Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શા માટે બપ્પી દા આટલું સોનું પહેરતા? માઇકલ જેક્સન તેમના ક્યા ગીતના દીવાના હતા?

હજુ તો સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનને બે સપ્તાહ પણ પૂરાં નથી થયા તેવામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને નવી ઓળખ આપનારા મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 69 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. બોલિવૂડના ડિસ્કો કિંગ તરીખે ઓળખાતા બપ્પીદાના સંગીતના માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રશંસકો છે. ત્યાં સુધી કે સુà
08:11 AM Feb 16, 2022 IST | Vipul Pandya
હજુ તો સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનને બે સપ્તાહ પણ પૂરાં નથી થયા તેવામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને નવી ઓળખ આપનારા મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 69 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. બોલિવૂડના ડિસ્કો કિંગ તરીખે ઓળખાતા બપ્પીદાના સંગીતના માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રશંસકો છે. ત્યાં સુધી કે સુપ્રસિદ્ધ પોપ સ્ટાર માઇકલ જેક્સન પણ બપ્પીદાના સંગીતના દીવાના હતા. સંગીતકાર તરીકેની પોતાની કારર્કિર્દી દરમિયાન તેમણે 500 કરતા પણ વધારે ગીતો કમ્પોઝ કર્યા છે. મહત્વની વાત એ છે કે તેઓ પોતાના સંગીતના કારણે તો પ્રસિદ્ધ હતા જ પરંતુ સાથે સોના પ્રત્યેના પ્રેમના લીધે પણ ચર્ચાનું કેન્દ્ર બનતા હતા. બપ્પી લહેરી હંમેશાં સોનાના આભૂષણોથી લદાયેલા રહેતા. 
શા માટે બપ્પી લહેરી આટલું સોનું પહેરતા?
આમ તો આ સવાલ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે કે બપ્પીદા આટલી મોટી માત્રામાં શા માટે સોનું પહેરતા હતા? આ સાવલનો જવાબ તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યો હતો. તેમણે ત્યારે કહ્યું હતું કે 'એક હોલિવૂડ કલાકારના કારણે તેમણે સોનું પહેરવાનું શરુ કર્યું છે'. બપ્પી લહેરીએ કહ્યું હતું કે ‘હું હોલિવૂડ સિંગર એલ્વિસ પ્રેસ્લીને ખૂબ પસંદ કરતો હતો. મેં જોયું કે તેઓ હંમેશાં ગળામાં સોનાની ચેન પહેરતા હતા. મને તેમનો આ અંદાજ પસંદ આવ્યો. હું વિચારતો કે જ્યારે હું એલ્વિસની માફક સફળ થઇશ ત્યારે તેવી જ ઇમેજ બનાવીશ. ’ આ સિવાય બપ્પી લહેરી સોનાના ઘરેણાને પોતાના માટે શુભ પણ માનતા હતા. 
બપ્પી લહેરીએ એવું પણ કહ્યું હતું કે ‘મારી માતાએ મને સોનાની એક ચેઇન આપી હતી. જેની સાથે હરે રામ હરે કૃષ્ણનું લોકેટ પણ હતું. સાથે તેણે કહ્યું હતું કે 'આ ચેન મારા માટે લકી સાબિત થશે. ત્યારે જ મને મારી પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ જખ્મી પણ મળી. મારી માતા બાદ માારી પત્નીએ પણ મને ગણપતિના લોકેટવાળી સોનાની ચેઈન આપી હતી.’
ધનતેરસ પર સોનાનો બનાવ્યો હતો ટી-સેટ 
બપ્પી લહેરીના સોના પ્રત્યેના પ્રેમનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે 2021ના વર્ષમાં ધનતેરસના અવસર પર તેમની પત્નીએ તેમને સોનાનો ટી-સેટ ભેટમાં આપ્યો હતો. આ વિશે તેમણે કહ્યું હતું કે ‘મે પત્નીને ધનતેરસ ઉપર સોનાનો ટી સેટ લેવા માટે કહ્યું હતું. મેં આવા એક સુંદર ટી સેટને ક્યાંક જોયો હતો અને મને તે પસંદ પણ આવ્યો હતો. આ જ કારણે મારી પત્નીએ મને સોનાનો ટી સેટ આપ્યો છે. અમે દર વર્ષે ધનતેરસ ઉપર સોનાની ખરીદી કરીએ છીએ અને તેને શુભ ગણીએ છીએ’
‘મને ગોલ્ડમેન તરીખે ઓળખાવાનો ગર્વ છે’
અન્ય એક ઇન્ટરવ્યૂ દરમિયાન બપ્પીદાએ કહ્યું હતું કે ‘મને ગોલ્ડમેન તરીખે ઓળખાવાનો ઘણો ગર્વ છે. સોનું મારા માટે લકી છે. મેં જ્યારથી સોનું પહેરવાનું શરુ કર્યુ છે ત્યારથી મારા ગીત હિટ થયા છે. ’ ઉલ્લેખનીય છે કે બપ્પી લહેરીએ ડિસ્કો ડાન્સર, નમક હલાલ, હિમ્મતવાલા, શરાબી વગેરે જેવી ફિલ્મો માટે સુપરહિટ ગીતો આપ્યા છે. ખાસ કરીને 80 અને 90ના દાયકામાં તેમણે આપેલું સંગીત ઘણું લોકપ્રિય થયું હતું. તે સમયના તેમના ઘણા ગીતોને રિક્રિએટ પણ કરવામાં આવ્યા છે. તેમણે છેલ્લે 2020માં એક ફિલ્મ માટે સંગીત આપ્યું હતું.
