Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લિઝ ટ્રસને કેમ આપવું પડ્યું રાજીનામું? શું ઋષિ સુનક બનશે બ્રિટનના નવા PM ?

યુકેના પીએમ લિઝ ટ્રસે તેમની નિમણૂકના છ અઠવાડિયામાં જ રાજીનામું કેમ આપ્યું? તેમનો 45 દિવસનો કાર્યકાળ બ્રિટનના ઈતિહાસમાં PM પદનો સૌથી ટૂંકો કાર્યકાળ છે. લિઝ ટ્રસે જણાવ્યું હતું કે તે વડા પ્રધાન તરીકે રાજીનામું આપી રહ્યાં છે. શું કહ્યું લિઝ ટ્રસે ?ટ્રસે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે મેં મારા વચનો પૂરા કર્યા નથી. મેં મારી પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધો છે. હું માનું છું કે પરિસ્થિà
લિઝ ટ્રસને કેમ આપવું પડ્યું રાજીનામું  શું ઋષિ સુનક બનશે બ્રિટનના નવા pm
યુકેના પીએમ લિઝ ટ્રસે તેમની નિમણૂકના છ અઠવાડિયામાં જ રાજીનામું કેમ આપ્યું? તેમનો 45 દિવસનો કાર્યકાળ બ્રિટનના ઈતિહાસમાં PM પદનો સૌથી ટૂંકો કાર્યકાળ છે. લિઝ ટ્રસે જણાવ્યું હતું કે તે વડા પ્રધાન તરીકે રાજીનામું આપી રહ્યાં છે. 
શું કહ્યું લિઝ ટ્રસે ?

ટ્રસે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે મેં મારા વચનો પૂરા કર્યા નથી. મેં મારી પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધો છે. હું માનું છું કે પરિસ્થિતિને જોતાં, હું એ જનાદેશ ન આપી શકું, જેના પર મને કન્ઝર્વેટિવ પાર્ટીએ પસંદ કરી હતી. તેથી મેં મહામહિમ રાજા સાથે વાત કરી છે અને તેમને જાણ કરી છે કે હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી રહી છું.

આવતા સપ્તાહે યોજાશે ચૂંટણી 
ટ્રસે જણાવ્યું હતું કે નવા વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ નેતાની ચૂંટણી આવતા અઠવાડિયે યોજાશે. તે જ સમયે, બ્રિટનના વિપક્ષી લેબર નેતા કીર સ્ટારમેરે હવે સામાન્ય ચૂંટણીની માંગ કરી છે. અગાઉ, તેમની સરકારમાંથી એક વરિષ્ઠ પ્રધાનના રાજીનામાની શ્રેણી અને સંસદના નીચલા ગૃહમાં સભ્યોની ઉગ્ર ટીકા બાદ આ પદ પર ટ્રસના ચાલુ રાખવા અંગે શંકાઓ ઊભી થઈ હતી.
ટ્રસની આર્થિક યોજના નિષ્ફળ જતા ઉથલ-પાથલ 
ગયા મહિને, સરકારે એક આર્થિક યોજના રજૂ કરી, જે નિષ્ફળ થવાથી આર્થિક ઉથલપાથલ અને રાજકીય સંકટ સર્જાયું. ત્યારબાદ નાણામંત્રી બદલવા સિવાય, ટ્રસને તેમની ઘણી નીતિઓ બદલવી પડી હતી. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીમાં અનુશાસનહીનતા જોવા મળી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે ટ્રસે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું જોઈએ. 
અગાઉ ટ્રસે પોતાની ભૂલો પણ સ્વીકારી હતી 
અગાઉ બુધવારે ટ્રસે પોતાને "ભાગેલાને બદલે યોદ્ધા" ગણાવ્યા હતા. તેઓએ આ નિવેદન ત્યારે બહાર પાડ્યું જ્યારે તેમના નબળા આર્થિક આયોજનને લઈને તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. નવનિયુક્ત નાણાપ્રધાન જેરેમી હંટે એક મહિના કરતાં પણ ઓછા સમય પહેલાં તેમની સરકારના ટેક્સ કટના પેકેજના નિર્ણયોને ઉથલાવી દીધા હતા. ત્યારબાદ ટ્રસે પહેલીવાર સંસદના પ્રથમ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે સંસદમાં માફી માંગી અને બ્રિટિશ સરકારના વડા તરીકેના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન કરેલી ભૂલો સ્વીકારી હતી. જ્યારે ટ્રસ સંસદમાં બોલી રહ્યા હતા ત્યારે કેટલાક સાંસદોએ બૂમો પાડીને કહ્યું કે રાજીનામું આપો.
આ પહેલા ગૃહ સચિવનું રાજીનામું 
આ પહેલા બુધવારે યુકેના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના પર માઈગ્રન્ટ્સ સંબંધિત ડ્રાફ્ટ પોલિસી લીક કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ સરકારી નીતિઓ પ્રકાશિત થાય તે પહેલા જ તેના એક સાથીદારને મોકલી હતી. જે બાદ વડાપ્રધાન લિઝ ટ્રુસે સુએલા બ્રેવરમેનને રાજીનામું આપવા કહ્યું હતું. ભારતીય-અમેરિકન સુએલા બ્રેવરમેનના પિતા ગોવા મૂળના અને માતા તમિલ મૂળના છે. આ સિવાય સુએલા ભારત વિરોધી નિવેદનો આપવાને કારણે પણ વિરોધીઓના નિશાના પર હતી. 
 
