Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું મહારાષ્ટ્રમાં ભાજપ રાજ ઠાકરેને પોતાની સાથે લાવશે ? રાજકારણમાં ગરમાવો

શું એક નવા ગઠબંધનની તૈયારી ?ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીનો સામનો કરવા માટે એક નવું અને મજબૂત ગઠબંધન બનાવવાની તૈયારી કરી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આનાથી રાજ્યના શાસક ગઠબંધન અને MNS વચ્ચે સંભવિત જોડાણની અટકળોને વેગ મળ્યો છે. આ પહેલા સીએમ શિંદે અને àª
શું મહારાષ્ટ્રમાં ભાજપ રાજ ઠાકરેને પોતાની સાથે લાવશે   રાજકારણમાં ગરમાવો
શું એક નવા ગઠબંધનની તૈયારી ?
ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીનો સામનો કરવા માટે એક નવું અને મજબૂત ગઠબંધન બનાવવાની તૈયારી કરી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આનાથી રાજ્યના શાસક ગઠબંધન અને MNS વચ્ચે સંભવિત જોડાણની અટકળોને વેગ મળ્યો છે. આ પહેલા સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દાદરના નિવાસસ્થાને MNS પ્રમુખને મળ્યા હતા.
શિંદે કેમ્પના નેતાએ ગણાવી સૌજન્ય મુલાકાત 
શિંદે કેમ્પ અને ભાજપે તાજેતરમાં રાજ ઠાકરે સાથે ઉષ્માભર્યો વ્યવહાર કર્યો છે. એક પછી એક બેઠકોથી એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ અને શિંદે તેમને ગઠબંધનમાં સામેલ કરવા આતુર છે. દરમિયાન MNS અને શિંદે કેમ્પના નેતાઓએ કહ્યું કે શ્રીકાંત શિંદેની રાજ ઠાકરે સાથેની મુલાકાત દિવાળી દરમિયાન માત્ર એક સૌજન્ય મુલાકાત હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ મંગળવારે કહ્યું હતું કે ફડણવીસ સાથેની રાજ ઠાકરેના નિવાસસ્થાનની તેમની તાજેતરની મુલાકાત દિવાળીને લઇ સૌજન્યની મુલાકાત હતી. તેમણે કહ્યું કે, અમારી વચ્ચે ત્યાં કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી.
દરમિયાન મનસે અને ભાજપના નેતાઓ ગઠબંધનની અટકળો પર સમાન નિવેદનો આપી રહ્યા છે. રાજ ઠાકરેની પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય રાજુ પાટીલે જણાવ્યું હતું કે, "ગઠબંધન માટેની હાકલ અમારી પાર્ટીના અધ્યક્ષ રાજ ઠાકરે દ્વારા ચર્ચા કરવામાં આવશે અને જો તેઓ ભવિષ્યમાં ગઠબંધન માટે હા કહે તો અમે તૈયાર છીએ..તેમણે ગઠબંધન માટે હકારાત્મક સંકેત આપતા કહ્યું કે અમારા વિચાર મળે છે. 
Advertisement
Tags :
Advertisement

.