Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શા માટે વધ્યું છે ગરમીનું આટલું પ્રમાણ?

શા માટે ગરમીનું પ્રમાણ આટલું વધ્યું છે તેનો જવાબ આપતા આંગળી સૌથી પહેલા ખુદ આપણી તરફ જ ચિંધાય તેમ છે. સતત વધતા કોંક્રિટના જંગલો. પ્રગતિની લ્હાયમાં આડેધડ કપાતા વૃક્ષો. વધતું ઔદ્યોગિકરણ. વધતી જતી એરકન્ડીશન્ડની સંખ્યા. વધતા વાહનો. બધા જ કારણો આ વધતી જતી ગરમી માટે ખુદ મનુષ્યને આ માટે દોષિત ઠેરવતો ઇશારો કરે છે. વધતી કોક્રિંટની ઇમારતો ગરમીનું મુખ્ય કારણ સોલર રેડીએશનને વધારે રિફ્લેક્ટ
02:24 PM May 12, 2022 IST | Vipul Pandya
શા માટે ગરમીનું પ્રમાણ આટલું વધ્યું છે તેનો જવાબ આપતા આંગળી સૌથી પહેલા ખુદ આપણી તરફ જ ચિંધાય તેમ છે. સતત વધતા કોંક્રિટના જંગલો. પ્રગતિની લ્હાયમાં આડેધડ કપાતા વૃક્ષો. વધતું ઔદ્યોગિકરણ. વધતી જતી એરકન્ડીશન્ડની સંખ્યા. વધતા વાહનો. બધા જ કારણો આ વધતી જતી ગરમી માટે ખુદ મનુષ્યને આ માટે દોષિત ઠેરવતો ઇશારો કરે છે. 
  • વધતી કોક્રિંટની ઇમારતો ગરમીનું મુખ્ય કારણ 
  • સોલર રેડીએશનને વધારે રિફ્લેક્ટ કરે છે કોંક્રિટ 
  • કોંક્રેટાઇજેશનને કારણે વરસાદનું પાણી જમીનની અંદર ઉતરતું નથી 
મહાનગરોમાં જોવા મળતી પડતી પ્રચંડ ગરમીને લઇને નિષ્ણાતોનું કહેવું છે કે  મહાનગરોમાં બહુ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. અને મોટી-મોટી ઇમારતો ઉભી કરવામાં આવી રહી છે. ઇમારતો કોંક્રિટથી બને છે. માટે હવે શહેરો કોંક્રિટના જંગલ જેવા થઇ ગયા છે. કોંક્રેટાઇઝેશને કારણે બે પ્રકારથી ગરમી વધે છે. એક તો કોંક્રિટ સોલર રેડિએશનને વધારે રિફ્લેક્ટ કરે છે. બીજું કોંક્રેટાઇજેશનને કારણે જમીનની અંદર પાણી ઓછું શોષાય છે. જમીનની અંદર પાણી ઓછું ઉતરવાને કારણે ધરતી શુષ્ક બની જાય છે અને ગરમી વધારે અનુભવાય છે.  
  • સૂરજ અસ્ત થયા પછી પણ નથી ઘટતું તાપમાન 
  • ઇમારતો વચ્ચે ફસાયેલું ઉત્સર્જન તાપમાન વધારે છે 
  • આ કારણથી રાત્રે પણ ભઠ્ઠીની જેમ તપે છે શહેરો 
અર્બન હિટ આઇલેન્ડના પ્રભાવને કારણે સૂરજ અસ્ત થયા પછી પણ શહેરનું તાપમાન ઓછું નથી થતું. કારણ કે ઇમારતો વચ્ચે ફસાયેલું ઉત્સર્જન વાતાવરણમાં ઘોળાઇને તાપમાનને અધિક વધારે છે. જેને કારણે શહેરોમાં દિવસે તો ગરમીનો પ્રકોપ રહે જ છે. રાત્રે પણ શહેર ભઠ્ઠીની જેમ તપતા હોય છે. પહેલાની તુલનાએ હવે વધારે ગરમી પડવા લાગી છે. આપ ખુદ જોઇ શકશો કે જે જગ્યાએ ખૂબ ઉંચી-ઉંચી ઇમારતો હશે ત્યાં આપને ગૂંગળામણ અનુભવાશે. પરંતુ જ્યાં વાતાવરણ ખુલ્લું હોય છે. હરિયાળી હોય છે ત્યાં ઠંડક વધારે હોય છે. 
  • હિટ આઇલેન્ડ બની રહ્યા છે મહાનગરો 
  • આસપાસના ગામો કરતા હોય છે વધારે ગરમી 
  • એક પ્રકારનો ગરમ ટાપુ બની જાય છે શહેરો
હિટ આઇલેન્ડ અથવા તો અર્બન હિટ આઇલેન્ડ એવા મહાનગરોને કહેવામાં આવે છે. જ્યાં મોટી-મોટી ઇમારતો બનવાને કારણે અથવા તો ઉદ્યોગોને કારણે એવું બને કે તે મહાનગરની આસપાસના ગામોમાં ઓછી ગરમી પડતી હોય પરંતુ શહેરનું તાપમાન વધારે હોય. હિટ આઇલેન્ડ બની જવાથી એક તો ગરમી વધારે પડે છે. સાથે જ ગરમીથી થતી પરેશાની જેમ કે લૂ અને બીમારીનું જોખમ વધી જાય છે..
  • આડેધડ કપાઇ રહ્યા છે વૃક્ષો 
  • વૃક્ષો અને હરિયાળી ઘટાડે છે તાપમાન 
વૃક્ષોનું આડેધડ નિકંદન કઢાઇ રહ્યું છે. તાપમાનને નીચું રાખવા માટે વૃક્ષોની કામગીરી ખૂબ મોટી હોય છે. પરંતુ  હરિયાળી દિવસેને દિવસે ઘટી રહી છે. વૃક્ષો આડેધડ કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે પણ ગરમી વધી છે. 
  • ઘરોમાં AC નો ઉપયોગ વધી રહ્યો છે. એસી રૂમનું ટેમ્પરેચર તો ઘટાડે છે. પરંતુ  બહારનું ટેમ્પરેચર વધારી દે  છે. 
Tags :
GujaratFirstheatHeatStrokeSummer
Next Article