Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પત્નીની સફળતા સહન ન થઇ..પતિએ ધારદાર હથિયારથી કાપી નાંખ્યો પત્નીનો હાથ

21મી સદીના આજના યુગમાં પણ એવા પતિઓ છે.જેમની અંદર રહેલો પુરુષ સહજ અહમ પત્નીની સફળતાને સહન નથી કરી શકતો. બંગાળના પૂર્વીય બર્ધમાન જિલ્લામાં એક એવી ઘટના સામે આવી જે સાંભળીને એ સમાજની યાદ આવી જાય જ્યારે મહિલાઓને પુરુષ પ્રધાન સમાજ દ્વારા દબાવીને રાખવામાં આવતી હતી. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીનો હાથ એટલા માટે કાપી નાખ્યો જેથી તે સફળ ન થઈ શકે. કારણ કે તેની પત્નીને તાજેતરમાં જ સરકારી નોકàª
પત્નીની સફળતા સહન ન થઇ  પતિએ ધારદાર હથિયારથી કાપી નાંખ્યો પત્નીનો હાથ
21મી સદીના આજના યુગમાં પણ એવા પતિઓ છે.જેમની અંદર રહેલો પુરુષ સહજ અહમ પત્નીની સફળતાને સહન નથી કરી શકતો. બંગાળના પૂર્વીય બર્ધમાન જિલ્લામાં એક એવી ઘટના સામે આવી જે સાંભળીને એ સમાજની યાદ આવી જાય જ્યારે મહિલાઓને પુરુષ પ્રધાન સમાજ દ્વારા દબાવીને રાખવામાં આવતી હતી. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીનો હાથ એટલા માટે કાપી નાખ્યો જેથી તે સફળ ન થઈ શકે. કારણ કે તેની પત્નીને તાજેતરમાં જ સરકારી નોકરી મળી હતી, આ પતિએ ગુસ્સામાં આવીને પોતાની પત્નીનો હાથ કાપી નાખ્યો. તેની પત્ની રેણુકા ખાતૂન બે વર્ષથી હેલ્થ વર્લ્ડ હોસ્પિટલ, દુર્ગાપુરમાં નર્સ તરીકે કામ કરતી હતી.રેણુકાનું નામ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની પેનલમાં આવી ગયું હતું. રેણુકાના પતિ શરીફુલના મિત્રોએ તેને કહ્યું હતું કે તેની પત્નીને સરકારી નોકરી મળી ગઈ છે એટલે હવે તેની પત્ની તેને છોડી દેશે. બસ પછી શરીફુલે નક્કી કર્યુ કે તે કોઇપણ ભોગે પત્નીની એ હાલત કરી દેશે કે તે તેને છોડીને ન જઇ શકે.અને તેણે તેની પત્નીનો હાથ કાપી નાંખ્યો. 
રેણુકાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું  છે કે રેણુકા સૂતી હતી ત્યારે શરીફુલ અને તેના બે મિત્રોએ તેના જમણા હાથ પર હથોડી વડે હુમલો કર્યો. ત્યારબાદ ધારદાર હથિયાર વડે તેનો હાથ કાપી નાખ્યો. શરીફુલ તેની પત્નીનો હાથ પણ પોતાની સાથે લેતો ગયો, જેથી તે ક્યારેય જોડાઈ ન શકે. ઘણી શોધખોળ બાદ હાથ એક બાસ્કેટમાંથી હાથ મળી આવ્યો.. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, રેણુકાનો હાથ ફરીથી જોડી શકાયો નહીં.
રેણુકાના ભાઈએ જણાવ્યું કે તેની બહેન હંમેશા કહેતી હતી કે તેના સાસરિયાઓ તેને સરકારી નોકરી કરવા દેવા નથી માંગતા. પરંતુ તે સરકારી નોકરીની તક ગુમાવવા માંગતી ન હતી. હવે પોલીસે આઈપીસીની અનેક કલમો હેઠળ સાસરીયાઓ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં હત્યાના પ્રયાસ, ખતરનાક હથિયારથી ગંભીર ઈજા પહોંચાડવી, ગુનાહિત ધાકધમકી આપવી, વિશ્વાસનો ગુનાહિત ભંગ સહિતની કલમો શામેલ છે. આ ઘટનામાં તમામ આરોપીઓ હાલ ફરાર છે.
Advertisement
Tags :
Advertisement

.