Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરહદ પર કેમ ચીન વસાવી રહ્યું છે 'મોડલ વિલેજ', તસવીરોમાં જોવા મળ્યા કાર અને બગીચા

ચીન વિસ્તરણવાદી વલણને અટકાવવાનું નામ નથી લઇ રહ્યું. હવે ચીને નેપાળની સરહદ પર  મોડેલ ગામો વસાવ્યા છે. બેઇજિંગના નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર મોડેલ ગામો બનાવવાની યોજના પર પોતે દેખરેખ રાખા રહ્યા છે. બીજી તરફ LAC અને ભૂતાન સાથે વિવાદીત વિસ્તારોમાં હાલમાં ચીનની સેના સ્થાયી થઈ રહી છે. ચીન સરહદ પર તેના વિસ્તરણવાદી નિતી રોકવાનું નામ નથી લઇ રહ્યું, તેણે ફરી ડà«
સરહદ પર કેમ ચીન વસાવી રહ્યું છે  મોડલ વિલેજ   તસવીરોમાં જોવા મળ્યા કાર અને બગીચા
ચીન વિસ્તરણવાદી વલણને અટકાવવાનું નામ નથી લઇ રહ્યું. હવે ચીને નેપાળની સરહદ પર  મોડેલ ગામો વસાવ્યા છે. બેઇજિંગના નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર મોડેલ ગામો બનાવવાની યોજના પર પોતે દેખરેખ રાખા રહ્યા છે. બીજી તરફ LAC અને ભૂતાન સાથે વિવાદીત વિસ્તારોમાં હાલમાં ચીનની સેના સ્થાયી થઈ રહી છે. ચીન સરહદ પર તેના વિસ્તરણવાદી નિતી રોકવાનું નામ નથી લઇ રહ્યું, તેણે ફરી ડોકલામમાં ફરી એકવાર પોતાના નાપાક ઈરાદા દર્શાવ્યા છે અને ચીને આ સરહદો પર પોતાના મોડેલ ગામ વસાવી લીધું હોવાના અહેવાલો છે. 
 
ચીને પોતાના માજી સૈનિકોને વસાવવાની તૈયારીઓ કરી 
ભારતે પડોશી દેશ ભૂતાનને આ અંગે ચેતવણી આપી છે. બેઇજિંગનો હેતુ ભારત સાથેની 3488 કિમીની વાસ્તવિક સીમા (LAC)ની આસપાસના વિસ્તારો પર તેના દાવાઓને મજબૂત કરવાનો છે. તે જ સમયે, તે ભૂતાન સાથેની 477 કિલોમીટરની સરહદ પર પણ ચીન વર્ચસ્વ જમાવવા માંગે છે. ચીન પર બાજ નજર રાખતા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શી જિનપિંગ સરકાર મોડેલ ગામો બનાવવાની યોજના પર કામ કરી રહી છે અને પછી LACની નજીક અને ભૂતાન સાથે વિવાદીત વિસ્તારોમાં તે ગામોના ગોમો વસાવી રહી છે. અહીં ચીન પોતાના માજી સૈનિકોને વસાવવાની તૈયારીઓ પણ કરી રહ્યું છે. જે તિબેટમાં 'હાન ચીની શાસન'ને મજબૂત કરવા માટે વસ્તી સંતુલન બદલવાની રાષ્ટ્રપતિ જિનપિંગની આ નીતિનો એક ભાગ છે.

ચાઈનીઝ યુટોપિયન ગામમાં કાર અને બગીચા જોવા મળ્યા
MAXAR દ્વારા કેપ્ચર કરાયેલી કેટલીક તસવીરો મંગળવારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં અમુ ચુ નજીક સ્થિત ચાઈનીઝ યુટોપિયન ગામમાં કાર અને બગીચા જોવા મળ્યા હતા. આના દ્વારા ચીન સ્વાયત્ત ક્ષેત્રમાં તિબેટીયન બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા અલગતાવાદની માંગને સમાપ્ત કરવા માંગે છે. તેની સાથે સુન્ની બહુમતી ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં પણ તે આવું જ કરી રહ્યું છે.

 ચીનના બોર્ડર એરિયા મૂવમેન્ટ  પર ભારતની બાજ નજર'
ભારતનું કહેવું છે કે તે તેની સુરક્ષાને અસર કરતા તમામ સરહદી વિસ્તારમાં થતી મૂવમેન્ટ અને હલચલ પર નજર રાખે છે. આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સરકાર આવા કિસ્સામાં તે મુજબ અને જરૂરી પગલાં લે છે. "અમે તમામ બોર્ડરના વિકાસ પર નજર રાખીએ છીએ જે રાષ્ટ્રીય સુરક્ષા પર અસર કરી શકે છે અને તે મુજબ પગલાં લઈએ છીએ," 
 
17 જુલાઈએ  છેલ્લી વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની બેઠક મળી 
આ પહેલા ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે 73 દિવસ સુધી અથડામણ થઈ હતી જ્યારે ચીને ભૂતાન દ્વારા દાવો કરાયેલા વિસ્તારમાં રસ્તાઓ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાના પ્રયાસોની મંત્રણા હાલમાં ચાલુ છે. 17 જુલાઈના રોજ યોજાયેલી છેલ્લી વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની બેઠકમાં, બંને પક્ષોએ એપ્રિલ 2020 સુધી તમામ સરહદી પરિસ્થિતિને યથાવત સ્થિતિ પુનઃસ્થાપિત કરવા મુદ્દે પણ વાત કરવામાં આવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.