Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોણ છે સરગમ કૌશલ ? જેણે મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2022-2023નો ખિતાબ જીત્યો

મિસિસ ઇન્ડિયા વર્લ્ડ 2022-2023ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. ભારતની સરગમ કૌશલે આ વર્ષે મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. જણાવી દઈએ કે જ્યુરી પેનલ - સોહા અલી ખાન, વિવેક ઓબેરોય, મોહમ્મદ અઝહરુદ્દીન, ડિઝાઇનર માસૂમી મેવાવાલા અને ભૂતપૂર્વ મિસિસ વર્લ્ડ અદિતિ ગોવિત્રિકરે આ ટાઈટલ માટે 51 સ્પર્ધકોમાંથી સરગમ કૌશલની પસંદગી કરી છે. મિસિસ ઈન્ડિયા વર્લ્ડ બન્યા પછી હવે આગળ વિશ્વ સ્તરે પ્ર
08:12 AM Jun 17, 2022 IST | Vipul Pandya
મિસિસ ઇન્ડિયા વર્લ્ડ 2022-2023ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. ભારતની સરગમ કૌશલે આ વર્ષે મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. જણાવી દઈએ કે જ્યુરી પેનલ - સોહા અલી ખાન, વિવેક ઓબેરોય, મોહમ્મદ અઝહરુદ્દીન, ડિઝાઇનર માસૂમી મેવાવાલા અને ભૂતપૂર્વ મિસિસ વર્લ્ડ અદિતિ ગોવિત્રિકરે આ ટાઈટલ માટે 51 સ્પર્ધકોમાંથી સરગમ કૌશલની પસંદગી કરી છે. મિસિસ ઈન્ડિયા વર્લ્ડ બન્યા પછી હવે આગળ વિશ્વ સ્તરે પ્રતિનિધિત્ત્વ કરશે. નવદીપ કૌર, જે મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2021 અને મિસિસ વર્લ્ડ 2022માં રાષ્ટ્રીય કોસચ્યૂમ વિજેતા હતી, તેણે સરગમ કૌશલને તાજ પહેરાવ્યો. જણાવી દઈએ કે મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ હવે સરગમ કૌશલ મિસિસ વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

કોણ છે સરગમ કૌશલ?
સરગમ કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે કે તેના પતિ ભારતીય નૌકાદળમાં કામ કરે છે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શિક્ષિકા હતી. જણાવી દઈએ કે સરગમ કૌશલે અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.મિસિસ ઈન્ડિયા વર્લ્ડની વિનર મળી ગઈ છે. સરગમ કૌશલે આ ખિતાબ જીત્યો છે. સરગમ કૌશલ સમગ્ર દેશમાંથી આવી 51 સ્પર્ધકોને માત આપીને આ તાજ જીતી છે. મિસિસ ઇન્ડિયા વર્લ્ડ પેજન્ટની જ્યુરી પેનલમાં સોહા અલી ખાન અને વિવેક ઓબેરોય પણ સામેલ હતા .નવદીપ કૌર, જેઓ મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2021 અને મિસિસ વર્લ્ડ 2022માં રાષ્ટ્રીય  કોસચ્યૂમ વિજેતા હતા, તેમણે સરગમ કૌશલને તાજ પહેરાવ્યો હતો

કૌશલ મિસિસ વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
હવે આગળ સરગમ કૌશલ મિસિસ વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમ રનર અપ જુહી વ્યાસ અને બીજી ચાહત દલાલ છે. જ્યારથી સરગમ વિજેતા બનવાની જાહેરાત કરી છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સરગમના દેખાવ અને સુંદરતાથી લોકો મંત્રમુગ્ધ છે. સરગમ ઈન્સ્ટા પર ખૂબ જ એક્ટિવ લાગે છે. તેના 5,238 ફોલોઅર્સ છે. સરગમ વાસ્તવિક જીવનમાં પણ એટલી જ સ્ટાઇલિશ છે. 
Tags :
beutycontestGujaratFirstmissindiaworldMUMBAISargamKaushalwinner
Next Article