Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટવાળા દેશોની યાદીમાં ભારત કયા નંબરે? આટલા દેશોમાં VISA ફ્રી મળી શકે છે પ્રવેશ

તમે જે દેશના વતની છો તે દેશનો પાસપોર્ટ જો મજબૂત હશે તો તમારા માટે દુનિયા ફરવી કે કોઇ પણ જગ્યાએ જવું સરળ બની શકે છે. તાજેતરમાં નંબર વનના ક્રમાંકે UAE છે કે જેની પાસે દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ છે. દુનિયાના સૌથી મજબૂત પાસપોર્ટવાળા દેશોની યાદીમાં ભારત 69માં નંબરે છે જ્યારે પાકિસ્તાન 94માં નંબરે અને બાંગ્લાદેશ 92માં સ્થાને છે.  પાસપોર્ટ એ વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવા માટે આવશ્યક દસ્
વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટવાળા દેશોની યાદીમાં ભારત કયા નંબરે  આટલા દેશોમાં visa ફ્રી મળી શકે છે પ્રવેશ
તમે જે દેશના વતની છો તે દેશનો પાસપોર્ટ જો મજબૂત હશે તો તમારા માટે દુનિયા ફરવી કે કોઇ પણ જગ્યાએ જવું સરળ બની શકે છે. તાજેતરમાં નંબર વનના ક્રમાંકે UAE છે કે જેની પાસે દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ છે. દુનિયાના સૌથી મજબૂત પાસપોર્ટવાળા દેશોની યાદીમાં ભારત 69માં નંબરે છે જ્યારે પાકિસ્તાન 94માં નંબરે અને બાંગ્લાદેશ 92માં સ્થાને છે.  
પાસપોર્ટ એ વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવા માટે આવશ્યક દસ્તાવેજ છે. કોઈપણ પ્રવાસી જે તેમના વતન અને વિદેશી દેશ વચ્ચેની સરહદ પાર કરે છે તેને પાસપોર્ટની જરૂર છે કારણ કે તે વિદેશમાં તેમની ઓળખ તરીકે કામ કરે છે અને તે વ્યક્તિ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ નથી. દર વર્ષે ટોચના પાસપોર્ટ જારી કરનારા દેશોની યાદી જાહેર કરવામાં આવે છે. તેવી જ રીતે, 2022 ના પાસપોર્ટનું રેટિંગ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય નાગરિકોને 24 દેશોમાં વીઝા ફી પ્રવેશ મળી શકે છે
126 દેશોમાં જવા પહેલા વિઝાની જરૂર પડે છે . આર્ટન કેપિટલના ઈન્ડેક્સ મુજબ ક્યા દેશના નાગરિકોને કેટલા દેશમાં વિઝા મુક્ત પ્રવેશ અને કેટલા દેશોમાં વીઝા ઓન અરાઈવલ પ્રવેશ મળી શકે છે. આર્ટન કેપિટલ તરફથી વર્ષ 2022માં સૌથી મજબૂત પાસપોર્ટની યાદી જાહેર કરાઈ છે, જેમાં ભારત 69માં ક્રમે છે. ભારતીય નાગરિકો 24 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ કરી શકે છે. જ્યારે 48 દેશોમાં વીઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે. ભારતના નાગરિકોને 126 દેશોમાં જવા માટે વિઝા લેવાની જરૂર પડે છે. આ યાદીમાં પાકિસ્તાન 94માં સ્થાને છે. પાકિસ્તાનના નાગરિકોને માત્ર 10 દેશમાં વિઝા મુક્ત પ્રવેશ મળે છે. જ્યારે 154 દેશોમાં પ્રવેશ માટે તેને વિઝાની જરૂર પડે છે.
UAEનો પાસપોર્ટ વર્ષ 2022નો સૌથી શક્તિશાળી પાસપોર્ટ
સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ 139 દેશોમાં યુનાઈટેડ અરબ અમિરાત એટલે કે UAEનો પાસપોર્ટ વર્ષ 2022નો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જણાયો છે. UAEના નાગરિકોને 180 દેશોમાં સરળતાથી પ્રવેશ મળે છે. અહીંના નાગરિકોને 121 દેશમાં વિઝા મક્ત પ્રવેશ મળે છે. જ્યારે 59 દેશોમાં વિઝા ઓન અરાઈવલ સુવિધા મળે છે. યુએઈના નાગરિકોને માત્ર 18 દેશોમાં પ્રવેશ પહેલા વિઝા લેવાની જરૂર પડે છે.
મજબૂત પાસપોર્ટ ધરાવતાં દેશો
મજબૂત પાસપોર્ટ ધરાવતાં દેશોની યાદીમાં બીજા ક્રમે જર્મની, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, લક્ઝમ્બર્ગ સહિત યુરોપના 10 દેશોનો સમાવેશ થાય છે. આ બધા જ દેશના નાગરિક 126 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મેળવી શકે છે. જ્યારે 47 દેશોમાં વિઝા ઓન અરાઈવલ સુવિધાનો લાભ મેળવી શકે છે. અમેરિકા અને બ્રિટન ક્રમશ ત્રીજા અને ચોથા ક્રમે છે. અમેરિકન નાગરિક 116 દેશોમાં જ્યારે બ્રિટિશ નાગરિક 118 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મેળવી શકે છે. 
રેન્કિંગ કેવી રીતે કરવામાં આવે છે?
આ પાસપોર્ટ ઇન્ડેક્સ સંયુક્ત રાષ્ટ્રના 139 સભ્ય દેશો અને તેના 6 અલગ-અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે વપરાયેલ ડેટા સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સાથે, સમય સમય પર, ક્રાઉડસોર્સિંગ દ્વારા, આ ડેટા પણ ગુપ્ત રીતે શોધી કાઢવામાં આવે છે. વ્યક્તિગત રેન્ક નક્કી કરવા માટે તમામ દેશોના પાસપોર્ટને ત્રિ-સ્તરીય પદ્ધતિ અને મોબિલિટી સ્કોર (MS)ના આધારે રેટ કરવામાં આવે છે. આમાં વિઝા ફ્રી (VF), વિઝા ઓન અરાઈવલ (VOA), eTA અને eVisa પણ સામેલ છે. આ સ્કોર પછી વિઝા ઓન અરાઈવલ અને યુનાઈટેડ નેશન્સ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (UNDP HDI) 2018 માટે ટાઈ બ્રેકર તરીકે ઉપયોગમાં લેવાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.