Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની નામાંકિત હોટલના એકાઉન્ટન્ટની હત્યા કોણે કરી? જાણો

સોમવારે સુરત શહેરના ડુમસ રોડ પર આવેલી નામાંકિત હોટલમાં એકાઉન્ટન્ટની હત્યા કરી દેવાનો ચકચારી બનાવ બન્યો  હતો. આ બનાવમાં અજાણ્યો શખ્સ એકાઉન્ટન્ટનું ગળું કાપીને હત્યા કર્યા બાદ એકાઉન્ટન્ટ પાસે રહેલા રોકડા રૂપિયા ૨૩ લાખ લઇને ફરાર થઇ ગયો હોવાની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે સુરત શહેરની ડુમસ પોલીસ દોડતી થઇ ગઇ હતી.ડુમસ રોડ પર આવેલી નામાંકિત હોટલની અંદર હત્યાનો બનાવ àª
સુરતની નામાંકિત હોટલના એકાઉન્ટન્ટની હત્યા કોણે કરી  જાણો
સોમવારે સુરત શહેરના ડુમસ રોડ પર આવેલી નામાંકિત હોટલમાં એકાઉન્ટન્ટની હત્યા કરી દેવાનો ચકચારી બનાવ બન્યો  હતો. આ બનાવમાં અજાણ્યો શખ્સ એકાઉન્ટન્ટનું ગળું કાપીને હત્યા કર્યા બાદ એકાઉન્ટન્ટ પાસે રહેલા રોકડા રૂપિયા ૨૩ લાખ લઇને ફરાર થઇ ગયો હોવાની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે સુરત શહેરની ડુમસ પોલીસ દોડતી થઇ ગઇ હતી.
ડુમસ રોડ પર આવેલી નામાંકિત હોટલની અંદર હત્યાનો બનાવ ખૂબ ગંભીર હતો. પોલીસે તપાસ તેજ કરતા જાણવા મળ્યું હતું કે, આ એકાઉન્ટન્ટ જીવન રાઉત હોટલના રૂપિયા ભેગા કરીને બેંકમાં ભરવા જઇ રહ્યો હતો અને ત્યારબાદ તે ગાયબ થઇ ગયો હતો. હોટલના કર્મચારીઓને જીવન ની લાશ સ્ટોર રૂમની કચરપેટીમાંથી મળી આવી હતી. જેથી તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી.  મૃતક જીવન રાઉતને ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે હોટલના સ્ટાફની પૂછપરછ કરતા હોટલનો સ્ટોર કીપર મેનેજર વીરેન્દ્ર ઉર્ફે વાહીદ સૈની શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસના હાથે ઝડપાયા બાદ વીરેન્દ્ર પાસેથી પોલીસને સાડા ચાર લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. વીરેન્દ્રની આકરી પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે તેના મિત્ર નીતિન સાથે મળીને આ હત્યા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી વીરેન્દ્રનો મિત્ર નીતિન છેલ્લા ઘણા સમયથી હોટેલના એકાઉન્ટન્ટ જીવનની રેકી કરતો હતો. તે ક્યારે રૂપિયા બેંકમાં ભરવા જાય છે, તેની પાસે ક્યારે કેટલા રૂપિયા હોય છે, તે તમામ બાબતની જાણકારી મેળવ્યા બાદ આ બન્નેએ સાથે મળીને ફક્ત અને ફક્ત રૂપિયાની લાલચમાં જીવનની હત્યા કરી નાખી હોવાનું આરોપી વીરેન્દ્ર એ પોલીસ સમક્ષ કબુલ્યું છે. 
આર્થિક તંગી અને માથે દેવું વધી જતા આ પ્રકારની લૂંટને અંજામ આપવાનો પ્લાન વીરેન્દ્ર અને નીતિને બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પૈસાની અછત સિવાય અન્ય કોઈ કારણ હત્યા કરવા માટે ન હોવાનું પણ વીરેન્દ્ર એ પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે. વિરેન્દ્ર એ નીતિન ને સ્ટાફના એન્ટ્રી ગેટમાંથી હોટલની અંદર એન્ટ્રી અપાવી હતી. વીરેન્દ્રને એ પણ ખ્યાલ હતો કે હોટલમાં રિનોવેશન કામ ચાલુ છે. જેથી પાછળના ભાગના સીસીટીવી કેમેરા બંધ છે અને તેથી જ તેણે નીતિન ને હોટલના પાછળના ભાગેથી અંદર એન્ટ્રી કરાવી હતી અને હત્યા કર્યા બાદ ત્યાંથી જ ભગાડી દેવાનો પ્લાન કર્યો હતો.
આ સમગ્ર લૂંટ અને હત્યાની ઘટનામાં વિરેન્દ્ર પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. પરંતુ તેનો સાથીદાર નીતિન બાકીના રૂપિયા લઈને ફરાર થઈ ચૂક્યો છે અને હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નીતિન મૂળ ઝારખંડ નો રહેવાસી છે. હત્યારો નીતિન સુરત ખાતે જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે આવી હતી ત્યારે આ હોટેલમાં રોકાઇ હતી અને ટીમને જોવા માટે હોટલમાં આવ્યો હતો તે દરમિયાન જ તેની મુલાકાત વીરેન્દ્ર સાથે થઈ હતી અને આ ઘટનાના ચાર દિવસ પહેલાથી નિતીન વિરેન્દ્ર ના ઘરે જ રહેતો હતો અને ત્યાં જ તેમણે બંને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.