Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે ગંગા નદીમાં ઝંપલાવનાર 75 વર્ષની દાદી?

 તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ટ્રેન્ડીંગ થઇ રહ્યો છે. જેમાં એક દાદી હરિદ્વારમાં ગંગા નદીમાં બ્રિજ પરથી નદીમાં જમ્પ લગાવી રહ્યાં છે. હવે હરિદ્વારમાં ગંગા નદીમાં છલાંગ મારનાર દાદીની ઓળખ થઈ ગઈ છે. દાદી સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગયા છે. આ દાદીમાનું નામ ઓમવતી છે અને તે હરિયાણા જિલ્લાના સોનીપતના બાંદેપુર ગામની રહેવાસી છે. દાદીની ઉંમર 75 વર્ષની છે અને તે બાળપણથી જ સ્વિમà
કોણ છે ગંગા નદીમાં ઝંપલાવનાર 75 વર્ષની દાદી
 તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ટ્રેન્ડીંગ થઇ રહ્યો છે. જેમાં એક દાદી હરિદ્વારમાં ગંગા નદીમાં બ્રિજ પરથી નદીમાં જમ્પ લગાવી રહ્યાં છે. હવે હરિદ્વારમાં ગંગા નદીમાં છલાંગ મારનાર દાદીની ઓળખ થઈ ગઈ છે. દાદી સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગયા છે. આ દાદીમાનું નામ ઓમવતી છે અને તે હરિયાણા જિલ્લાના સોનીપતના બાંદેપુર ગામની રહેવાસી છે. દાદીની ઉંમર 75 વર્ષની છે અને તે બાળપણથી જ સ્વિમિંગમાં પારંગત છે.'  દાદા ઓમવતી  75 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ સ્વસ્થ છે. દાદી જ્યારે પણ હરિદ્વાર જાય છે, ત્યારે જ ગંગામાં આવી જ રીતે કૂદી પડે છે.
Advertisement

75 વર્ષની ઉંમરે પણ દાદા ઓમવતી સવારે ચાર વાગ્યે ઉઠે છે. અને કસરત કરે છે. દાદી ઓમવતી સ્વિમિંગની સાથે ડાન્સિંગમાં પણ માહિર છે.  મીડિયા સાથે વાતમાં ઓમવતીએ પોતે કહ્યું, હું જ્યારે પણ હરિદ્વાર જાઉં છું ત્યારે આ રીતે જ નદીમાં કૂદી પડું છું. હું નાનપણથી જ તરવામાં એક્સપર્ટ છું, નાનપણથી જ નદીઓ અને તળાવોમાં તરવાની આદત છે.  એક સમયે મને અકસ્માત થયો હતો અને તેમાં મારા બંને પગ તૂટી ગયા હતા, પરંતુ પરિવારની મહેનતના કારણે આજે હું સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમના સ્વાસ્થ્ય પર તેમની જીવનશૈલીની પણ અસર એ છે કે તેઓ આ ઉંમરે પણ આ રીતે સક્રિય રહી શકે છે. 
ઓમવતીની પૌત્રી રેણુએ જણાવ્યું કે તે તેની દાદી પાસેથી ઘણું શીખી રહી છે. રેણુએ કહ્યું કે તેની દાદી સ્વિમિંગમાં એક્સપર્ટ છે. ઘંટી ચલાવવાથી લઈને પશુઓ માટે ચારો કાપવા સુધી અને પશુઓનું કામ પણ તે જાતે જ કરે છે. ઉંમરના કારણે તેમને સાંભળવાની થોડી તકલીફ છે, પરંતુ તે હજી પણ તેનઓ શારિરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે અને જ્યારે પણ તે ગંગા નદીમાં સ્નાન કરવા જાય છે, ત્યારે તે આ જ રીતે ગંગામાં કૂદી પડે છે.
Tags :
Advertisement

.