ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોણ બનશે દેશના 15મા રાષ્ટ્રપતિ? આજે પરિણામ થશે જાહેર

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ હતી અને હવે આજે એટલે કે 21 જુલાઇએ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. આજે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ જશે. મતદાન બાદ મંગળવારે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મતપેટીઓ સંસદ ભવન સંકુલના સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, આજે એટલે કે 21 જુલાઈની સવારે મતગણતરી શરૂ થશે, જે નક્કી કરશે કે દેશના આગામી રાષ્ટ્રપતà
02:30 AM Jul 21, 2022 IST | Vipul Pandya
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ હતી અને હવે આજે એટલે કે 21 જુલાઇએ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. આજે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ જશે. મતદાન બાદ મંગળવારે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મતપેટીઓ સંસદ ભવન સંકુલના સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગઈ છે. 
મહત્વનું છે કે, આજે એટલે કે 21 જુલાઈની સવારે મતગણતરી શરૂ થશે, જે નક્કી કરશે કે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. આજે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ જશે અને દેશને નવા રાષ્ટ્રપતિ કોણ છે તેની જાણકારી પણ થઇ જશે. આ માટે 18 જુલાઈના રોજ મતદાન થયું હતું. દેશના સાંસદો અને ધારાસભ્યોએ તેના માટે મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, એનડીએ તરફથી દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર છે અને વિરોધ પક્ષોએ યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં દ્રૌપદી મુર્મૂએ આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે રજુઆત કરી હતી. સાથે જ કોંગ્રેસે યશવંત સિંહાને સમર્થન આપવાની અપીલ કરી હતી. 
દેશના 15માં રાષ્ટ્રપતિનું નામ ગુરુવારે જાણી શકાશે. તમામ પક્ષો પોતાના ઉમેદવારની દાવેદારી મજબૂત હોવાનું કહી રહ્યા છે. ત્યારે આજે સાંજ સુધીમાં દેશની જનતાને જાણ થઇ જશે કે કોણ છે આગામી રાષ્ટ્રપતિ. મહત્વનું છે કે, સંસદ ભવનમાં આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ઈલેક્ટોરલ કોલેજના મતોનું કુલ વેટેજ 10,98,882 છે. જીતવા માટે ઉમેદવારને 5,49,442 વોટ મળવા જરૂરી છે. જે ઉમેદવાર પહેલા આ આંકડો હાંસલ કરશે તે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે. મહત્વનું છે કે, વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે. તમામ રાજ્યોમાંથી બેલેટ પેપર સંસદ ભવનમાં લાવવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓ સંસદના રૂમ નંબર 63માં મત ગણતરી માટે તૈયાર છે. આ રૂમમાં 24 કલાક બેલેટ પેપરની ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી રહી છે.

Koo App

यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज़ादी के बाद पहली बार आदिवासी समाज की एक बेटी देश के सर्वोच्च पद पर आसीन होने के करीब है। मुझे पूर्ण विश्वास है कि आदिवासी समाज से आने वाली पहली महिला श्रीमती द्रौपदी मुर्मु जी राष्ट्रपति पद का चुनाव बडे अंतर से जीतकर इतिहास रचेंगी !

- Anupriya Patel अनुप्रिया पटेल (@anupriyaspatel) 21 July 2022

Tags :
DraupadiMurmuElectionGujaratFirstpresidentPresidentElectionResultPresidentElectionResult2022resultYashwantSinha
Next Article