેવું જ ભાગ્ય થવાનું છે. રવિવારે ઇમર
શું
ઈમરાન ખાનના હાલ પણ પરવેઝ મુશર્રફ જેવા થશે   શાહબાઝ શરીફ કરી રહ્યા છે મોટું પ્લાનિંગ

ઈમરાન
ખાન હવે પાકિસ્તાનના પીએમ નથી. પાકિસ્તાનની રાજનીતિમાં રવિવારે આવેલા ભૂકંપ બાદ
નેશનલ એસેમ્બલી ભંગ કરી દેવામાં આવી છે અને દેશમાં
90 દિવસમાં ફરી સામાન્ય
ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી બાદ ઈમરાન ખાન ગાદી પર પાછા ફરશે કે પછી વિપક્ષ
શાહબાઝ શરીફના નેતૃત્વમાં સરકાર બનાવશે.
જો કે આ દરમિયાન શાહબાઝ શરીફે એવી યોજના બનાવી છે કે ઈમરાન ખાનનું પણ
મુશર્રફ જેવું જ ભાગ્ય થવાનું છે. રવિવારે
ઇમરાન ખાને પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવને નકારી
કાઢવા માટે ટ્રમ્પ કાર્ડ પર ચાલ્યું અને પછી રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને મળ્યા અને
દેશમાં વિદેશી ષડયંત્રનો ઉલ્લેખ કર્યો. રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલીનું વિસર્જન
કર્યું અને દેશમાં સામાન્ય ચૂંટણી જાહેર કરી. ઈમરાન ખાને કેબિનેટનું વિસર્જન કરીને
પીએમ પદ પણ ગુમાવ્યું છે. જો કે ઈમરાને પોતાની ગાદી છોડી દીધી હતી
, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવને
ફગાવીને તેણે પોતાનું સન્માન બચાવી લીધું હતું.

Advertisement


જો
કે ઈમરાનના ટ્રમ્પ કાર્ડથી વિપક્ષ ભલે ખુશ થઈ ગયા હોય પરંતુ વિપક્ષે પણ ઈમરાન ખાન
સામે બદલો લેવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વિપક્ષના નેતા અને નવાઝ શરીફના
ભાઈ શાહબાઝે ઘણી વખત કહ્યું છે કે ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવીને બંધારણ
વિરુદ્ધ કામ કર્યું છે. વિપક્ષી નેતાઓએ ઈમરાનને અનેક મોરચે દેશદ્રોહી ગણાવ્યા છે. રાજકીય
નિષ્ણાતોનું માનવું છે કે જો ચૂંટણીમાં વિપક્ષ સરકાર બનાવે છે તો ઈમરાનનું પણ એ જ
ભાગ્ય થશે જે પૂર્વ પીએમ જનરલ પરવેઝ મુશર્રફનું હતું. ત્યારબાદ નવાઝ શરીફ સરકારે
મુશર્રફ સામે દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો અને કોર્ટે તેમને મૃત્યુદંડની સજા
સંભળાવી હતી. જો કે મુશર્રફ હજુ પણ પાકિસ્તાનથી દૂર દુબઈમાં છે.

Advertisement


1999માં પાકિસ્તાનના તત્કાલિન
આર્મી ચીફ પરવેઝ મુશર્રફે નવાઝ શરીફની સરકારને ઉથલાવી દીધી હતી. નવાઝ શરીફને
નજરકેદ કરીને પછી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યારબાદ મુશર્રફ પાકિસ્તાનના
રાષ્ટ્રપતિ બન્યા. મુશર્રફ ઓગસ્ટ
2008 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. આ પછી વિપક્ષે મુશર્રફને
રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાથી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 
દરમિયાન
મુશર્રફે તેમની સામે વધી રહેલા વિરોધને કારણે દેશમાં ઈમરજન્સી લાદી દીધી હતી.
બંધારણને સસ્પેન્ડ કર્યું અને
CJIને પણ બરતરફ કર્યા. પરંતુ 2008માં જ્યારે મુશર્રફે ઈમરજન્સી હટાવી ત્યારે ચૂંટણીમાં પીપીપી સત્તા
પર આવી. જે બાદ મુશર્રફે પોતાનું પદ જાતે જ છોડી દીધું હતું.

