નરેન્દ્ર મોદી શા માટે નંબર વન નેતા છે? એ જાણવા માટે તમારે આ તો વાંચવું જ જોઈએ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિન છે. આરએસએસના પ્રચારકથી માંડીને દેશના વડાપ્રધાન પદ સુધીની સફરમાં નરેન્દ્ર મોદીની અથાગ મહેનત અને લક્ષ્ય સુધી પહોંચવાની ધગશ જોવા મળે છે. નરેન્દ્ર મોદીના આવા જ ગુણના કારણે તેઓ દેશ અને વિદેશના લોકપ્રિય નેતા બની શક્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સફર સંઘર્ષભરી રહી છે. કિશોરાવસ્થામાં તેઓ ચાની લારી પણ ચલાવતા હતા. યુવાવસ્થામાં તેઓ à
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિન છે. આરએસએસના પ્રચારકથી માંડીને દેશના વડાપ્રધાન પદ સુધીની સફરમાં નરેન્દ્ર મોદીની અથાગ મહેનત અને લક્ષ્ય સુધી પહોંચવાની ધગશ જોવા મળે છે. નરેન્દ્ર મોદીના આવા જ ગુણના કારણે તેઓ દેશ અને વિદેશના લોકપ્રિય નેતા બની શક્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સફર સંઘર્ષભરી રહી છે. કિશોરાવસ્થામાં તેઓ ચાની લારી પણ ચલાવતા હતા. યુવાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સભ્ય બન્યા બાદ તેમણે 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. આરએસએસમાં જોડાયા બાદ તેમણે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. તેઓ આરએસએસના પ્રચારક બન્યા અને ગુજરાતના ગામડાઓમાં ફરતા રહેતા હતા. આરએસએસના પ્રચારક દરમિયાન તેમણે અથાગ મહેનત કરી હતી અને રાત દિવસ જોયા વગર રાષ્ટ્રસેવાની વિચારધારાનો પ્રસાર કરવા માટે પ્રયાસ કર્યા હતા.
1987માં તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવ્યા હતા અને ત્યારથી જ ભાજપના પ્રચાર પ્રસાર માટેની તેમની મહેનત શરુ થઇ હતી. તેઓ ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી બન્યા બાદ એક એક કાર્યકર સાથે તેમનો સંપર્ક થયો હતો. સતત ફરતા રહેવાની ટેવના કારણે તેઓ પ્રત્યેક કાર્યકરના ઘરના સભ્યોને પણ ઓળખતા હતા. દરેક ગામમાં તેમના સંપર્કો છે અને આજે પણ તેમની સાથે કાર્ય કરી ચુકેલા લોકો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ભાજપનો ગુજરાત અને દેશમાં પ્રસાર થાય તે માટે ભાજપના શિર્ષસ્થ નેતાઓ સાથે રાત દિવસ કાર્ય કરતા રહેતા હતા. તેમણે સોમનાથથી અયોધ્યા યાત્રા અને કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા જેવી ભાજપની રાષ્ટ્રીય કૂચમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર બન્યા બાદ તેમને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે દિલ્હી મોકલાયા હતા. ત્યાં પણ તેમણે 18 કલાક કામ કર્યું. તેમણે હિમાચલ પ્રદેશમાં પણ કામ કર્યું.
2002માં તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા હતા અને ત્યારબાદ તેમણે શાસન પર પણ પકડ મેળવી હતી. સતત કાર્ય કરીને તેઓ ગુજરાતનો વિકાસ કરવા અને જનતાની તકલીફો દુર કરવાના પ્રયાસ કરતા રહેતા હતા. મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં એક દાયકા કરતા વધુ સમય કામ કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ જોમ અને જુસ્સાથી ભરેલું છે. તે ક્યારેય થાકતા નથી. સાદુ જીવન અને ઉચ્ચ વિચાર જાણે તેમનો મંત્ર છે. કોઇ પણ તકલીફ આવે પણ કાર્યને તેના લક્ષ્ય સુધી પહોંચાડીને જ તેઓ રહે છે. તેઓ ઘણી વાર કહેતા સંભળાય છે કે જે કાર્યનો શિલાન્યાસ તેમણે કર્યો હોય તે કાર્યનું ઉદ્ઘાટન પણ તેઓ જ કરે છે. 2014માં તેમને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા ત્યાર બાદ તેમણે દેશભરનો સતત પ્રવાસ કર્યો હતો. સતત મુસાફરીનો થાક અને ગળુ બેસી ગયું હોય, પગમાં સોજા ચડી ગયા હોય, તેમ છતાં પણ તેમણે દેશભરનો પ્રવાસ કર્યો હતો. તમામ તકલીફોને અવગણીને કાર્ય કરતા રહેવું એ તેમનો સ્વભાવ છે. તેમની સાથે કાર્ય કરનારા અનેક કાર્યકરો જાણે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે કદમ મીલાવીને કામ કરવું અઘરું હોય છે. આજે દેશના વડાપ્રધાન પદે પહોંચ્યા પછી પણ તેમની કાર્યપદ્ધતી આવી જ રહી છે અને સતત કામ કરતા રહે છે. .
આજે એમના જન્મદિને એ 2014ની લોકસભાની ચૂંટણીનો પ્રચાર દિવસની વાત યાદ આવી જાય છે. 2014માં તેમને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ તેમનો દેશભરમાં પ્રવાસ શરુ થયો હતો. તેમની જાહેરસભા દેશના ખુણે ખુણે યોજાતી હતી અને દિવસમાં ત્રણથી ચાર અને ક્યારેક તેનાથી વધુ જાહેરસભાઓ તેઓ સંબોધતા હતા. બેક ટુ બેક સભાઓ અને યુદ્ધના ધોરણે તેઓ પ્રવાસ કરતા હતા. પ્રચારના દિવસોમાં પણ તે સમય કાઢીને નાનામાં નાના કાર્યકરને પણ મળતા હતા. આવી જ એક સભાને સંબોધવા તેઓ મધ્ય ગુજરાતના એક શહેરમાં આવ્યા હતા અને એરપોર્ટ પર તેમનો નાનો વિરામ હતો. વિરામ દરમિયાન તેઓ સામાન્ય કાર્યકરોને મળતા હતા ત્યારે અચાનક એક કાર્યકરનું ધ્યાન ગયું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પગમાં સોજા આવી ગયા છે. તેનાથી ના રહેવાયું અને તેણે કહ્યું કે સાહેબ તમારા પગમાં સોજા ચડી ગયા છે અને ત્યારે વડાપ્રધાનશ્રીએ તેને જવાબ આપ્યો કે ભાઇ આ નાનું સૂનું કામ થોડી છે..આપણે દેશમાં પરિવર્તન લાવવાનું છે...સોજા તો ઉતરી જશે... આ જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક કાર્યકર વડાપ્રધાનશ્રીની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઇને અવાક થઇ ગયો હતો. તેમના આવા જ ગુણના કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે પણ દેશ અને વિદેશના લોકપ્રિય નેતા છે
Advertisement