Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું હરભજનસિંહને રાજ્યસભા મોકલશે આમ આદમી પાર્ટી ? ભગવંત માને કર્યો મોટો નિર્ણય

હાલમાં તો પંજાબ સહિત દેશભરમાં હરભજન સિંહને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. જી હા જાણીતા પૂર્વ ક્રિકેટર હરભજનસિંહને પંજાબમાં સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી રાજ્યસભામાં મોકલવાની તૈયારીમાં છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચૂંટણી અભિયાન દરમિયાન જાલંધરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાનું એલાન કર્યું હતું. મળતી માહિતી મુજબ ભગવંત માન હરભજનસિંહને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન સો
શું હરભજનસિંહને
રાજ્યસભા મોકલશે આમ આદમી પાર્ટી   ભગવંત માને કર્યો મોટો
નિર્ણય

હાલમાં તો પંજાબ સહિત દેશભરમાં હરભજન સિંહને લઈને ચર્ચાએ જોર પકડ્યું
છે. જી હા જાણીતા પૂર્વ ક્રિકેટર હરભજનસિંહને પંજાબમાં સત્તામાં આવેલી આમ આદમી
પાર્ટી રાજ્યસભામાં મોકલવાની તૈયારીમાં છે. પંજાબના મુખ્યમંત્રી
ભગવંત માને ચૂંટણી અભિયાન દરમિયાન જાલંધરમાં
સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાનું એલાન કર્યું હતું. મળતી માહિતી મુજબ ભગવંત માન
હરભજનસિંહને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન સોંપી શકે છે.

Advertisement


પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે
10 માર્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ટ્વીટ કરીને ભગવંત માનને તેમની જીત
માટે અભિનંદન પાઠવ્યા હતા. ભગવંત માનની માતાને ગળે લગાડતા તેમની એક તસવીર શેર કરતા
તેમણે લખ્યું
, આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને નવા
મુખ્યમંત્રી બનવા પર અભિનંદન. આ સાંભળીને આનંદ થયો કે તેમણે ખટકરકલાન ગામમાં નવા
સીએમ તરીકે શપથ લીધા છે.

Advertisement


તમને જણાવી દઈએ કે પંજાબમાંથી
ચૂંટાયેલા રાજ્યસભાના પાંચ સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી
પંચે આ બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરી છે. પંજાબમાં નામાંકન ભરવાની છેલ્લી
તારીખ 21 માર્ચ છે અને 22 માર્ચે ચકાસણી થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ
24 માર્ચ નક્કી કરવામાં આવી છે. 31 માર્ચના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન
થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.

Advertisement


પંજાબમાં આમ આદમી પાર્ટીએ
જંગી જીત મેળવીને રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવી છે. કુલ 117 બેઠકોમાંથી
AAPને 92 બેઠકો મળી છે. આ સાથે જ
કોંગ્રેસના ખાતામાં 18 સીટો ગઈ છે. અકાલી દળે ત્રણ
, ભાજપે બે, બસપા અને અપક્ષોએ એક-એક બેઠક
જીતી છે. આમ આદમી પાર્ટી પંજાબની પાંચેય રાજ્યસભા બેઠકો કબજે કરી શકે છે.

Tags :
Advertisement

.