કોને મંકીપૉક્સ થવાનો ખતરો વધારે? નાના બાળકોને આ રોગથી દૂર રાખવા જરૂરી 4 બાબતો
કોને મંકીપૉક્સ થવાનો ખતરો વધારે છે?વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન અનુસાર ગર્ભવતી મહિલાઓને વધુ ખતરો રહે છે. આ લોકો માટે આ વાયરસ ગંભીર હોઈ શકે છે. તેની સાથે નબળી ઈમ્યુનિટીવાળા લોકો અને 5 વર્ષથી નાના બાળકો તેના લપેટમાં જલ્દી આવી શકે છે.5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મંકીપૉક્સમાંથી કેવી રીતે બચી શકે?આ 4 વાતોનું ખાસ ધ્યાન રાખો..જો તમારા બાળકની ઇમ્યુન સિસ્ટમ નબળી હોય, તો તેનું ખાનપાન ઠીક કરો.બાળકો
કોને મંકીપૉક્સ થવાનો ખતરો વધારે છે?
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન અનુસાર ગર્ભવતી મહિલાઓને વધુ ખતરો રહે છે. આ લોકો માટે આ વાયરસ ગંભીર હોઈ શકે છે. તેની સાથે નબળી ઈમ્યુનિટીવાળા લોકો અને 5 વર્ષથી નાના બાળકો તેના લપેટમાં જલ્દી આવી શકે છે.
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મંકીપૉક્સમાંથી કેવી રીતે બચી શકે?
આ 4 વાતોનું ખાસ ધ્યાન રાખો..
- જો તમારા બાળકની ઇમ્યુન સિસ્ટમ નબળી હોય, તો તેનું ખાનપાન ઠીક કરો.
- બાળકો માટે ફીઝિકલ એક્ટીવિટી કરાવો, દિવસભર કમ્પ્યૂટર અથવા મોબાઇલ પર ગેમ ના રમવા દેશો.
- બાળકોના શરીર પર દાણાં દેખાય અને તેને તાવ આવે, તો ઘરેલૂ ઉપચાર કરવા કરતા, ડૉક્ટરનો સંપર્ક કરો.
- બાળકોના અજાણ્યા અને બીમાર વ્યક્તિના સંપર્કમાં આવવાથી રોકો.
- તેનાથી ઇમ્યુનિટી મજબૂત થશે. ઇમ્યુનિટી સારી હશે તો વાયરલ ઇન્ફેક્શનથી બાળકોને ખતરો ઓછો રહેશે, અને જો તે બીમાર પડશે તો જલ્દીથી રિકવર પણ થશે.
કામની વાત-
મંકીપૉક્સનો ઇનક્યુબેશન પીરિયડ (ઈન્ફેક્શનથી સિમ્પ્ટમ્સ સુધીનો સમય) સામાન્ય રીતે 7-14 દિવસનો હોય છે, પરંતુ તે 5-21 દિવસોનો પણ હોઈ શકે છે.
આ દેશોમાં મંકીપૉક્સના કેસો આવી ચૂક્યા છે..
ભારત, અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની, નીદરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઑસ્ટ્રિયા, કેનરી દ્વીપ, ઈઝરાઈલ, સ્વિટઝર્લેન્ડ સહિત 75 થી પણ વધુ દેશો..
આખરે મંકીપૉક્સનો ઉપચાર શું?
WHO ની વેબસાઈટ અનુસાર હાલ મંકીપૉક્સનો કોઈ ઈલાજ નથી. પરંતુ ચેચકની વેક્સિન મંકીપૉક્સ સામે 85% સુધી અસરકર્તા સાબિત થઈ છે. ચેચકની વેક્સિન હજુ પણ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી.
Advertisement