Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM પદ જીતવાની નજીક પહોંચી ગયેલા ઋષિ સુનક આ કારણે હાર્યાં, જાણો

લિઝ ટ્રુસ (Liz Truss) ભારતીય મુળના મજબૂત દાવેજાર ઋષિ સુનકને (Rushi Sunak) હરાવીને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા અને બ્રિટનના વડાંપ્રધાન બન્યા. ચૂંટણીમાં જીત મેળવનારી લિઝ ટ્રુસને 81,326 મત મળ્યા જ્યારે ઋષિ સુનકને 60,399 મળ્યા. બ્રિટનમાં વડાપ્રધાનની ચૂંટણી દરમિયાન ઋષિ સુનક માત્ર બ્રિટન જ નહી પરંતુ ભારતમાં પણ ચર્ચામાં રહ્યાં. આ ચૂંટણીમાં સુનકની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી હતી. પરંતુ છà«
pm પદ જીતવાની નજીક પહોંચી ગયેલા ઋષિ સુનક આ કારણે હાર્યાં  જાણો
લિઝ ટ્રુસ (Liz Truss) ભારતીય મુળના મજબૂત દાવેજાર ઋષિ સુનકને (Rushi Sunak) હરાવીને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા અને બ્રિટનના વડાંપ્રધાન બન્યા. ચૂંટણીમાં જીત મેળવનારી લિઝ ટ્રુસને 81,326 મત મળ્યા જ્યારે ઋષિ સુનકને 60,399 મળ્યા. બ્રિટનમાં વડાપ્રધાનની ચૂંટણી દરમિયાન ઋષિ સુનક માત્ર બ્રિટન જ નહી પરંતુ ભારતમાં પણ ચર્ચામાં રહ્યાં. આ ચૂંટણીમાં સુનકની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી હતી. પરંતુ છેલ્લી ઘડીએ લિઝ ટ્રુસે (Liz Truss) બાજી મારી વડાપ્રધાન બનતા બનતા રહી ગયા, સુનકની હારની પાછળ અનેક કારણો જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે.
બોરિસને સત્તા પરથી હટાવવાનો આરોપ
સુનક પર તેમની જ પાર્ટીના નેતાઓએ બોરિસ જોનસનને (Boris Johnson) દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે તેની ઈમેજ ખરાબ થઈ હતી. બોરિસને સત્તા પરથી ઉતારવામાં સુનકની રાજનીતિ હતી અને તેના રાજીનામા બાદ સુનકે પાર્ટીના નેતાના પદ પર પોતાની દાવેદારી કરતા સોશિયલ મીડિયામાં 'રેડી ફોર ઋષિ' (Ready for Rishi) કેમ્પેઈન શરૂ કર્યું. જ્યારે લીઝ ટ્રુસે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને બોરિસ જોનસનના વફાદાર તરીકે રજુ કર્યાં. લિઝે પોતાના કેમ્પેઈનમાં વાત કરી કે, તે બોરિસ જોનસનની વફાદાર છે. તેમણે જોનસનની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં પોતાનો સહયોગ આપ્યો. જેનાથી વર્ષ 2019નાં મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા વચનો પૂર્ણ કરી શકાય.
લોકોની નારાજગી
ચૂંટણી કેમ્પેઈનની શરૂઆતમાં ઋષિ સુનકને પોતાની પાર્ટીના નેતાઓનું સારું સમર્થન મળી રહ્યું હતું પરંતુ છેલ્લા તબક્કો આવતા આવતા તેમણે સાજીદ જાવેદસ, નદીમ જાહવી સહિત અનેક સાંસદોનું સમર્થન ગુમાવ્યું. છેલ્લા રાઉન્ડ સુધીમાં તેઓ પાછળ રહી ગયા અને લિઝ ટ્રુસ આગળ નિકળી ગયા. YouGovના સર્વેમાં નાણાંમંત્રીના પદ દરમિયાન તેમની ટેક્સ નીતિ અને પ્રદર્શનથી 8% લોકો ખુશ નહોતા.  જ્યારે 7% લોકોને સુનકની ક્ષમતા પર ભરોસો નહોતો. જ્યારે 5% લોકોનું માનવું હતું કે સુનક જમીન સ્તરના નેતા નથી.
