ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકોના મોત બાદ WHO નું એલર્ટ, કફ સિરપનો ઉપયોગ ન કરો

ઉઝબેકિસ્તાનમાં 18 મૃત્યુ સાથે જોડાયેલા ઉત્પાદનને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો બાળકો માટે ઉપયોગ ન કરવો જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભલામણ કરી છે કે બાળકો માટે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેકે બનાવેલી બે કફ સિરપનો ઉપયોગ બાળકો માટે ન કરો.  બુધવારે મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં, WHOએ કહ્યું કે મેરિયન બાયોટેક દ્વારા ઉત
04:56 AM Jan 12, 2023 IST | Vipul Pandya
ઉઝબેકિસ્તાનમાં 18 મૃત્યુ સાથે જોડાયેલા ઉત્પાદનને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો બાળકો માટે ઉપયોગ ન કરવો જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભલામણ કરી છે કે બાળકો માટે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેકે બનાવેલી બે કફ સિરપનો ઉપયોગ બાળકો માટે ન કરો.  બુધવારે મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં, WHOએ કહ્યું કે મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણો અથવા વિશિષ્ટતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ છે.

દૂષિત તબીબી ઉત્પાદન
WHOએ તેની વેબસાઇટ પર જાહેર કરેલી ચેતવણીમાં જણાવ્યું હતું કે દૂષિત તબીબી ઉત્પાદનો એવા ઉત્પાદનો છે જે ગુણવત્તા ધોરણો અથવા વિશિષ્ટતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. બે ઉત્પાદનો એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે-1 મેક્સ સીરપ છે. બંને ઉત્પાદનોની ઘોષિત ઉત્પાદક મેરિયન બાયોટેક પ્રા. લિ. (ઉત્તર પ્રદેશ, ભારત) દ્રારા થાય છે. આજ સુધી ઉત્પાદકે સલામતી અંગે WHO ને આ ઉત્પાદનોની ગુણવત્તા અને ગેરંટી પ્રદાન કરી નથી.

18 બાળકોના મોત થયા છે
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉઝબેકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત થયા હતા. ઉઝબેકિસ્તાનની સરકારે બાળકોના મોત માટે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીને જવાબદાર ગણાવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ ડોક-1 મેક્સ સિરપ પીવાથી બાળકોના મોત થયા છે. ફાર્માસ્યુટિકલ કંપનીએ વર્ષ 2012માં ઉઝબેકિસ્તાનના બજારમાં પ્રવેશ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપની દ્વારા ઉત્પાદિત ડોક-1 મેક્સ સિરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહ્યું નથી. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે તે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ પીવાથી 18 બાળકોના મૃત્યુની વધુ તપાસમાં મદદ કરવા તૈયાર છે. WHO એ કહ્યું કે તે ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય અધિકારીઓના સંપર્કમાં છે.

ગામ્બિયામાં 60થી વધુ બાળકોના મોત થયા છે
ઓક્ટોબર 2022 માં, આફ્રિકન દેશ ગામ્બિયામાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપથી 60 થી વધુ બાળકોના મૃત્યુનો કેસ નોંધાયો હતો. આ પછી, કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી, પરંતુ હજુ સુધી ભારતીય કંપનીના કફ સિરપથી બાળકોના મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ભારતીય બનાવટના કફ સિરપનું સેવન કર્યા બાદ કથિત રીતે ધ ગામ્બિયામાં બાળકોના મૃત્યુ અંગે સરકારે સંસદને જાણ કરી હતી કે મેઇડન ફાર્માસ્યુટિકલ્સના કફ સિરપના નમૂનાઓ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું. રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ 13 ડિસેમ્બરે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ રાજ્યના દવા નિયંત્રક સાથે મળીને સોનેપતમાં મેઈડન ફાર્માસ્યુટિકલ્સની સંયુક્ત તપાસ હાથ ધરી હતી.

WHOએ રિપોર્ટ કર્યો હતો જાહેર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઓક્ટોબરની શરૂઆતમાં આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કફની દવા ડાયેથિલીન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ લોકો માટે ઝેર સમાન છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે બાળકોના મૃત્યુ ચાર દવાઓથી સંબંધિત છે. આ સિરપના સેવનથી તેની કિડનીને નુકસાન થયું હતું. આ ચાર દવાઓ હરિયાણાની એક જ કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સની છે.

આ પણ વાંચો - નાકના સેમ્પલમાં છુપાયેલા વાયરસને શોધી શકાય છે, જૂના સેમ્પલમાં ઈન્ફેકશન જોવા મળે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
18બાળકોનામોતchildrenChildrenDieCoughSyrupGujaratFirstUzbekistanWHOWHOAlertWHOWarnsWHOનુંએલર્ટઉઝ્બેકિસ્તાનકફસિરપ
Next Article