ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોણ છે અમેરિકી સાંસદ ઇલ્હાન ઉમર, જે પીઓકે છોડ્યા બાદ બેક ફૂટ પર આવ્યાં

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેની મુલાકાત લેનાર યુએસ સાંસદ ઇલ્હાન ઉમરનું નામ હાલમાં સમાચારોમાં  છવાયેલું છે. એક તરફ ભારતે તેમની મુલાકાતની નિંદા કરી છે. તો બીજીતરફ, અમેરિકાએ તેના પોતાના સાંસદની મુલાકાતથી પોતાને દૂર કરી દીધું છે અને કહ્યું છે કે આ પ્રવાસ કોઈપણ રીતે યુએસ સરકાર સાથે જોડાયેલો નથી. અમેરિકાએ ઓમરનીઆ યાત્રાને 'વ્યક્તિગત યાત્રા' તરીકે પણ ગણવી છે. જ્યારે ભારતે તેન
07:08 AM Apr 22, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેની મુલાકાત લેનાર યુએસ સાંસદ ઇલ્હાન ઉમરનું નામ હાલમાં સમાચારોમાં  છવાયેલું છે. એક તરફ ભારતે તેમની મુલાકાતની નિંદા કરી છે. તો બીજીતરફ, અમેરિકાએ તેના પોતાના સાંસદની મુલાકાતથી પોતાને દૂર કરી દીધું છે અને કહ્યું છે કે આ પ્રવાસ કોઈપણ રીતે યુએસ સરકાર સાથે જોડાયેલો નથી. અમેરિકાએ ઓમરનીઆ યાત્રાને 'વ્યક્તિગત યાત્રા' તરીકે પણ ગણવી છે. જ્યારે ભારતે તેને ઉમરની 'સંકુચિત માનસિકતા'નું રાજકારણ ગણાવ્યું છે.

કોણ છે ઇલ્હાન ઉમર?
ઉમર એ ડેમોક્રેટ્સ છે, તેમજ મિનેસોટાના પ્રતિનિધિ છે. ઑક્ટોબર 4, 1982 ના રોજ મોગાદિશુ, સોમાલિયામાં જન્મેલા, ઉમરે મિનેપોલિસની એડિસન હાઇ સ્કૂલ અને નોર્થ ડાકોટા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. આ પહેલા, તેણીએ મિનેસોટા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન અને મિનેપોલિસ સિટી કાઉન્સિલમાં પણ સેવા આપી છે.

ઉમર એક અનુભવી વક્તા અને વકીલ પણ છે
ટ્વીન સિટીઝ પોલિસી એનાલિસિસમાં નિષ્ણાત તરીકે ગણવામાં આવતા, ઉમર એક અનુભવી વક્તા અને વકીલ પણ છે. તેમણે વર્ષ 2019માં મંત્રીપદના શપથ લીધા હતા. ખાસ વાત એ છે કે તે પ્રથમ આફ્રિકન શરણાર્થી છે, જે કોંગ્રેસની સભ્ય બની છે અને સાથે જ મિનેસોટાનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ અશ્વેત મહિલા છે. ગૃહયુદ્ધ દરમિયાન તેમનો પરિવાર સોમાલિયા છોડી ગયો હતો. તે સમયે ઉમરની ઉંમર 8 વર્ષની હતી. આ પછી, પરિવારે કેન્યાના શરણાર્થી શિબિરમાં ચાર વર્ષ વિતાવ્યા અને પછી 1990 ના દાયકામાં અમેરિકા પહોંચી ગયા. 1997માં તે તેના પરિવાર સાથે મિનેપોલિસમાં રહેવા ગઈ. અહેવાલ છે કે ઉમરે તેમના દાદા પાસેથી પ્રેરણા લઈને રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
શું હતો વિવાદ
ઉમરે બુધવારે ઈસ્લામાબાદના બાની ગાલા ખાતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. ખાન સરકારમાં માનવાધિકાર મંત્રી રહી ચૂકેલા શિરીન મજારીએ પણ આ મીટિંગનો ફોટો શેર કર્યો હતો. તેઓ 20 એપ્રિલથી શરૂ થયેલી પાકિસ્તાનની ચાર દિવસીય મુલાકાતે છે. પીઓકેના પ્રવાસ બાદ તેણે કહ્યું હતું કે અમેરિકા તરફથી કાશ્મીર પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે કોંગ્રેસ અને વહીવટીતંત્રમાં આ વિષય પર એટલી ચર્ચા થઈ રહી છે જેટલી જરૂર છે.'
 આ મુદ્દે ભારતનો જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, 'હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો આવા રાજકારણીઓ પોતાના ઘરમાં સંકુચિત રાજનીતિ કરવા માંગતા હોય તો તે તેમની સમસ્યા છે.' "પરંતુ અમારી પ્રાદેશિક સંપ્રભુતા અને અખંડિતતાનું ઉલ્લંઘન તેને અમારી સમસ્યા બનાવે છે અને અમને લાગે છે કે આ મુલાકાત નિંદનીય છે," તેમણે કહ્યું.
અમેરિકાએ શું કહ્યું?
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, ડેરેક ચોલેટ, યુનાઇટેડ સ્ટેટ્સના સેક્રેટરી ઓફ સ્ટેટ, એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, "આ એક બિનસત્તાવાર ખાનગી મુલાકાત છે અને તે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની નીતિમાં કોઈ ફેરફારનું પ્રતિનિધિત્વ કરતી નથી."
Tags :
AmericaGujaratFirstilhanomerImranKhanPOKusaindiarelationship
Next Article