Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T-20માં કિવીઝને કચડવા આજે ટીમ ઈન્ડિયામાંથી કોણ-કોણ ઉતરશે મેદાનમાં?

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે, આજે ફરી એકવાર ટીમ ઇન્ડિયા રાંચીના મેદાનમાં ઉતરશે. વનડે સીરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને ટી20 સીરીઝમાં પણ ક્લિન સ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, ટીમ ઇન્ડિયા ફરી એકવાર હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટી20 સીરીઝ જીતવાનો પ્રયાસ કરશે, આ પહેલા જાણી લો
t 20માં કિવીઝને કચડવા આજે ટીમ ઈન્ડિયામાંથી કોણ કોણ ઉતરશે મેદાનમાં
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે, આજે ફરી એકવાર ટીમ ઇન્ડિયા રાંચીના મેદાનમાં ઉતરશે. વનડે સીરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને ટી20 સીરીઝમાં પણ ક્લિન સ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, ટીમ ઇન્ડિયા ફરી એકવાર હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટી20 સીરીઝ જીતવાનો પ્રયાસ કરશે, આ પહેલા જાણી લો રાંચીના મેદાનમાં કેટલી રમાઇ છે મેચો ? જાણો અહીં હાર-જીતના આંકડા..
Advertisement

રાંચીમાં ટીમ ઇન્ડિયા છે દમદાર 
પ્રથમ મેચ શુક્રવારે રાંચીના સ્ટેડિયમમાં રમાશે. રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. ભારતીય ટીમે અહીં 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ભારતે અહીં ફેબ્રુઆરી 2016માં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2017માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2021માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ નવેમ્બર 2021માં રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે 36 બોલમાં 55 રન બનાવ્યા હતા.
ઓવરઓલ મેચો- ભારત-ન્યૂઝીલેન્ડ, હેડ ટૂ હેડ રેકોર્ડ્સ 
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી કુલ 22 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે, કુલ 22 મેચમાં ભારતીય ટીમને 12માં જીત મળી છે, તો 9 મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમે બાજી મારી છે. એક મેચ ટાઇ રહી છે. પોતાના ઘમાં રમાયેલી મેચોમાં ભારતીય ટીમે 5 વાર અને ન્યૂઝીલેન્ડ ટીમે 4 વાર જીત હાંસલ કરી છે. વળી, ઘરની બહાર ભારતે 7 વાર જીત મેળવી છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 3 મેચમાં જીત હાંસલ કરી છે. 
ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.
ન્યૂઝીલેન્ડ ટીમની ફૂલ સ્ક્વૉડ 
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રાસવેલ, ડેન ક્લીવર, ડેવૉન ડૉન્વે, શેન ડફી, લૂકી ફર્ગ્યૂસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપ્લી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.