Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાત્રે કેમ નખ કેમ ન કાપવા જોઈએ? આ છે તેમના પાછળના કારણો

આપણે ત્યાં  હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે. તેમાં પણ  ધર્મમાં માનનારા લોકો તેમનું ખાસ ધ્યાન રાખે છે. જેમાંની  એક માન્યતા એ છે કે રાત્રે વાળ અને નખ ન કાપવા. કદાચ તમે પણ રાત્રે વાળ અને નખ નહીં કાપતા  હોય . સૂર્યાસ્ત બાદ નખ કાપવા થી ધનની હાનિ થાય છે અને આપણે જમા થયેલ પૂંજી છે તે પણ નષ્ટ થઈ જાય છે. આવી તો ખબર નહી કેટલી બધી વાતો આપણા ઘરના મોટાઓના મોઢે સાંભળી હશે ન જાણે કેટલી વખત આપણે આ વાત પર સà
રાત્રે કેમ નખ કેમ ન કાપવા જોઈએ  આ છે તેમના પાછળના કારણો
આપણે ત્યાં  હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે. તેમાં પણ  ધર્મમાં માનનારા લોકો તેમનું ખાસ ધ્યાન રાખે છે. જેમાંની  એક માન્યતા એ છે કે રાત્રે વાળ અને નખ ન કાપવા. કદાચ તમે પણ રાત્રે વાળ અને નખ નહીં કાપતા  હોય . 
સૂર્યાસ્ત બાદ નખ કાપવા થી ધનની હાનિ થાય છે અને આપણે જમા થયેલ પૂંજી છે તે પણ નષ્ટ થઈ જાય છે. આવી તો ખબર નહી કેટલી બધી વાતો આપણા ઘરના મોટાઓના મોઢે સાંભળી હશે ન જાણે કેટલી વખત આપણે આ વાત પર સમજ્યા વિચાર્યા વગર જ તેનો અમલ પણ કર્યો હશે, અને આ પ્રથાઓને આગળ વધારતા જઈએ છીએ.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? રાત્રે વાળ અને નખ કેમ કપાતા નથી?  તો ચાલો  જાણીએ તેમના  પાછળનું વૈજ્ઞાનિક  કારણ.
શું છે ધાર્મિક  કારણ 
અમુક લોકો તેની પાછળ ધાર્મિક કારણ પણ માને છે કે હિન્દુ માન્યતા અનુસાર સાંજે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને એવું માનવામાં આવે છે કે તે સમૃદ્ધિ અને ધનની સાથે આશીર્વાદ આપવા માટે રાત્રે આપણા ઘરે જ રહે છે, એ સલાહ આપવામાં આવે છે કે રાત્રે નખ કાપવાથી અથવા વાળ કાપવાથી અથવા કચરો વાળવાથી તથા પૈસા આપવા જેવા કાર્ય કરવા જોઈએ નહીં જે દેવી લક્ષ્મીનો અનાદર કરે છે અને આમ કરવાથી તે ઘર છોડીને જતા રહે છે.
શું છે વૈજ્ઞાનિક કારણ 
રાતના સમયે ઓછા લાઈટના કારણે જ્યારે આપણે નખ કાપીએ છીએ ત્યારે તે ઉડી ને કોઈ પણ ખાદ્ય પદાર્થ અથવા કોઈની આંખમાં પણ જઈ શકે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનદાયક હોઈ શકે છે. તેથી જૂના સમયમાં લોકો તેના ઘણા કારણો ને લીધે નખ કાપવાની ના પાડતા હતા.
Advertisement
Tags :
Advertisement

.