ઋષિ સુનક ફરીએકવાર PM પદની રેસમાં 

અત્યારે આ વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનકને મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેઓ તાજેતરમાં ટ્રસ સામે ચૂંટણી હારી ગયા હતા, પરંતુ સ્પર્ધા અઘરી હતી. તેથી તેમને આ મોટું પદ આપવામાં આવી શકે છે. પરંતુ પાર્ટીનો એક વર્ગ ફરી એકવાર બોરિસ જોનસનને પણ પીએમ બનતા જોવા માંગે છે. તેમને અગાઉ મજબૂત અને ઐતિહાસિક જનાદેશ મળ્યો હતો. તેથી જો તેમને ફરીથી પીએમ બનાવવામાં આવે તો બ્રિટનની સ્થિતિ સુધરી શકે છે.
નારાયણ મૂર્તિના જમાઇ છે ઋષિ સુનક 

સુનકના લગ્ન ખુબ જ અમીર પરિવારમાં થયા છે. ઈન્ફોસિસ ફાઉન્ડર (Infosys Founder) નારાયણ મૂર્તિના (Narayana Murthy) તેઓ જમાઈ છે જે ભારતના ધનિક લોકોમાં આવે છે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સુનક રશિયા પર સખ્ત પ્રતિબંધોની વાત કરી રહ્યાં હતા ત્યારે તેમના સસરા અને પત્નિની કંપની ઈન્ફોસિસ કંપનીનું કામકાજ રશિયામાં શરૂ હતું. જેના પર સુનકે પ્રતિક્રિયા આપી હતી કે તેની પત્ની બ્રિટનમાં સાંસદ તરીકે ચૂંટાઈ નથી. ઈન્ફોસિસના કામ-કારોબાર પર તેમની કોઈ જવાબદારી નથી બનતી. જ્યારે અમુક મીડિયા રિપોર્ટમાં સુનકની પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય નાગરિક થઈને નોન ડોમિસાઈલ સ્ટેટસ પર રહી રહ્યાં છે.   અને તેના લીધે તે ટેક્સ નથી ભરી રહ્યાં, તેમજ આ સ્ટેટસના કારણે તેઓ 20 મિલિયન યૂરો બચાવી ચુક્યા છે. જે ટેક્સ તરીકે તેમણે આપવા પડત.તેવી વાત બહાર આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ઋષિ સુનક લોકોમાં 'ડિશી ઋષિ'ના નામથી પ્રખ્યાત થયાં હતા. 
શા માટે ઋષિ સુનક અગાઉ હાર્યા હતા તેના કારણો પર નજર કરીએ તો  

બોરિસને સત્તા પરથી હટાવવાનો આરોપ
સુનક પર તેમની જ પાર્ટીના નેતાઓએ બોરિસ જોનસનને (Boris Johnson) દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે તેની ઈમેજ ખરાબ થઈ હતી. બોરિસને સત્તા પરથી ઉતારવામાં સુનકની રાજનીતિ હતી અને તેના રાજીનામા બાદ સુનકે પાર્ટીના નેતાના પદ પર પોતાની દાવેદારી કરતા સોશિયલ મીડિયામાં 'રેડી ફોર ઋષિ' (Ready for Rishi) કેમ્પેઈન શરૂ કર્યું. જ્યારે લીઝ ટ્રુસે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને બોરિસ જોનસનના વફાદાર તરીકે રજુ કર્યાં. લિઝે પોતાના કેમ્પેઈનમાં વાત કરી કે, તે બોરિસ જોનસનની વફાદાર છે. તેમણે જોનસનની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં પોતાનો સહયોગ આપ્યો. જેનાથી વર્ષ 2019નાં મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા વચનો પૂર્ણ કરી શકાય.
લોકોની નારાજગી
ચૂંટણી કેમ્પેઈનની શરૂઆતમાં ઋષિ સુનકને પોતાની પાર્ટીના નેતાઓનું સારું સમર્થન મળી રહ્યું હતું પરંતુ છેલ્લા તબક્કો આવતા આવતા તેમણે સાજીદ જાવેદસ, નદીમ જાહવી સહિત અનેક સાંસદોનું સમર્થન ગુમાવ્યું. છેલ્લા રાઉન્ડ સુધીમાં તેઓ પાછળ રહી ગયા અને લિઝ ટ્રુસ આગળ નિકળી ગયા. YouGovના સર્વેમાં નાણાંમંત્રીના પદ દરમિયાન તેમની ટેક્સ નીતિ અને પ્રદર્શનથી 8% લોકો ખુશ નહોતા. જ્યારે 7% લોકોને સુનકની ક્ષમતા પર ભરોસો નહોતો. જ્યારે 5% લોકોનું માનવું હતું કે સુનક જમીન સ્તરના નેતા નથી.
Advertisement
Tags :
Advertisement

.