Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સલમાન ખાનને કોણે આપી ધમકી -શું તેની કોઇની સાથે દુશ્મની છે?

સલમાન ખાને કહ્યું કે ધમકી ભર્યા લેટર મામલે મને કોઇના પર સંદેહ નથી આજકાલ મારી કોઇની સાથે કોઇ પણ પ્રકારના દુશ્મની નથી, હું લોરેન્સ બિશ્નનોઇ વિશે 2018થી જાણું છું જ્યારે તેણે મને ઘમકી આપી હતી, જોકે હું તે નથી જાણતો કે ગોલ્ડી બરાર કોણ છે.રવિવારે સવારે સલમાનખાનના પિતા સલીમ ખાન જે ગાર્ડનમાં વોકીંગ કરવા જતા હતા ત્યાં  તેમના ગાર્ડને એક ઘમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેમાં સલમાન ખાનને ધમકી આપવમા
સલમાન ખાનને કોણે આપી ધમકી  શું તેની કોઇની સાથે દુશ્મની છે
સલમાન ખાને કહ્યું કે ધમકી ભર્યા લેટર મામલે મને કોઇના પર સંદેહ નથી આજકાલ મારી કોઇની સાથે કોઇ પણ પ્રકારના દુશ્મની નથી, હું લોરેન્સ બિશ્નનોઇ વિશે 2018થી જાણું છું જ્યારે તેણે મને ઘમકી આપી હતી, જોકે હું તે નથી જાણતો કે ગોલ્ડી બરાર કોણ છે.
રવિવારે સવારે સલમાનખાનના પિતા સલીમ ખાન જે ગાર્ડનમાં વોકીંગ કરવા જતા હતા ત્યાં  તેમના ગાર્ડને એક ઘમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેમાં સલમાન ખાનને ધમકી આપવમાં આવી હતી કે તેમની હાલત પણ સિદ્ધુ મૂસેવાલા જેવી કરવામાં આવશે. પોલીસે આ મામલે સલમાન ખાનનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે. જેમાં પોલીસે કેટલાક સવાલો સલમાન ખાને કર્યા હતાં. જેનો દબંગ ખાને જવાબ પણ આપ્યો છે. પોલીસે પૂછ્યું કે શું તેને ધમકીભર્યા પત્ર અંગે કોઈના પર શંકા છે? સલમાને કહ્યું કે મને કોઇ જ પત્ર મળ્યો નથી. મારા પિતાને તે મળ્યો હતો, તે પણ મોર્નિંગ વોક દરમિયાન મને કોઇના ઉપર શંકા નથી. આજકાલ મારી કોઇની સાથે કોઇ દુશ્મનાવટ પણ નથી. 
શું તમે ગોલ્ડી બ્રાર કે લોરેન્સ બિશ્નોઈને જાણો છો? શું તમને હમણાં કે ભૂતકાળમાં તેના અથવા તેની ગેંગના કોઈ સભ્યો તરફથી ધમકીઓ મળી છે? આ સવાલના જવાબમાં  સલમાન ખાને કહ્યું કે હું ગોલ્ડી બ્રારને ઓળખતો નથી. હું લોરેન્સ બિશ્નોઈને જાણું છું, તે પણ છેલ્લાં કેટલાક વર્ષોથી ચાલી રહેલા કેસને કારણે. દરેક વ્યક્તિ જેટલો ઓળખે છે હું પણ તેટલો જ ઓળખું છું. તમને જણાવી દઈએ કે એક અજાણ્યા વ્યક્તિએ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને પત્ર મોકલ્યો હતો. આ પત્ર રવિવારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાંથી મળ્યો હતો.આ પત્ર સલીમ ખાનના ગાર્ડને તે જગ્યાએથી મળ્યો હતો જ્યાં સલીમ મોર્નિંગ વોક પછી બેસવા જાય છે.
ધમકીભર્યા પત્રમાં લખ્યું હતું કે, 'સલમાન ખાન બહુ જલ્દી તારી હાલત પણ સિદ્ધુ મૂસેવાલા જેવી થશે. આ મામલે મુંબઈની બાંદ્રા પોલીસે એફઆઈઆર પણ નોંધી હતી. પોલીસે IPCની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાનને ધમકીભર્યો પત્ર મળ્યો ત્યારથી સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સતત અપડેટ્સ પણ સામે આવી રહ્યા છે. પોલીસ પણ હવે આ કેસમાં એલર્ટ મોડમાં છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. 'તુમરા હાલ ભી મૂસેવાલા જૈસા કર દેંગે', ધમકી બાદ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પણ પોલીસ તપાસ કરવાં ગઇ હતી.
 
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, એવા અહેવાલો આવ્યા છે કે આ ફિલ્મનું શીર્ષક બદલાઇને ભાઇજાન કરવામાં આવ્યું છે. સાથે જ ફિલ્મની કાસ્ટિંગ પણ બદલવામાં આવી છે. પહેલા ઝહીર ઈકબાલમને આયુષ શર્માની જગ્યાએ રિપ્લેસ કરાયો હતો પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ ઝહીર ઈકબાલની જગ્યાએ જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમને કાસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ સાઉથ સ્ટાર જગપતિ બાબુને ફિલ્મમાં જોવાં મળશે. 
Advertisement
Tags :
Advertisement

.