Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે જયેન મહેતા જેમને સોઢીની હકાલપટ્ટી બાદ સોંપાયો અમુલના એમડીનો ચાર્જ ? કઇંક આવી રહી છે સફર

GCMMFના એમડી પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી બાદ હાલ અમુલની કમાન  GCMMFના સીઓઓ જયેન મહેતાને સોંપાઇ છે... બીજા શબ્દોમાં કહીએ તો એમડી તરીકે હવે જયેન મહેતાને પદભાર સોંપાયો છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જયેન મેહતાની નિમણૂંક ફેબ્રુઆરી 2022માં  થઈ હતી.  MD પછી COOની પોસ્ટ બીજા નંબર પર આવે છે.  હવે આર.એસ. સોઢીની હકાલપટ્ટી બાદ જયેન મહેતા અમુલના નવા એમડી બની ચૂàª
કોણ છે જયેન મહેતા જેમને સોઢીની હકાલપટ્ટી બાદ સોંપાયો અમુલના એમડીનો ચાર્જ   કઇંક આવી રહી છે સફર
GCMMFના એમડી પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી બાદ હાલ અમુલની કમાન  GCMMFના સીઓઓ જયેન મહેતાને સોંપાઇ છે... બીજા શબ્દોમાં કહીએ તો એમડી તરીકે હવે જયેન મહેતાને પદભાર સોંપાયો છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જયેન મેહતાની નિમણૂંક ફેબ્રુઆરી 2022માં  થઈ હતી.  MD પછી COOની પોસ્ટ બીજા નંબર પર આવે છે.  હવે આર.એસ. સોઢીની હકાલપટ્ટી બાદ જયેન મહેતા અમુલના નવા એમડી બની ચૂક્યા છે. 

કોણ છે જયેન મહેતા ? 
- જયેન મહેતા છેલ્લા 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે. 
-  એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી, આણંદના ઈન્ચાર્જ એમડી તરીકે સેવા આપી 
- સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે
- ગત ફેબ્રુઆરી મહિનામાં અમુલના સીઓઓ તરીકે પદભાર સંભાળ્યો હતો 
- સીઓઓ તરીકે પદભાર સંભાળ્યો તે પહેલા સિનિયર જનરલ મેનેજર (પ્લાનિંગ અને માર્કેટીંગ)માં કાર્યરત હતા  
- 'માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડનો એવોર્ડ જીતી ચૂક્યા છે 
અધધ છે અમુલનું ટર્ન ઓવર 
અમૂલનું વાર્ષિક ટર્નઓવર એકસઠ હજાર કરોડ રૂપિયા છે.   દુનિયામાં ૮મા સૌથી મોટા ડેરી સંગઠન એવા અમૂલ ફેડરેશને ગત વર્ષની સરખામણીમાં ટર્નઓવરમાં ૧૮.૪૬ ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. અમૂલ હાલ  એવી ટેકનોલોજી પર પણ કામ કરી રહ્યું છે, જેમાં ઝડપથી બગડી જતી દૂધ આધારિત ભારતીય મીઠાઈઓ અને ડેઝર્ટ્સનો ૪૫ દિવસ સુધી અને તેથી વધુ સમય સંગ્રહ થઇ  શકે. અમૂલનો નજીકના ભવિષ્યમાં રૂ. ૫૦૦ કરોડના રોકાણ સાથે રાજકોટમાં નવો ડેરી પ્લાન્ટ તૈયાર થશે  અને આગામી બે વર્ષની અંદર દિલ્હી, વારાણસી, રોહતક સહિતના સ્થળોએ મોટા ડેરી  પ્લાન્ટ્સ ઉભા કરશે 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.