વડાપ્રધાને બ્લોગમાં ઉલ્લેખ કર્યો તે અબ્બાસ ભાઇ કોણ છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમની માતા હીરાબાને તેમના 100માં જન્મદિવસે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર મા માટે બ્લોગ પણ લખ્યો છે. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં અબ્બાસ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાનના આ ઉલ્લેખ બાદ ચર્ચા શરુ થઇ હતી કે અબ્બાસ ભાઇ કોણ છે અને ક્યાં છે. રિપોર્ટ મુજબ અબ્બાસ ભાàª
07:13 AM Jun 19, 2022 IST
|
Vipul Pandya
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમની માતા હીરાબાને તેમના 100માં જન્મદિવસે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર મા માટે બ્લોગ પણ લખ્યો છે. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં અબ્બાસ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાનના આ ઉલ્લેખ બાદ ચર્ચા શરુ થઇ હતી કે અબ્બાસ ભાઇ કોણ છે અને ક્યાં છે. રિપોર્ટ મુજબ અબ્બાસ ભાઇ હવે સિડનીમાં રહે છે.
પીએમ મોદી શનિવારે ગાંધીનગરના રાયસણ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની માતાને મળીને તેમણે તેમના પગ ધોયા હતા અને પાણી આંખે ચડાવ્યું હતું તથા તેમના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે માતા, આ માત્ર એક શબ્દ નથી, આ જીવનની ભાવના છે, જેમાં પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. મારી માતા, હીરાબા આજે 18મી જૂને તેમના 100મા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે, તેમના જન્મ શતાબ્દી વર્ષની શરૂઆત થઈ રહી છે. હું મારી ખુશીઓ વહેંચું છું. વડાપ્રધાને માતા માટે એક બ્લોગ પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે મારી માતા જેટલી સરળ છે તેટલી જ અસાધારણ પણ છે. બધી માતાઓની જેમ.
જો કે, આ બ્લોગ એટલા માટે પણ ચર્ચામાં આવ્યો કારણ કે પીએમ મોદીએ તેમાં અબ્બાસ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો, જે બાળપણમાં તેમની સાથે રહેતા હતા. તેમણે યાદ કર્યું કે જ્યારે તેમના પિતાના મિત્રનું અવસાન થયું ત્યારે તેઓ તેમના પુત્ર અબ્બાસને ઘરે લઈ આવ્યા હતા. તેણે અમારી સાથે રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. માતા અબ્બાસની એ જ રીતે કાળજી લેતી હતી જે રીતે તે અમારા બધા ભાઈ-બહેનોની સંભાળ રાખતી હતી. દર વર્ષે ઈદ પર તે અબ્બાસ માટે પોતાની પસંદગીની ખાસ વાનગી બનાવતી હતી.
જો કે ત્યાર બાદ અબ્બાસ ભાઇ કોણ છે તેની ચર્ચા શરુ થઇ હતી. અબ્બાસ ભાઇ કોણ છે અને ક્યાં રહે છે તેની ચર્ચા ચાલી હતી. રિપોર્ટસ મુજબ અબ્બાસભાઈ હાલમાં તેમના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહે છે. અબ્બાસભાઈ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાંથી નિવૃત્ત થયા છે. પી.એમ મોદીના ભાઇ પંકજ મોદી સાથે તે અભ્યાસ કરતા હતા. રિપોર્ટ મુજબ પીએમ મોદીના માતા તહેવારોમાં અબ્બાસની સંભાળ રાખતી હતી. દર વર્ષે ઈદ પર તે અબ્બાસ માટે પોતાની પસંદગીની ખાસ વાનગીઓ બનાવતી હતી. બધા તહેવારો એકસાથે ઉજવતા હતા.
Next Article