Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ટી બેગ'ની ડીપ-ડીપવાળી ચાની બેગનું ઉપરનું લેયર કેમ નથી ઓગળતું? જાણો ન પીવા પાછળનું કારણ

આપણામાંથી મોટા ભાગના લોકોના દિવસની શરૂઆત સવારની એક કપ ચા થી થતી હોય છે. ઘણાં લોકો દૂધવાળી ચા પીતા હોય છે, તો ઘણાં લોકોને બ્લેક ટી પીવી પસંદ હોય છે. પરંતુ જો તમે તે માટે ટી બેગનો ઉપયોગ (Tea Bags) કરતા હોવ તો, સાવધઆન થઈ જાવ.. કારણે કે આ ટી બેગની ચા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો વિસ્તારથી સમજીએ આ વાત..રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, પ્લાસ્ટિકની એક ટી બેગ તમારા કપમાં માઇક્à
01:24 PM Sep 06, 2022 IST | Vipul Pandya

આપણામાંથી મોટા ભાગના લોકોના દિવસની શરૂઆત સવારની એક કપ ચા થી થતી હોય છે. ઘણાં લોકો દૂધવાળી ચા પીતા હોય છે, તો ઘણાં લોકોને બ્લેક ટી પીવી પસંદ હોય છે. પરંતુ જો તમે તે માટે ટી બેગનો ઉપયોગ (Tea Bags) કરતા હોવ તો, સાવધઆન થઈ જાવ.. કારણે કે આ ટી બેગની ચા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો વિસ્તારથી સમજીએ આ વાત..

રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, પ્લાસ્ટિકની એક ટી બેગ તમારા કપમાં માઇક્રોપ્લાસ્ટિક્સ અને 3.1 અબજ નેનો પ્લાસ્ટિક જેવા હાનિકારક 11.6 અબજ કણોને મુક્ત કરી શકે છે. તેમજ ટી બેગમાંથી ચામાં બહાર હાનિકારક ઝેર નીકળે છે. ટી બેગ્સ અબજો માઇક્રો અને નેનો પ્લાસ્ટિકને ગરમ પાણીમાં મુક્ત કરે છે. નાયલોન પોલિપ્રોપીલિન (પ્લાસ્ટિકનો એક પ્રકાર)નું સૌથી મુખ્ય કારણ છે.

કાગળની ચાની થેલીઓમાં એપીક્લોરોહાઈડ્રિન નામનું એક હાનિકારક રસાયણ હોય છે, જેનો ઉપયોગ બેગ તૂટી ન જાય તે માટે કરવામાં આવે છે. એપીક્લોરોહાઈડ્રિન ગરમ પાણીમાં જાય છે, જે કેન્સરનું કારણ બની શકે છે અને પ્રજનન ઝેર છે. ન્યુટ્રિશનિસ્ટ તેને "ખતરનાક" કહે છે, કારણ કે હોર્મોનલ સમસ્યાઓવાળા ઘણા લોકો ટી બેગ્સનો ઉપયોગ કરે છે.

મોટે ભાગે ચાની થેલીઓમાં ડાયોક્સિન અથવા એપીક્લોરોહાઈડ્રિનનું એક પ્રકારનું કોટિંગ હોય છે અથવા તેને ક્લોરિનમાં મૂકવામાં આવે છે. તેથી જ્યારે તેને ગરમ પાણી જાય છે, ત્યારે તે પીણામાં મુક્ત થઇ શકે છે અને તે માનવ શરીરમાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. 

તેથી નિષ્ણાંતો અનુસાર ટી બેગ્સને બદલે પાઉડર અથવા છૂટક ચાનો ઉપયોગ કરવો જોઈએ. 

Tags :
CupofteaGujaratFirstHealthCareHealthTipsHerbalTeateaTeaBagTips
Next Article