Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હનુમાન જયંતિ શોભાયાત્રા હિંસા કેસમાં પકડાયેલો અંસાર કોણ છે? જાણો તેની કુંડળી

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન હિંસાના આરોપી મોહમ્મદ અંસારની કુંડળી બહાર આવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મોહમ્મદ અંસાર વિરુદ્ધ પહેલાથી જ 7 કેસ નોંધાયેલા છે. અંસારનો જન્મ 1980માં જહાંગીરપુરીની ઝૂંપડપટ્ટીમાં થયો હતો.ભંગારનો વ્યવસાયે, ચાર ધોરણ સુધી ભણ્યોઅંસાર ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 2020àª
હનુમાન જયંતિ શોભાયાત્રા હિંસા કેસમાં પકડાયેલો અંસાર કોણ છે  જાણો તેની કુંડળી
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન હિંસાના આરોપી મોહમ્મદ અંસારની કુંડળી બહાર આવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મોહમ્મદ અંસાર વિરુદ્ધ પહેલાથી જ 7 કેસ નોંધાયેલા છે. અંસારનો જન્મ 1980માં જહાંગીરપુરીની ઝૂંપડપટ્ટીમાં થયો હતો.
ભંગારનો વ્યવસાયે, ચાર ધોરણ સુધી ભણ્યો
અંસાર ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 2020માં CAA અને NRCને લગતા પ્રદર્શનો દરમિયાન તે ધરણાંના સ્થળો પર પણ સક્રિય હતો. આ વખતે જ્યારે દિલ્હી પોલીસે તેને પકડમાં લીધો છે ત્યારે તેની પત્નીએ તેના પતિને નિર્દોષ ગણાવ્યો છે. તેની પત્ની સકીનાનો દાવો છે કે તે વિવાદનું સમાધાન કરવા ગયો હતો અને તેને ફસાવી દેવામાં આવ્યો હતો.
મેવાત સાથે જોડાણ
આરોપી અંસારના પિતાનું નામ મોહમ્મદ અલાઉદ્દીન છે. આરોપીની પત્નીનું નામ સકીના અને પુત્રનું નામ સોહેલ છે.  તેના એક ભાઈનું નામ અલ્ફા છે. અન્સારનો સાળો મેવાતના નૂહમાં રહે છે. પોલીસે તેનું ડોઝિયર 20 ફેબ્રુઆરી 2009ના રોજ તૈયાર કર્યું હતું. તે દરમિયાન અન્સારની છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી.
અંસારના ગુનાની કુંડળી
દિલ્હી પોલીસના ડોઝિયર મુજબ તેની સામે પહેલાથી જ 7 કેસ નોંધાયેલા છે. ગુનાની દુનિયામાં અંસારની એન્ટ્રી છરી વડે થઈ હતી. પ્રથમ કેસમાં તેની છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની સામે આર્મ્સ એક્ટની કલમ લગાવવામાં આવી હતી. બીજો કેસ જુલાઈ 2018નો છે. ત્યારબાદ અંસાર પર કલમ ​​186/353 IPC (સરકારી કર્મચારી પર હુમલો અને સરકારી કામમાં અવરોધ) લગાવવામાં આવ્યો.
Advertisement
Tags :
Advertisement

.