Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સેમી ફાઈનલમાં કોની સામે રમશે, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ?

T20 World Cup 2022ની સુપર-12 મેચો સાથે સેમી ફાઈનલનું ચિત્ર કેટલાક અંશે સ્પષ્ટ થયું છે ગ્રૂપ-2માં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ (Semifinals) મજબુત દેવાદારી દેખાઈ રહી છે. કારણ કે તેણે પોતાની 3 મેચમાંથી 2માં જીત મેળવી છે અને હવે આગામી બે મેચમાં જીતની પૂરી શક્યતાઓ છે. બીજી તરફ જો ગ્રુપ-1ની વાત કરીએ તો બે ટીમો એવી છે, જે સેમીફાઈનલમાં પહોંચવાની રેસમાં સૌથી આગળ છે. સમીકરણો પર નજર કરીએ તો જાણી શકાય છે કે જો ટીમ ઈન્ડિયા
ભારત સેમી ફાઈનલમાં કોની સામે રમશે  ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ

T20 World Cup 2022ની સુપર-12 મેચો સાથે સેમી ફાઈનલનું ચિત્ર કેટલાક અંશે સ્પષ્ટ થયું છે ગ્રૂપ-2માં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ (Semifinals) મજબુત દેવાદારી દેખાઈ રહી છે. કારણ કે તેણે પોતાની 3 મેચમાંથી 2માં જીત મેળવી છે અને હવે આગામી બે મેચમાં જીતની પૂરી શક્યતાઓ છે. બીજી તરફ જો ગ્રુપ-1ની વાત કરીએ તો બે ટીમો એવી છે, જે સેમીફાઈનલમાં પહોંચવાની રેસમાં સૌથી આગળ છે. સમીકરણો પર નજર કરીએ તો જાણી શકાય છે કે જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચે છે તો કોની સામે હશે અને ફાઈનલમાં પહોંચવા માટે કોને હરાવવી પડશે. ટીમ ઈન્ડિયાના સેમીફાઈનલમાં પહોંચવાનું સમીકરણ સમજીએ.

Advertisement



ભારતને સેમી ફાઇનલમાં જવાનો રસ્તો
T20 વર્લ્ડ કપ 2022માં ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે, જેમાં બેમાં જીત અને એકમાં હાર થઈ છે. પોઈન્ટ ટેબલમાં ભારત નંબર 2 પર છે તેના 3 મેચમાં 4 પોઈન્ટ છે અને નેટ રનરેટ +0.844 છે.ભારત હજુ બે વધુ મેચ રમવાનો છે. જે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે છે. એટલે કે કાગળ પર તો ટીમ ઈન્ડિયા માટે આ મેચો આસાન છે, પરંતુ જો આ વર્લ્ડ કપમાં ઉલટફુલટ થાય છે તો તે સમગ્ર ચિત્ર પણ બદલી શકે છે. પાકિસ્તાન - 4 વિકેટથી જીત્યું, નેધરલેન્ડ્સ - 56 રનથી જીત્યું, દક્ષિણ આફ્રિકા - 5 વિકેટથી હાર્યું, બાંગ્લાદેશ - 2 નવેમ્બરના રોજ મેચ, ઝિમ્બાબ્વે - 6 નવેમ્બરના રોજ મેચ છે. જેમા ભારત  તેની છેલ્લી બે મેચ જીતે છે તો તેના કુલ 8 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં તે પોતાના ગ્રુપમાં ટોપર બની શકે છે પરંતુ જો દક્ષિણ આફ્રિકા પણ તેની છેલ્લી બે મેચ જીતી જાય છે તો તેના 9 પોઈન્ટ થઈ જશે. એટલે કે પછી ટીમ ઈન્ડિયા નંબર-2 પર રહી શકે છે. દક્ષિણ આફ્રિકાની છેલ્લી બે મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે છે. 


ખરાખરીની ટક્કર
જો આપણે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ પર નજર કરીએ તો સમીકરણ એકદમ સ્પષ્ટ છે. ગ્રુપ-1ની ટોપર ટીમનો મુકાબલો ગ્રુપ-2ની નંબર-2 ટીમ સાથે મુકાબલો થશે. જ્યારે ગ્રુપ-2ની ટોપર ટીમનો મુકાબલો ગ્રુપ-1ની નંબર-2 ટીમ સાથે થશે. અત્યાર સુધીની સ્થિતિ પર નજર કરીએ તો ગ્રુપ-1માં માત્ર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જ એવી ટીમો છે જે અંત સુધી ટોપ-2માં રહેશે. એટલે કે આ બે ટીમો જ સેમીફાઈનલમાં પહોંચશે.  આયર્લેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયાના 5 પોઈન્ટ છે અને તેની એક મેચ બાકી છે. જ્યારે ન્યુઝીલેન્ડના પણ પાંચ પોઈન્ટ છે અને તેની બે મેચ બાકી છે. ન્યુઝીલેન્ડ પાસે કુલ 9 પોઈન્ટ મેળવવાની તક છે
ઈન્ડિયા પોતાના ગ્રુપમાં નંબર-1 રહે તો?
જો ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં નંબર-1 રહે છે તો તેનો મુકાબલો ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા સાથે થઈ શકે છે. જો ભારત પોતાના ગ્રુપમાં નંબર-2 રહે છે તો સેમીફાઈનલમાં તેની મેચ ન્યૂઝીલેન્ડ અથવા ઈંગ્લેન્ડ સામે થઈ શકે છે. એટલે કે જો જણાવ્યા અનુસાર થાય તો ભારતને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અથવા ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડી શકે છે. 

Advertisement
Tags :
Advertisement

.