Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપની 'કેસરી ટોપી' રાજકારણમાં ફરી ટોપી કલ્ચર લાવશે ?

વડા પ્રધાન મોદી આજે પોતાના ઘરે એટલે કે ગુજરાતની મુલાકાતે પધાર્યાં છે. ગઇકાલે ભાજપે પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો આવ્યાં હતાં. જેમાં 4 રાજ્યોમાં ભાજપા પાર્ટીનો મેળવેલા ભવ્ય વિજયની ઉજવણી માટે અમદાવાદ એરપોર્ટથી લઇને કમલમ્ સુધી આજે રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં ચોતરફ કેસરિયો લહેરાયો છે. જાણે આખું અમદાવાદ ફાગણ મહિનામાં હોળી પૂર્વે કેસૂડાંના રંગે જેમ ઘરતી રંગાય તેમ આજે  કેસરિયા રંગમàª
ભાજપની  કેસરી ટોપી  રાજકારણમાં ફરી ટોપી કલ્ચર લાવશે
વડા પ્રધાન મોદી આજે પોતાના ઘરે એટલે કે ગુજરાતની મુલાકાતે પધાર્યાં છે. ગઇકાલે ભાજપે પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો આવ્યાં હતાં. જેમાં 4 રાજ્યોમાં ભાજપા પાર્ટીનો મેળવેલા ભવ્ય વિજયની ઉજવણી માટે અમદાવાદ એરપોર્ટથી લઇને કમલમ્ સુધી આજે રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં ચોતરફ કેસરિયો લહેરાયો છે. જાણે આખું અમદાવાદ ફાગણ મહિનામાં હોળી પૂર્વે કેસૂડાંના રંગે જેમ ઘરતી રંગાય તેમ આજે  કેસરિયા રંગમાં અમદાવાદ રંગાયું હોય તેવો માહોલ જોવાં મળી રહ્યો છે. 

વડાપ્રધાન હંમેશાં પોતાના સ્ટાઇલિશ લૂક સાથે  યુથમાં રહે છે ઇનટ્રેન્ડ
આપણાં દેશના આઇકોનિક વડાપ્રધાન હંમેશાં પોતાના સ્ટાઇલિશ લૂકને લઇને ચર્ચામાં રહે છે. વડાપ્રધાન મોદીની સ્ટાઇલને યુથ કોપી પણ કરે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના શોર્ટ સ્લીવ્ઝ કૂર્તા, મોદી કોટીની પણ યુથમાં ખૂબ ડિમાન્ડ હતી. પોતાની સ્ટાઇલ અને પહેરવેશ સાથે આજે  લોકલાડીલા વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવીને 'મોદી મોદી' ના નારા સાથે લોકો પણ તેમને આવકારતા જોવાં મળી રહ્યાં છે. આજના આ રોડ શોમાં વડાપ્રધાન સફેદ કૂર્તા પાયજામામા જોવા મળ્યા હતા. સાથે જ બ્લેક ગોગલ્સ અને કેસરી ટોપી પણ પહેરી હતી. તેમની આ ટોપી  ફેશન  સ્ટેટમેન્ટ બની રહી છે. 

રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી
10 મહિના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટથી કમલમ્ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થાર જીપમાં જોવાં મળી રહ્યાં છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે.  

2022ની વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના નેતાઓ કેસરી ટોપી પહેરશે
કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેવાના છે. સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને  આવી રહ્યાં છે. તમામને ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે તે હવે વિધાનસભાની ચૂંટણી સુધી ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ આ ટોપી પહેરવાની રહેશે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતના રાજકારણમાં ભાજપની કેસરી ટોપી આવનાર ઇલેક્શનમાં કેવો રંગ રાખશે?
 
