ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના શર્ટના ખિસ્સા સુધી કોણ પહોંચ્યું? જુઓ પછી મુખ્યમંત્રીએ શું કર્યુ

સોશિયલ મીડિયા પર આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  હોતો નથી.  આજકાલ  સોશિયલ મીડિયા  પર ઘણા  એવા વિડીયો હોય છે જે તમારા  દીલને સ્પર્શી  જતાં  હોય છે . ત્યારે એવો જ એક  વિડીયો  સોશિયલ  મીડિયા પર વાયરલ  થઈ રહ્યો છે મુખ્યમંત્રીના શર્ટના ખિસ્સા સુધી પહોંચવુ કંઇ નાની-સુની વાત નથી. પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીના ખ
02:10 PM Jul 27, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા પર આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  હોતો નથી.  આજકાલ  સોશિયલ મીડિયા  પર ઘણા  એવા વિડીયો હોય છે જે તમારા  દીલને સ્પર્શી  જતાં  હોય છે . ત્યારે એવો જ એક  વિડીયો  સોશિયલ  મીડિયા પર વાયરલ  થઈ રહ્યો છે

મુખ્યમંત્રીના શર્ટના ખિસ્સા સુધી પહોંચવુ કંઇ નાની-સુની વાત નથી. પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીના ખિસ્સા સુધી કોઇ પહોંચી ગયું. અરે એટલું જ નહીં ખિસ્સામાંથી તેમની પેન પણ લેવાની કોશીશ કરી.જી હા પરંતુ આ કોઇ બીજું નહીં પરંતુ એક નાનકડુ બાળક હતું. જેને મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પોતાના હાથોમાં તેડ્યું હતું.
મુખ્યમંત્રી પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્તોની મુલાકાત લેવા દરમ્યાન એક બાળકને ઉંચકીને તેડી લીધું હતું.જે દરમ્યાન બાળકે રમતા-રમતા મુખ્યમંત્રીના ખિસ્સામાં રહેલી પેન લેવાની કોશીશ કરી હતી.જે બાદ મુખ્યમંત્રીએ ખુદ પેન  ખિસ્સામાંથી કાઢીને બાળકને રમવા માટે આપી દીધી હતી.  આ વિડીયો  જોયા બાદ લોકો મુખ્યમંત્રીને સલામ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે ખરેખર આ મુખ્યમંત્રી લોકોના મુખ્યમંત્રી છે..તો ઘણા લોકોએ કહ્યું કે બાળકો ખરેખર ભગવાનનું રૂપ હોય છે.
Tags :
ChiefMinisterGujaratFirstJaganMohanReddyshirtpocket
Next Article