Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કઈ દિશામાં રાખવું જોઈએ મંદિર? 80 ટકા લોકોને આ નથી ખબર

આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કોઈ પણ જગ્યાએ પૂજા કરવા જેવા શુભ કાર્ય કરતી વખતે, ખાસ કરીને તમારા પૂજા ઘરમાં, જ્યારે તમે પૂજા કરો છો, ત્યારે તમારુ મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ અને પૂજા ગૃહમાં મંદિરનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસિયે, તો તમને ખબર પડે છે કે વૈજ્ઞાનિકોએ પણ પૃથ્વીની ચુંબકીય શક્તિનો સ્વીકાર કર્યો છે અને દરેક કાર્ય માટે યોગ્ય દિશાનું મહત્
કઈ દિશામાં રાખવું જોઈએ મંદિર  80 ટકા લોકોને આ નથી ખબર
આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કોઈ પણ જગ્યાએ પૂજા કરવા જેવા શુભ કાર્ય કરતી વખતે, ખાસ કરીને તમારા પૂજા ઘરમાં, જ્યારે તમે પૂજા કરો છો, ત્યારે તમારુ મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ અને પૂજા ગૃહમાં મંદિરનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસિયે, તો તમને ખબર પડે છે કે વૈજ્ઞાનિકોએ પણ પૃથ્વીની ચુંબકીય શક્તિનો સ્વીકાર કર્યો છે અને દરેક કાર્ય માટે યોગ્ય દિશાનું મહત્વ સ્વીકાર્યું છે.
તેથી જ્યારે પણ તમે તમારા પૂજા ઘરમાં કોઈ મંદિરની સ્થાપના કરો તો તે મંદિરનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ. નવાઈની વાત તો એ છે કે આપણા દેશમાં મહાન ઋષિમુનિઓએ પોતાની તપસ્યા દ્વારા પ્રાપ્ત જ્ઞાન દ્વારા હજારો વર્ષ પહેલા પૃથ્વીની ચુંબકીય શક્તિના આધારે શાસ્ત્રોમાં લખીને આ હકીકત જણાવી હતી.
જ્યારે વૈજ્ઞાનિકોએ શોધ કરી હતી. ઘણા યુગો પછી પૃથ્વીની ચુંબકીય શક્તિ વિશે અમે આ શાસ્ત્રીય જ્ઞાન તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. તેને યોગ્ય રીતે અનુસરણ કરીને કુદરતી દૈવી શક્તિનો લાભ મેળવી શકાય છે.
પૂજાનું ઘર આ સ્થાન પર ન હોવું જોઈએ
ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર, સીડીની નીચે અને રસોઈ અથવા સ્નાનની નજીક ક્યારેય પૂજા સ્થાન ન હોવું જોઈએ અને ન તો ત્યાં પૂજા કરવી જોઈએ. કારણ કે આ જગ્યાઓ પર ઘણી વખત ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માત્ર એક જ પૂજા રૂમ હોવો જોઈએ અને તેને ક્યારેય સ્ટોર રૂમ તરીકે ઉપયોગ ન કરો અથવા પૂજા રૂમમાં સુવાનુ ટાળો. પછી ભલે તમારા ઘરમાં  જગ્યા ઓછી હોય. જો ઘરમાં જગ્યા ઓછી હોય તો પડદો પાડી આદસ કરીને ઉપયોગ કરી શકાય.આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.
આ ઉપરાંત, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂજાના મંદિરમાં ભગવાનની મૂર્તિઓને ક્યારેય એકબીજાની સામે ન રાખવી જોઈએ, એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં અને પૂજા કરતી વખતે નકારાત્મકતા આવે છે.
જો તમે દક્ષિણ તરફ મુખ કરીને પૂજા કરશો તો શું થશે? ઘણા સંશોધનો અને અભ્યાસો પછી, શાસ્ત્રોમાં ઉલ્લેખિત હકીકત એ છે કે દક્ષિણ તરફ મુખ કરીને બેસવાથી મન સ્થિર નથી રહેતું અને આવી સ્થિતિમાં તમે પૂજા અને ધ્યાન યોગ્ય રીતે કરી શકતા નથી. એટલા માટે ધ્યાન રાખો કે પૂજા કરતી વખતે તમારું મુખ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ.
પૂજા કઈ દિશામાં કરવી શ્રેષ્ઠ રહેશે? પૂર્વ દિશામાંથી સૂર્યોદય થતો હોવાથી પૂજા માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂર્યની સામે મુખ રાખીને પૂજા કરવી શ્રેષ્ઠ કહેવાય છે. એટલે કે પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને તેથી જ દેવી-દેવતાઓની મૂર્તિઓ પશ્ચિમ તરફ રાખવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.