બપ્પી લહેરી અને તેમની પત્ની પાસે કેટલું સોનુ છે?
બપ્પી લહેરી વિશે આ બધી વાતો જાણ્યા બાદ સવાભાવિક છે કે એવો પ્રશ્ન થાય કે તેમની પાસે કેટલું સોનુ છે? આ સવાલનો જવાબ તેમણે 2014 લોકસભા ચૂંટણી વખતે આપ્યો હતો. 2014ના વર્ષમાં બપ્પીદા લોકસભા ચૂંટણી લડ્યા હતા. તે સમયે ઉમેદવારી માટે જે એફિડેવિટ કરવામાં આવે છે તેમાં આ વિગતો તેમણે આપી હતી. તેમણે એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની પાસે 752 ગ્રામ સોનુ છે. જ્યારે તેમની પત્ની પાસે કુલ 967 ગ્રામ સોનુ છે. અત્યારના ભાવ પ્રમાણે જો આ સોનાની કિંમત ગણીએ તો 86 લાખ રુપિયા થાય છે. આ સિવાય તેમની પાસે 4.62 કિલો અને તેમની પત્ની પાાસે 8.9 કિલો ચાંદી હોવાની વાત તમણે કરી હતી. જેની અત્યારના ભાવ પ્રમાણે લગભગ 9 લાખ રુપિયા કિંમત થાય છે. આ બધા ઉપરાંત તેમની પત્ની પાસે 4 લાખ કરતા પણ વધાારેની કિંમતના હીરા હતા. આ તો વાત તઇ 2014ના વર્ષની, ત્યારબાદ તો તેમણે ઘણી ખરીદી કરી હશે.
4 વર્ષની ઉંમરે તબલા, 20 વર્ષની ઉંમરે કમ્પોઝર!
અહીં જે તસવીર આપવામાં આવી છે તે કોલકાતામાં આવેલા પ્રખ્યાત ઇડન ગાર્ડનની છે. તસવીરમાં જે નાનું બાળક તબલા વગાડતું દેખાય છે તે બપ્પી લહેરી છે. તે સમયે તેમની ઉંમર માત્ર ચાર વર્ષની હતી અને માતા-પિતા સાથે તેમણે ઇડન ગાર્ડનમાં તબલા વગાડ્યા હતા. આ સિવાય 11 વર્ષની ઉંમરથી જ તેમણે ગીત કમ્પોઝ કરવાની શરુઆત કરી દીધી હતી. 20 વર્ષની ઉંમરમાં તો તેઓ મ્યુઝિક ડાયરેક્ટર બની ગયા હતા.
જ્યારે માઇકલ જેક્સને બપ્પી દાની પ્રશંસા કરી
1996ના વર્ષમાં પોપ સ્ટાર માઇકલ જેક્સન મુંબઇ આવ્યા હતા, ત્યારે તેમની મુલાકાત બપ્પી લહેરી સાથે થઇ. ત્યારે માઇકલે બપ્પી દાને કહ્યું હતું કે તેમને ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મનું ‘જિમી જિમી’ ગીત ઘણું પસંદ છે. તે સમયે માઇકલ જેક્સને બપ્પી લહેરીના ગળામાં ગણપતિવાળી સોનાની ચેઇન જોઇ અને કહ્યું હતું કે ‘ઓહ માય ગોડ! અતિ સુંદર, તમારું નામ શું છે?’ જેના જવાબમાં બપ્પી લહેરીએ પોતાનું નામ કહ્યું અને પોતે મ્યુઝિક કમપોઝર હોવાની વાત કરી. ત્યારબાદ માઇકલે તેમના ‘જિમી જિમી’ ગીતની પ્રશંસા કરી હતી.
સંગીત ક્ષેત્રની દિગ્ગજ ગણાતી ‘મા-દીકરા’ની જોડીની વિદાય
સ્વરકોકિલા લતા મંગેશકર અને બપ્પી લહેરી એ ‘મા-દીકરા’ની જોડી હતી. લતા મંગેશકરે બપ્પી લહેરીને તેમની કારકિર્દીના શરુઆતના સમયમાં ઘણો સપોર્ટ કર્યો છે. જ્યારે લતા મંગેશકરનું મૃત્યુ થયું ત્યારે બપ્પી લહેરીએ એક જુની તસવીર શેર કરી હતી. લતા મંગેશકર સાથેની તેમની બાળપણની તસવીર શેર કરીને તેમણે ‘મા’ એવું લખ્યું હતું. આ પહેલા લતા મંગેશકરે પણ સપ્ટેમ્બરમાં બપ્પી દાને જન્મદિવસની શુભકામના આપી હતી. ત્યારે ક્યાં કોઇને ખ્યાલ હતો કે સંગીત ક્ષેત્રની દિગ્ગજ ગણાતી આ ‘મા-દીકરા’ની જોડી આટલા ટૂંકા સમયમાં દુનિયાને અલવિદા કહી દેશે.
Tags :
BappiDaBappiLahiriBollywoodGoldgoldmanGujaratFirstLataMangeshkarMichaelJackson
Next Article