Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાતમા દિવસે કોણ છવાયું, જાણો રેડ કાર્પેટ પર કેવી રહી એન્ટ્રી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022, વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. ભારતીય અભિનેત્રીઓ ફ્રાન્સના શહેર રિવેરા ખાતે આયોજિત 'કાન્સ 2022'માં તેમના ગ્લેમરસ લુક સાથે સતત શો-સ્ટોપિંગ જલવાઓ દેખાડી રહી છે. આખા ફિલ્મ ફેસ્ટિવલની શાન તરીકે  આપણી ભારતીય અભિનેત્રીઓ સમગ્ર વિશ્વ સુંદરીઓ સાથે અલગ રીતે ચમકી રહી છે. દીપિકા પાદુકોણથી લઈને હેલી શાહ સુધી, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર તમામ અભિનેત્રીઓ દરરોજ ક
સાતમા દિવસે કોણ છવાયું  જાણો રેડ કાર્પેટ પર કેવી રહી એન્ટ્રી
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022, વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. ભારતીય અભિનેત્રીઓ ફ્રાન્સના શહેર રિવેરા ખાતે આયોજિત 'કાન્સ 2022'માં તેમના ગ્લેમરસ લુક સાથે સતત શો-સ્ટોપિંગ જલવાઓ દેખાડી રહી છે. આખા ફિલ્મ ફેસ્ટિવલની શાન તરીકે  આપણી ભારતીય અભિનેત્રીઓ સમગ્ર વિશ્વ સુંદરીઓ સાથે અલગ રીતે ચમકી રહી છે. દીપિકા પાદુકોણથી લઈને હેલી શાહ સુધી, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર તમામ અભિનેત્રીઓ દરરોજ કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહી છે. કાન્સના સાતમા દિવસે નરગીસ ફખરીએ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. અભિનેત્રીએ પોતાની આગવી અદાથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ સુંદરીઓની કેટલીક ગ્લેમરસ તસવીરો.


ઉર્વશી રૌતેલા
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિમાં ભારતીય અભિનેત્રી ઉર્વશી રૌતેલાની બે તસવીરો સામે આવી છે. એકમાં તે વ્હાઇટ હોલ્ટર નેક સિલ્ક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે બીજીમાં તે V નેક બ્લુ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. ઉર્વશીએ તેના બંને લુક્સને કમ્પલિટ કરવા માટે હેર બન બનાવ્યું છે. ઉર્વશી તેના બંને અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.


નરગીસ ફખરી
બોલિવૂડ અભિનેત્રીઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ધૂમ મચાવી રહી છે અને હવે નરગીસ ફખરી પણ તેમને સપોર્ટ કરવા ફ્રાન્સ પહોંચી ગઈ છે. મિનિમલ મેકઅપ સાથે હોલ્ટર નેક ગાઉન પહેરીને, નરગીસ કાન્સની રેડ કાર્પેટ પર પરીથી ઓછી નહોતી દેખાતી. પિંક ગાઉન પર સિલ્વર વર્ક તેના આઉટફિટને વધુ આકર્ષક બનાવી રહ્યું હતું, સાથે તેણે ડાયમંડ ઇયરિંગ્સ પણ પહેરી હતી.


હેલી શાહ
કાન્સમાં લગભગ તમામ ભારતીય અભિનેત્રીઓ પેન્ટસુટ પહેરેલી જોવાં મળી છે, તો હેલી શાહ કેવી રીતે પાછળ રહી શકે? ફિલ્મ ફેસ્ટિવલના સાતમા દિવસે, હેલી શાહે ઓફ-વ્હાઈટ કોટ-પેન્ટ પહેર્યું હતું, જેમાં તે સુંદર દેખાતી હતી. હેરબન અને મિનિમલ મેકઅપ સાથે હેલીનો આ લુક તેને વધુ ક્લાસી લુક આપી રહ્યો હતો. તેણે તેના લુકને હાઈ હીલ્સ અને ડાયમંડ ઈયરિંગ્સ સાથે જોડી દીધો.



મીરા ચોપરા
હોલીવુડની આઇકોન પ્રિયંકા ચોપરાની કઝિન બહેન અને અભિનેત્રી મીરા ચોપરા પણ કાન્સમાં હાજરી આપી રહી છે. તે પોતાની ફિલ્મ 'સેફ'ના પોસ્ટર લોન્ચ માટે ફ્રેન્ચ રિવેરા પહોંચી છે. કાન્સના સાતમા દિવસે, મીરાએ દેશી લૂક સાથેની વ્હાઇટ સાડી પહેરી હતી, જેમાં તે સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરા જેવી દેખાતી હતી. પર્લ જ્વેલરી ઓપન વાળ સાથે મીરાના દેખાવને વધુ ગ્લેમરસ બનાવતો હતો.

દીપિકા પાદુકોણ
અભિનેત્રી દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર ફરી એકવાર પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો. તેની તસવીરો સામે આવી છે તેમાં દીપિકાએ બ્લેક શીમરી ફ્લોર લેન્થ બોડીકોન ગાઉન પહેર્યું હતું. તેના અદભૂત દેખાવને પૂર્ણ કરવા માટે, દીપિકાએ મેસી બન અને સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો. તેનો લુક અમને તેની ફિલ્મ 'કોકટેલ'ની વેરોનિકાની યાદ અપાવે છે.
Advertisement
Tags :
Advertisement

.