ભારતીય રાજકારણમાં ટોપીનો પણ એક ભવ્ય ઇતિહાસ 
ભારતીય રાજકારણમાં વર્ષોથી સફેદ ખાદીના કપડાં અને ગાંધી ટોપી પહેરવાની પ્રથા રહી છે. જોકે  છેલ્લાં થોડા સમયમાં  આ ગાંધી ટોપી ભુલાઇ ગઇ હતી. રાજકીય સંમેલનો હોય ત્યારે મોટાં ભાગના બધાં જ રાજકારણીઓ ટોપી પહેરતા. આર.એસ.એસમાં પણ તમામ કાર્યકર્તાઓના યુનિફોર્મમાં ખાખી કલરની ખાદી ટોપી પહેરે છે. ઇલેક્શન બાદ પંજાબ અને દિલ્હીમાં 'મૈં હું આમ આદમી' ની કેપ હિટ બનેલા દિવસો પાછા ફરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.  હવે આમ આદમી પાર્ટી (AAP)ની ટોપીની જેમ દરેક રાજકીય પક્ષના કાર્યકરોને માથા પર ટોપીની જરૂર છે. બીજેપી કાર્યકર્તાઓને 'પીએમ ફોર મોદી' ટોપી પસંદ છે. મુલાયમ સિંહના નિર્દેશ પર, સપા કાર્યકર્તાઓના માથા પર લાલ ટોપી પહેલેથી જ શણગારવામાં આવી હતી, આ દિવસોમાં ટોપીની માંગ વધી છે. કોંગ્રેસીઓ ગાંધી ટોપી સાથે કોંગ્રેસના ઝંડાની રંગીન ટોપી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યાં છે. બસપાના લોકોએ પણ બ્લુ કેપ પહેરવાનું શરૂ કર્યું  છે જેમાં  હિન્દીમાં લખ્યું છે - બહુજન સમાજ પાર્ટી.  ગ્રીન કેપ વર્ષોથી ભારતીય કિસાન યુનિયનની ઓળખ રહી છે. 'હું અજાણ્યો માણસ છું'ની ટોપી જોઈને નવાઈ પામશો નહીં. આ એક નવો ટ્રેન્ડ છે, હવે ઘણી વધુ કેપ્સ આવી શકે છે.
લોકપ્રિયતા સાથે  ટોપી  વિવાદમાં પણ આવી હતી
કારણ ગમે તે હોય, ટોપી હેડલાઇન્સમાં તો રહેતી જ હોય છે. તાજેતરમાં, કેટલાક મુસ્લિમ ધાર્મિક નેતાઓએ AAPના ચૂંટણી ચિન્હને બિન-ઇસ્લામિક ગણાવીને તેના માથા પર ઝાડુ લગાવવા સામે ફતવો બહાર પાડ્યો હતો.આ જ સમુદાયના એક ધાર્મિક નેતાએ આ ફતવા પર સવાલ  પણ ઉઠાવ્યા હતાં.
ટોપીનું બજાર ફરી એક વાર હોટ  
આ વિવાદો ઉપરાંત ટોપીની લોકપ્રિયતાના આધારે માર્કેટ બેટ-ઓન છે. દિલ્હીનું સદર બજારમાં ટોપીનું વેચાણનું કેન્દ્ર છે. જેટલો મોટો પક્ષ, તેટલી વધુ માંગ. દીલ્હીમાં 1000 કેપની કિંમત લગભગ 7500 રૂપિયા છે. કેપ્સ અને પ્રચાર સામગ્રી સંબંધિત પક્ષના મુખ્યાલયમાંથી જરૂરિયાત અને કાર્યક્રમ મુજબ વેચાય છે. સ્થાનિક સ્તરે પણ  જરૂરિયાત મુજબ કેટલાક દુકાનદારો દ્વારા ટોપી વેચાય છે. જો કેપ પર સ્થાનિક નેતાનેા ફોટાં અને ચિન્હ  ચોંટાડવાની હોય તો તેના માટે સ્થાનિક દુકાનદારે અલગથી ઓર્ડર આપવાનો હોય છે. અહીં કેપની કિંમત સામાન્ય રીતે 50 થી 500 રૂપિયા હોય છે. પાર્ટીની રેલીના દિવસોમાં ટોપીની માંગ વધતી હોય છે. બજારના જાણકારોના મતે ચૂંટણી આવતા જ ટોપીની માંગ વધશે. 
અન્ય પક્ષની જો વાત કરીએ તો આજની પેઢના રાજકારણીઓમાં પહેરવેશની વાત કરવામાં આવે તો યુવાપેઢીમાં આજે  સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ હંમેશા ટોપી પહેરેલાં જોવાં મળે છે. 
છેલ્લે અન્ના હજારે આંદોલન સમયે તમામ યુવાનો અન્ના ટોપી પહેરતાં હતાં. આ સાથે જ આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ તેમજ મોટાભાગના કાર્યકર્તાઓ પણ સમારોહમાં સફેદ ટોપી સાથે જોવાં મળતાં હોય છે. તો કોગ્રેસના રાહુલ ગાંધી ક્યારેક ક્યારેક ટોપી પહેરેલાં જોવાં મળે છે.કેટલીક પાર્ટીઓ અને લોકોની વધુ કલરફુલ કેપ્સ પણ માર્કેટમાં આવી શકે છે. એક સમયે લોકોના માથાનો તાજ અને કોંગ્રેસની ઓળખ ગણાતી ટોપી આટલી રંગબેરંગી અને હિટ હશે, કદાચ ગાંધીજીએ પણ આ વિચાર્યું નહીં હોય.  
Advertisement
Tags :
Advertisement

.