Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગણપતિની પૂજામાં શા માટે નથી થતો તુલસીનો ઉપયોગ, જાણો તેની પાછળનું કારણ

ગણેશોત્સવના મહાપર્વની  શરૂઆતને થોડા  દિવસ જ બાકી રહ્યા  છે . ત્યારે લોકોમાં ગણેશ ઉત્સવને લઈને ભારે  ઉત્સાહ  જોવા મળી લોકો ગણપતિની પૂજા અર્ચના કરશે .સામાન્ય  રીતે ગણેશજીના ભોગ, પ્રસાદ વિષે તો બધા જાણે છે. પણ ક્યારેય પણ ગણેશ પૂજન દરમિયાન પવિત્ર તુલસીનો ઉપયોગ નથી કરવામાં આવતો.  તો ચાલો તેમના  પાછળ નું શું કારણ  છે તે જાણીએ .પૌરાણિક કથા અનુસાર એક વાર ગણપતિજી ગંગા કિનારે તપસ્યા કરી રહયાÂ
ગણપતિની પૂજામાં શા માટે નથી થતો તુલસીનો ઉપયોગ  જાણો તેની પાછળનું કારણ
ગણેશોત્સવના મહાપર્વની  શરૂઆતને થોડા  દિવસ જ બાકી રહ્યા  છે . ત્યારે લોકોમાં ગણેશ ઉત્સવને લઈને ભારે  ઉત્સાહ  જોવા મળી લોકો ગણપતિની પૂજા અર્ચના કરશે .સામાન્ય  રીતે ગણેશજીના ભોગ, પ્રસાદ વિષે તો બધા જાણે છે. પણ ક્યારેય પણ ગણેશ પૂજન દરમિયાન પવિત્ર તુલસીનો ઉપયોગ નથી કરવામાં આવતો.  તો ચાલો તેમના  પાછળ નું શું કારણ  છે તે જાણીએ .
પૌરાણિક કથા અનુસાર એક વાર ગણપતિજી ગંગા કિનારે તપસ્યા કરી રહયા  હતા  તે દરમિયાન ધર્માત્મજ કન્યા તુલસી પણ પોતાના લગ્ન માટે તીર્થયાત્રા કરતી ત્યાં પહોંચી. ગણેશજી રત્નજડિત સિંહાસન પર બેઠા હતા અને ચંદનના લેપ સાથે તેમના શરીર પર રહેલા અનેક રત્ન જડિત હાર તેમની છબીને મનમોહક બનાવી રહ્યા હતા.
તપસ્યામાં લિન ગણેશજીને જોઈને તુલસીનું મન તેમની તરફ આકર્ષિત થઈ ગયું. તેમણે ગણપતિને તપસ્યા માંથી જગાડીને તેમની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. તપસ્યા ભંગ થવાને કારણે તે ગુસ્સે થઈ ગયા.ગણેશજીએ તુલસી દેવીના લગ્નના પ્રસ્તાવને નકારી દીધો. ગણેશજીના મુખમાંથીના સાંભળ્યા પછી તુલસી દેવી ઘણા ગુસ્સે થઈ ગયા, ત્યારબાદ તુલસી દેવીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના બે લગ્ન થશે.
તેમજ ગણેશજીએ પણ ગુસ્સે થઈને તુલસી દેવીને શ્રાપ આપ્યો કે તેમના લગ્ન એક અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળ્યા પછી તુલસી દેવીએ ભગવાન ગણેશની માફી માંગી.ગણેશજીએ કહ્યું કે, કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનારી હશે, પણ મારી પૂજામાં તમારો ઉપયોગ નહીં થાય.આજ કારણ છે કે ભગવાન ગણેશની પૂજામાં તુલસી ચડાવવી શુભ નથી માનવામાં આવતું.
જો તમે પણ ઘરે ગણપતિ બેસાડવાના છો  તો એ વાતનું ધ્યાન રહે કે ભૂલથી તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ ના થાય. આ વાતનું ધ્યાન રાખવાથી તમને પૂજાનું યોગ્ય ફળ મળશે અને ગણેશજી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે.
Advertisement
Tags :
Advertisement

.