કોંગ્રેસના નવા પ્રમુખ કોણ? હવે આ મુખ્ય ઉમેદવારો
કોંગ્રેસ ( Congress) અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશી થરૂર (Shashi Tharoor) વચ્ચે હવે ફાયનલ મુકાબલો થશે. કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં આ બે જ ઉમેદવારો હશે. ત્રીજા ઉમેદવાર કે.એન.ત્રિપાઠીનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે મતગણતરી બાદ તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.હવે મુખ્ય 2 ઉમેદવારકોંગ્રેસની સેન્ટ્રલ ઇલે
Advertisement
કોંગ્રેસ ( Congress) અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશી થરૂર (Shashi Tharoor) વચ્ચે હવે ફાયનલ મુકાબલો થશે. કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં આ બે જ ઉમેદવારો હશે. ત્રીજા ઉમેદવાર કે.એન.ત્રિપાઠીનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે મતગણતરી બાદ તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
હવે મુખ્ય 2 ઉમેદવાર
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રમુખ પદ માટે કોંગ્રેસના બે ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે. 8 ઓક્ટોબર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. આજે માત્ર બે ઉમેદવારો સામસામે છે, બાકીનું ચિત્ર 8મી પછી સ્પષ્ટ થશે. જો કોઈ નામ પાછું નહીં ખેંચે તો ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે.
4 ઉમેદવારી પત્રો નામંજૂર
મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શુક્રવારે કુલ 20 ફોર્મ જમા થયા હતા. તેમાંથી સ્ક્રુટીની કમિટીએ સહીઓની સમસ્યાના કારણે 4 ફોર્મ નામંજૂર કર્યા હતા. KN ત્રિપાઠીનું ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું કારણ કે તે નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતું ન હતું, તેમાં સહીનો મુદ્દો હતો. મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદના બે વર્તમાન દાવેદાર છે.
દિગ્વિજય સિંહ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસ્યા
મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂરે શુક્રવારે તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. નામાંકન ભર્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના નામ પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ચાલી રહ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસમાં બળવા બાદ અશોક ગેહલોતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ, દિગ્વિજય સિંહ શુક્રવારે નામાંકન જાહેર કર્યા બાદ પ્રમુખ પદની રેસમાંથી ખસી ગયા હતા.