રાહુલ ગાંધી યાત્રામાં વ્યસ્ત, ગુજરાતની ચૂંટણીનો પ્રચાર આ નેતાને સોંપાયો
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)માં કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ની ભૂમિકા વધી શકે છે. પ્રિયંકા ગાંધી આ બે રાજ્યોની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર સંભાળશે. કારણ કે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસના નવા અધ્યક્ષ પણ બંને રાજ્યોની ચૂંટણીમાં મુખ્ય પ્રચારક હશે.à
03:14 AM Oct 07, 2022 IST
|
Vipul Pandya
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)માં કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ની ભૂમિકા વધી શકે છે. પ્રિયંકા ગાંધી આ બે રાજ્યોની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર સંભાળશે. કારણ કે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસના નવા અધ્યક્ષ પણ બંને રાજ્યોની ચૂંટણીમાં મુખ્ય પ્રચારક હશે.
પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે
પ્રિયંકા ગાંધી વાડ્રા ટૂંક સમયમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી શકે છે. તેમના ગુજરાત ચૂંટણી પ્રચાર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના સુત્રોનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે.
હિમાચલમાં પણ ભૂમિકા
વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહના નિધન બાદ હિમાચલ પ્રદેશમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. પાર્ટીએ વીરભદ્ર સિંહની પત્ની અને ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા પ્રતિભા સિંહને પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારની નબળી કામગીરી રાજ્યમાં મહત્વના મુદ્દા છે. પાર્ટી આ મુદ્દાઓને પૂરા જોશ સાથે ઉઠાવી રહી છે.
રાહુલ પણ યાત્રા છોડીને આવી શકે
પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. જે દિવસે તેમને પ્રચાર માટે જવું પડશે તે દિવસે કોઈ યાત્રા નહીં થાય. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે યાત્રાની રજાના દિવસે રાહુલ આ રાજ્યોમાં પ્રચારમાં ભાગ લેશે. વર્ષ 2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઘણો સમય વિતાવ્યો હતો.
કોંગ્રેસના નવા પ્રમુખ પણ બંને રાજ્યોમાં જશે
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી અંતિમ તબક્કામાં છે. આ મહિનાના અંત સુધીમાં નવા પ્રમુખ પોતાની જવાબદારી સંભાળશે. પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર પાર્ટીના નવા અધ્યક્ષ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરશે. નવા પ્રમુખની ચૂંટણી બાદ તેમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. નવા અધ્યક્ષ સાથે પણ પ્રિયંકા અને રાહુલ ગાંધી સભાને સંબોધિત કરી શકે છે.
Next Article