Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યોગી આદિત્યનાથના શપથ સમારોહમાં કોને આમંત્રણ અપાયું ?

25મી માર્ચે ઉત્તર પ્રદેશમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. સમારોહ માટે સોનિયા ગાંધી, પ્રિયંકા વાડ્રા, અખિલેશ યાદવ સહિત ઘણાં વિપક્ષી પક્ષોનાના નેતાઓ ઉપરાંત ઘણાં ઉદ્યોગપતિઓ અને ફિલ્મ અભિનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. સોનિયા, મુલાયમ સહિતના નેતાઓને પણ આમંત્રણ ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત બાદ 25મી માર્ચે યોગી આદિત્યનાથ સરકારના બીજા કાર્યકાળનો પ્રારંભ થશે. યોગી સરકારની àª
યોગી આદિત્યનાથના શપથ સમારોહમાં કોને આમંત્રણ અપાયું
25મી માર્ચે ઉત્તર પ્રદેશમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. સમારોહ માટે સોનિયા ગાંધી, પ્રિયંકા વાડ્રા, અખિલેશ યાદવ સહિત ઘણાં વિપક્ષી પક્ષોનાના નેતાઓ ઉપરાંત ઘણાં ઉદ્યોગપતિઓ અને ફિલ્મ અભિનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. 

સોનિયા, મુલાયમ સહિતના નેતાઓને પણ આમંત્રણ 
ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત બાદ 25મી માર્ચે યોગી આદિત્યનાથ સરકારના બીજા કાર્યકાળનો પ્રારંભ થશે. યોગી સરકારની ભવ્ય શપથવિધી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક નામાંકિત વ્યકતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષમાંથી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ તથા સપાના સંરક્ષક મુલાયમસિંહ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓને ભાજપ તરફથી આમંત્રણ આપવામાં આવ્યા છે.
મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ 
આ ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રા સહિત સંખ્યાબંધ ઉદ્યોગપતિઓને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ મોકલવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં ઉત્તર પ્રદેશના ખુણે ખુણેથી અંદાજે 45 હજાર ભાજપના કાર્યકર્તાઓ પણ આવશે. શપથ કાર્યક્રમમાં પક્ષના વિસ્તારક અને અન્ય રાજયોના પ્રવાસી કાર્યકરો પણ સામેલ થશે. અત્યારે શપથ ગ્રહણ સમારોહ માટે વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.