નેતૃત્વ માટે કાબેલ નહોતા
કેટલાક નેતાઓને સુનકની દાવેદારી એટલા માટે નબળી લાગી રહી હતી કારણ કે તેમને લાગતું હતું કે આગામી ચૂંટણીમાં લેબર પાર્ટી (Labor Party) સામે કન્ઝર્વેટિવ પાર્ટીને (Conservative Party) જીત અપાવવા માટે સુનક કાબેલ નથી. જ્યારે યુએસ ગ્રીન કાર્ડને લઈને એક ખુલાસો પણ સુનક વિરૂદ્ધ રહ્યો. જેમાં તેમના પર આરોપ લાગ્યો કે, UKમાં ચાન્સલરના પદે હોવા છતાં પણ તેઓ USના ગ્રીન કાર્ડ ધારક હતા. સુનક ઈન્ફોસિસ કંપનીના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ છે. સુનક અને તેમના પત્નિ લગ્ન બાદ લાંબા સમય સુધી USમાં રહ્યાં, બીજી તરફ UKમાં ડ્યુઅલ સિટિઝનશીપની માન્ય છે એવામાં અનેક નેતાઓને સુનકના ભવિષ્યની યોજનાને લઈને ચિંતા પણ હતી. જ્યારે સુનક વિશે ગ્રીન કાર્ડનો ખુલાસો થયો તો તેમણે માન્યુ કે તેમની પાસે ચાન્સલર પદ હોવા છતાં 18 મહિનાઓ સુધી US સિટિઝનશિપ હતી પરંતુ તેમણે ઓક્ટોબર 2021માં તેને રદ્દ કરી દીધી હતી. 
અમીર સાસરું
સુનકના લગ્ન ખુબ જ અમીર પરિવારમાં થયા છે. ઈન્ફોસિસ ફાઉન્ડર (Infosys Founder) નારાયણ મૂર્તિના (Narayana Murthy) તેઓ જમાઈ છે જે ભારતના ધનિક લોકોમાં આવે છે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સુનક રશિયા પર સખ્ત પ્રતિબંધોની વાત કરી રહ્યાં હતા ત્યારે તેના સસરા અને પત્નિની કંપની ઈન્ફોસિસ કંપનીનું કામકાજ રશિયામાં શરૂ હતું.  જેના પર સુનકે પ્રતિક્રિયા આપી હતી કે તેની પત્નિ બ્રિટનમાં સાંસદ તરીકે ચૂંટાઈ નથી. ઈન્ફોસિસના કામ-કારોબાર પર તેની કોઈ જવાબદારી નછી બનતી. જ્યારે અમુક મીડિયા રિપોર્ટમાં સુનકની પત્નિ અક્ષતા મૂર્તિ ભારતીય નાગરિક થઈને નોન ડોમિસાઈલ સ્ટેટસ પર રહી રહ્યાં છે. જેના લીધે તે ટેક્સ નથી ભરી રહ્યાં, આ સ્ટેટસના કારણે તેઓ 20 મિલિયન યૂરો બચાવી ચુક્યા છે. જે ટેક્સ તરીકે તેમણે આપવા પડત.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ઋષિ સુનક લોકોમાં 'ડિશી ઋષિ'ના નામથી પ્રખ્યાત થયાં હતા. તે સમયે યુકેની રાજનીતિના પંડિતો માનવા લાગ્યા હતા કે ઋષિ સુનક દેશના આગામી નેતા બની શકે છે.
Advertisement
Tags :
Advertisement

.