Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપે જાહેર કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કોણ છે?

દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. વિપક્ષે ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે સત્તાધારી એનડીએ દ્વારા પણ રાષ્ટ્રપતિ પદ માાટેના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં દ્રૌપદી મુર્મૂના નામ પર મહોર મારવામાં આવી છે. ત્યારે આવો જાણીએ કે દ્રૌપર્દી મુર્મૂ કોણ છે?પારિવારીક જીવનદ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓ
ભાજપે જાહેર કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કોણ છે
દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. વિપક્ષે ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે સત્તાધારી એનડીએ દ્વારા પણ રાષ્ટ્રપતિ પદ માાટેના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં દ્રૌપદી મુર્મૂના નામ પર મહોર મારવામાં આવી છે. ત્યારે આવો જાણીએ કે દ્રૌપર્દી મુર્મૂ કોણ છે?
પારિવારીક જીવન
દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મૂ સાથે થયા હતા. તેઓ ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મૂનું અગંત જીવન દુર્ઘટનાઓથી ભરેલું છે. તેમના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા હતા.
રાજકીય કારકિર્દી
તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મૂ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે મુર્મૂ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા તેમણે શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું.
ઓડિશાની પટનાયક સરકારમાં મંત્રી હતા
દ્રૌપદી મુર્મૂએ 2002 થી 2009 અને ફરીથી 2013માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર હતી. જેમાં તેઓ 6 માર્ચ, 2000થી 6 ઑગસ્ટ, 2002 સુધી વાણિજ્ય અને પરિવહન મંત્રી હતા. ત્યારબાદ 6 ઓગસ્ટ, 2002થી 16 મે, 2004 સુધી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો. 
ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય
વર્ષ 2007માં તેમને ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મૂએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ ભાજપના આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ રહી ચૂક્યા છે.
ઝારખંડના રાજ્યપાલ
તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.  દ્રૌપદી મુર્મૂ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. 2000ના વર્ષમાં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ (2015-2021) પૂર્ણ કરનાર તેઓ પ્રથમ રાજ્યપાલ હતા. આ સિવાય તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ પણ હતા.
Advertisement
Tags :
Advertisement

.