ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીવન જોખમે નદીમાં કૂદી જનાર નેતા કાંતિ અમૃતિયા કોણ ?

મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સમર્જાઈ હતી, જેમાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ત્યારે આ ઘટનામાં 25થી વધુ બાળકો સહિત 90થી વધુનાં મોત થયા  હતા ,  એવામાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મોરબી દુર્ધટનામાં બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને કાંતિ અમૃતિયા લોકોને બચાવવા પોતે નદીમાં ઊતર્યા હતા. જોકે આ દુર્ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એ
06:17 PM Nov 01, 2022 IST | Vipul Pandya
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સમર્જાઈ હતી, જેમાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ત્યારે આ ઘટનામાં 25થી વધુ બાળકો સહિત 90થી વધુનાં મોત થયા  હતા ,  એવામાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મોરબી દુર્ધટનામાં બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને કાંતિ અમૃતિયા લોકોને બચાવવા પોતે નદીમાં ઊતર્યા હતા. જોકે આ દુર્ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે લાઈટિંગનું કહ્યું છે, લાઈટિંગ તાત્કાલિક કરે. કલેક્ટરે સૂચના આપી એ પ્રમાણે કરો તેમણે 150 લોકોનો  જીવ  બચ્યો  હતો અને 40 બોડી કાઢી હતી અને અધિકારીઓને આહવાન કરતાં કહ્યું હતું 
કોણ છે કાંતિ અમૃતિયા
કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં એક મધ્યમવર્ગીય પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. મોરબી બંધની નિષ્ફળતાને કારણે આવેલા પૂર દરમિયાન 1970ના દાયકામાં એક નાના છોકરા તરીકે પણ તેમણે પીડિતોના પુનર્વસન માટે સેવા આપી હતી. તેમણે મોરબીની વીસી ટેક્નિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ હતા. સંસ્થામાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી
કાંતિ અમૃતિયાએ તેમના સામાજિક જીવનનાં પ્રારંભિક વર્ષો દરમિયાન આરએસએસમાં સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને ઉત્સાહિત કરવાનું પડકારજનક કાર્ય હાથ ધર્યું હતું. સહકાર્યકરો અને સ્થાનિક ઉદ્યોગપતિ સાથે મળીને, કાંતિભાઈએ મોરબી જિલ્લા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કેડર બેઝ બનાવવાનું નક્કી કર્યું. પ્રારંભિક સમયગાળામાં તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી અને તેમના મામા અમુભાઈ આઘારા મતવિસ્તાર સ્તરે આગળ હતા.
કાંતિ અમૃતિયાએ મોરબી મતવિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું
પ્રથમ વખત 1995માં કાંતિભાઈએ મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને M.L.A તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ M.L.A તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે.
મોરબીમાં કાંતિ અમૃતિયા પહેલી જ વાર હાર્યા
મોરબી જિલ્લાની બેઠકો પાટીદાર પ્રભુત્વના લીધે આમેય હાઇ પ્રોફાઇલ બની ગઇ હતી અને તેમાં મોટો સેટબેક એ આવ્યો કે ભાજપના કાંતિ અમૃતિયા કે જે સતત પાંચ ટર્મથી જીતતા આવ્યા હતા એ ભાજપની સિક્યોર્ડ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી અને કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ જીતનો ડંકો વગાડીને પહેલી વાર જીતનું ખાતું ખોલાવ્યું હતું.
Tags :
GujaratFirstmorbibridgemorbibridgecollapseMorbiGujaratMorbiNewsMorbiTragedy
Next Article