કેમ ના લીધી હતી કોરોનાની રસી, અખિલેશ યાદવે આખરે પડદો ઉઠાવ્યો
કોરોના વેક્સીનનો વિરોધ કરવાવાળી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ અખિલેશ યાદવે કોરાના વેક્સિન નહી લેવાના મુદ્દે આખરે પડદો હટાવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન અખિલેશ યાદવે કેમ રસી લીધી ન હતી તે વિશે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં અખિલેશ યાદવે કેમ તેમણે કોરોનાની રસી લીધી ન હતી તેનું કારણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રાજ્યપાલના અભિભાષણના આભાર પà
કોરોના વેક્સીનનો વિરોધ કરવાવાળી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ અખિલેશ યાદવે કોરાના વેક્સિન નહી લેવાના મુદ્દે આખરે પડદો હટાવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન અખિલેશ યાદવે કેમ રસી લીધી ન હતી તે વિશે જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં અખિલેશ યાદવે કેમ તેમણે કોરોનાની રસી લીધી ન હતી તેનું કારણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રાજ્યપાલના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ભાષણમાં કહેવાયું હતું કે કેટલાક લોકોએ તો કોરોનાની રસી પણ લીધી ન હતી. તેના પર અખિલેશ યાદવે કહ્યું કે તે વેક્સિન પર જે ફોટો લગાવાયો હતો તે ફોટાના કારણે તેમણે વેક્સિન લીધી ન હતી. તેમણે તર્ક કર્યો કે તમામ દેશોમાં વેક્સિન પર કોઇ ફોટો લગાવાયો ન હતો પણ માત્ર આપણા જ દેશમાં કોરોના વેક્સિન પર ફોટો હતો.
ઉલ્લેખનિય છે કે કોરોના વેક્સિનને ભાજપની રસી બતાવીને તેમણે કોરોનાની રસી ના લેવાની અપિલ કરી હતી અને વિધાનસભા સત્રમાં હવે તેમણે આ પ્રકારની સફાઇ આપી હતી. તેમણે ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને કટાક્ષ કરતાં કહ્યું કે તે વૈજ્ઞાનિક નથી પણ વિશ્વમાં ઘણા લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. કોરોના સંક્રમણથી થયેલા લોકોના મોત અંગે અખિલેશ યાદવના આરોપના જવાબ આપતા ઉપ મુખ્યમંત્રી કેશ પ્રસાદ મૌર્યએ કહ્યું કે અખિલેશે રસીને ભાજપની રસી જણાવી હતી. તે ના તો રસી લે છે કે માથા પર તિલક કરે છે.
અખિલેશ યાદવે દેશમાં રસીકરણનો પ્રારંભ થયા બાદ તેને ભાજપની રસી ગણાવી કહ્યું હતું કે તે કોરોનાની રસી નહી લે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર આવશે તો તેઓ રાજ્યમાં મફત રસીકરણ કરાવશે. કોરોનાની રસીને ભાજપની રસી કહેવા બદલ અખિલેશ યાદવની ખાસ્સી ટિકા થઇ હતી. ભાજપ તો ઠીક પણ અન્ય પક્ષોના નેતાઓએ પણ તેમનું નિવેદન બિનજવાબદાર અને ખોટું ગણાવ્યું હતું.
Advertisement