Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ ન.પા વોર્ડ નં 11ની સેનેટરી ઓફિસ બહાર સજેશન બોક્ષ કેમ ન મૂકી શકે..?

ભરૂચ પોલીસે શહેરીજનોની સમસ્યા અને પોલીસ મથકે ન આવી શકતા હોય તેવા અરજદાર પોતાની ફરીયાદ સજેશન બોક્ષમાં મૂકી શકે તેવા પ્રયાસો પોલીસે કર્યા છે અને તે આવકારદાયક છે. પરંતુ આ અભિગમ ભરૂચ નગરપાલિકા અપનાવવાની જરૂર છે.ભરૂચ નગરપાલિકાની હદમાં શહેરીજનોની જે સમસ્યા છે તેનો ઉકેલ કરવાના પ્રયાસો ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કરે તે પણ જરૂરી છે.આ બોક્સમાં ફરિયાદ,રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્à
11:50 AM Jun 01, 2022 IST | Vipul Pandya
ભરૂચ પોલીસે શહેરીજનોની સમસ્યા અને પોલીસ મથકે ન આવી શકતા હોય તેવા અરજદાર પોતાની ફરીયાદ સજેશન બોક્ષમાં મૂકી શકે તેવા પ્રયાસો પોલીસે કર્યા છે અને તે આવકારદાયક છે. પરંતુ આ અભિગમ ભરૂચ નગરપાલિકા અપનાવવાની જરૂર છે.ભરૂચ નગરપાલિકાની હદમાં શહેરીજનોની જે સમસ્યા છે તેનો ઉકેલ કરવાના પ્રયાસો ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કરે તે પણ જરૂરી છે.
આ બોક્સમાં ફરિયાદ,રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી. ભરૂચ પોલીસ પણ હવે નાયક બનવા જઈ રહી છે. જેણે શહેરના અલગ – અલગ ૫ સ્થળોએ સજેશન બોક્સ મુકાવ્યા છે. આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઉભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વના દર્શન કરાવી રહ્યા છે. સામાન્ય લોકો પોલીસની દૂર રહેવામાં જ ભલાઈ સમજતા હોય છે પોલીસે ભરૂચ જિલ્લાને ક્રાઇમ મુક્ત કરવા માટે એક નવો અભિગમ અપનાવી શહેરીજનોની સમસ્યા હલ કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.
ભરૂચ જિલ્લામાં પોલીસે વિવિધ વિસ્તારોમાં સજેશન બોક્ષ મૂકી જનતાની સમસ્યા હલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર પાલિકા એ પણ પોલીસ ના નવા અભિગમ ઉપરથી શીખ મેળવવાની જરૂર છે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા અને ચૂંટાયેલા નગરસેવકોએ પોતાના વિસ્તારમાં સ્થાનિક રહીશોની સમસ્યા સાંભળવા માટે સજેશન બોક્ષ નો પ્રયોગ કરવાની જરૂર છે અને જનતાની ફરિયાદોનો નિકાલ પણ કરવામાં આવે જેથી ભરૂચ વાસીઓ પણ નગરપાલિકા સજેશન બોક્સની અભિગમ અપનાવે તેવી માંગ કરી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૪૪ જેટલા નગરસેવકોએ ચૂંટાયેલા છે અને ૧૧ વોર્ડમાં રોડ રસ્તા અને ઉભરાતી કચરાપેટીઓ ની ગંભીર સમસ્યાઓ બની રહી છે ત્યારે શહેરીજનો ની સમસ્યા ઉકેલવામાં નગરસેવકો પાસે સમયનો અભાવ હોય છે પરંતુ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો પોતાના વોર્ડ ઓફિસની બહાર પોતાના વોર્ડની સમસ્યાઓ માટે ફરિયાદ બોક્સો મૂકી પોતાના વોર્ડની સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો કરે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે
પોલીસે અપનાવેલા સજેશન બોક્ષ અને વિપક્ષો પણ આવકારી રહ્યા છે અને આગામી નગરપાલિકાની બોર્ડની મીટિંગમાં ભરૂચ નગરપાલિકા દ્વારા તમામ વોર્ડ ઓફિસની બહાર સજેશન બોક્ષ મૂકવામાં આવે તેમજ સ્થાનિક રહીશોની ફરિયાદ સજેશન બોક્ષ માં આવ્યા બાદ તેનો નિકાલ કરવામાં આવી તેવો અભિગમ પણ ભરૂચ નગર પાલિકાના શાસક પક્ષ તો અપનાવી તે રીતે શાસક પક્ષ અને વિપક્ષ બંને ભેગા મળી આગામી દિવસોમાં ભરૂચ નગરપાલિકા પોલીસે અપનાવેલા સજેશન બોક્ષનો પ્રયોગ કરનાર હોવાની માહિતી ભરૂચ નગર પાલિકાના વિપક્ષી હેમેન્દ્ર કોઠી વાલાએ પણ જણાવ્યું હતું.
Tags :
BharuchMunicipalityGujaratFirstofficeof11wardsoutsidethesanitarysuggestionbox
Next Article