ગુજરાત યુનિ.ની એકેડમિક કાઉન્સિલ દ્વારા કયા પ્રોફેસરના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો ?
ગુજરાત યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલ દ્વારા MSW વિભાગના સહ અધ્યાપિકાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અધ્યાપિકા ડો. રંજન ગોહિલની પીએચડીની ડિગ્રી ખોટી હોવાથી તેમજ ખોટી નિમણૂક થઈ હોવાથી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ડો. રંજન ગોહિલે ફકત 18 મહિનામાં જ પીએચડીની ડીગ્રી મેળવી હોવાનો આરોપ લાગ્યો છે. MSW ના હેડ પ્રો. પી પી પ્રજાપતિ દ્વારા ખોટું નોટિફિકેશન કરી ડો. ગોહિલની ભરતી કરાઇ હોવàª
Advertisement
ગુજરાત યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલ દ્વારા MSW વિભાગના સહ અધ્યાપિકાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અધ્યાપિકા ડો. રંજન ગોહિલની પીએચડીની ડિગ્રી ખોટી હોવાથી તેમજ ખોટી નિમણૂક થઈ હોવાથી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
Advertisement
ડો. રંજન ગોહિલે ફકત 18 મહિનામાં જ પીએચડીની ડીગ્રી મેળવી હોવાનો આરોપ લાગ્યો છે. MSW ના હેડ પ્રો. પી પી પ્રજાપતિ દ્વારા ખોટું નોટિફિકેશન કરી ડો. ગોહિલની ભરતી કરાઇ હોવાથી રંજન ગોહિલના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. ગુજરાત યુનિવર્સિટીના ધ્યાનમાં સમગ્ર મામલો આવતા યુનિવર્સિટીએ હેડ પી.પી. પ્રજાપતિને પદેથી હટાવી કમિટી રચી, MSWનો ચાર્જ વિપુલ પટેલને અપાયો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા 3 સભ્યોની કમિટી તપાસ કરશે.
ગુજરાત યુનિવર્સિટી વિભાગના સહ અધ્યાપિકા ડોક્ટર રંજન ગોહિલ દ્વારા સ્પષ્ટતા કરાઇ હતી કે તેમણે ઓગસ્ટ 2018 માં પીએચડીની ડીગ્રી મેળવી હતી. 20 નવેમ્બર 2018માં કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં જોડાયા હતા. ફિક્સ પગાર પર નવી જાહેરાત ના થાય ત્યાં સુધી નોકરીએ રાખવામાં આવી હતી. MSW વિભાગમાં આવીને પંકજ શ્રીમાળીએ મારી સાથે અસભ્ય વર્તન કરતા મેં વિરોધ કર્યો હતો ત્યારબાદ સદાબ કાઝી, વિપુલ પટેલ, ચિરાગ કલાલ, ભાગ્ય જાની, ડેવિડ જોષી સામે મેં 6 મહિના અગાઉ WDC માં ફરિયાદ કરી હતી આ તમામ સામે WDC તરફથી 6 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. મેં WDC માં ફરિયાદ કરી એટલે હવે મારી સામે ખોટા આક્ષેપ કરી કાર્યવાહી કરાઈ છે. મારી ડિગ્રી ખોટી નથી, મારી નિમણૂક પણ ખોટી નથી થઈ. ભૂતકાળમાં ચિરાગ કલાલ દ્વારા મારી પીએચડીની ડિગ્રી સામે ફરિયાદ કરતા પીએચડીની મારી ડિગ્રી અંગે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીમાં રિપોર્ટ જમાં થયો હતો. મારી પીએચડીની ડિગ્રી ખોટી છે એવું કહે છે પણ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક લોકો ખોટી ડિગ્રી સાથે નોકરી કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે મારી ડિગ્રી ખોટી હોય અને મારા પર પ્રવેશબંધી કરાઈ હોય તો અન્ય જે ખોટી ડિગ્રી સાથે ગુજરાત યુનિવર્સિટીમાં છે એમના પર પ્રવેશબંધી કેમ નથી કરાતી મારી નિમણૂક ખોટી છે એવું કહે છે, કેમ ચાર વર્ષ બાદ આજે આ વાત એમને સમજાઈ, મારી નિમણૂક કરાઈ ત્યારે કુલપતિ હિમાંશુ પંડ્યા જ હતા. તેમણે જણાવ્યું કે અંગત અદાવત રાખીને મારી સામે ખોટા આક્ષેપ કર્યા છે. હું ન્યાય માટે મહિલા આયોગ અને મહિલા પોલીસ સ્ટેશન, તકેદારી આયોગમાં ફરિયાદ કરીશ.
Advertisement