Advertisement


પાકિસ્તાન
મુસ્લિમ લીગ-નવાઝ (
PML-N) 2013ની સામાન્ય ચૂંટણીમાં જીત બાદ સત્તામાં આવી હતી. નવાઝ શરીફ
વડાપ્રધાન બન્યા. નવાઝ શરીફની સરકારે મુશર્રફ વિરુદ્ધ બંધારણની અવહેલના બદલ
દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. દરમિયાન
18 માર્ચ 2016ના રોજ મુશર્રફ દુબઈ સારવાર માટે ગયા હતા. ત્યારથી પાછા આવ્યા નથી.
પરંતુ તેની સામે કેસ ચાલુ રહ્યો. અને કોર્ટે મુશર્રફને ફાંસીની સજા સંભળાવી હતી.
મુશર્રફે તેમની ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. 
માર્ચ
2007માં, મુશર્રફે એક ટીવી
ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ વધુ
5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહેવા ઈચ્છે છે. પરંતુ વિપક્ષ તેમની વિરુદ્ધ
થઈ ગયો. મુશર્રફને રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી
દાખલ કરવામાં આવી હતી.


8 સપ્ટેમ્બર 2007ના રોજ, સુપ્રીમ કોર્ટે મુશર્રફને 6-3થી ચૂંટણી લડવાની
મંજૂરી આપી. જો કે મુશર્રફ સામેનો વિરોધ અટકે તેમ લાગતું ન હતું. મુશર્રફે
3 નવેમ્બર 2007ના રોજ પાકિસ્તાનમાં
ઈમરજન્સી જાહેર કરી હતી. તેમણે બંધારણને સસ્પેન્ડ કરીને ચીફ જસ્ટિસને પણ બરતરફ
કર્યા હતા. 
એક
મહિના પછી
, 15 ડિસેમ્બર 2007ના રોજ, મુશર્રફે કટોકટી
હટાવી લીધી. પાકિસ્તાનમાં ફેબ્રુઆરી
2008માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સૌથી મોટી પાર્ટી બની. સૈયદ
યુસુફ રઝા ગિલાની વડાપ્રધાન બન્યા. નવી સરકારે મુશર્રફને પદ પરથી હટાવવા માટે
મહાભિયોગની તૈયારી શરૂ કરી. જો કે
, મુશર્રફે પોતે 18 ઓગસ્ટ 2008ના રોજ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 2013ની સામાન્ય ચૂંટણીમાં જીત
બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (
PML-N)
સત્તામાં આવી હતી.નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા હતા. નવાઝ શરીફની
સરકારે મુશર્રફ વિરુદ્ધ બંધારણની અવહેલના બદલ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.


લગભગ
7 વર્ષ સુધી સુનાવણી
પછી
, 17 ડિસેમ્બર 2019 ના રોજ, પેશાવરની વિશેષ
અદાલતે કલમ
6 હેઠળ મુશર્રફને
મૃત્યુદંડની સજા સંભળાવી. કોર્ટે પોતાના નિર્ણયમાં લખ્યું હતું કે જો મુશર્રફ
પહેલા મૃત્યુ પામે છે તો તેમના મૃતદેહને ઈસ્લામાબાદના ડી-ચોક પર ત્રણ દિવસ સુધી
લટકાવવામાં આવશે. 
મુશર્રફ
હજુ દુબઈમાં છે અને તેમની તબિયત ખૂબ જ ખરાબ છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર સંજય દત્ત
દુબઈમાં મુશર્રફને મળ્યો હતો. તેની તસવીર સામે આવી છે. જેમાં મુશર્રફ વ્હીલચેરમાં
બેઠેલા જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં
લોકશાહીનો બહુ સારો ઈતિહાસ રહ્યો નથી. ત્યાં અત્યાર સુધી એક પણ વડાપ્રધાન
5 વર્ષનો કાર્યકાળ
પૂરો કરી શક્યો નથી. સેનાએ ત્રણ વખત બળવો કર્યો છે.

Tags :
Advertisement

.