Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટોસ જીત્યા સમયે રોહિત ભૂલ્યો શું લેવાનો છે નિર્ણય? 15 સેકન્ડ બાદ કહ્યું ફિલ્ડીંગ, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) ની ટીમ આજે રાયપુરમાં બીજી વનડેમાં આમને-સામને છે. આ મેચમાં ભારતે ટોસ (Toss) જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ આ મેચમાં ટોસ જીત્યા બાદ રોહિત શર્મા (Rohit Sharma) મૂંઝવણમાં જોવા મળ્યો હતો. ટોસ જીતવા માટે, રોહિત શર્માએ બેટિંગ અને ફિલ્ડિંગનો નિર્ણય લેવામાં લગભગ 15 સેકન્ડનો સમય લીધો હતો. આ દરમિયાન રોહિત શર્મા તેના માથ
10:39 AM Jan 21, 2023 IST | Vipul Pandya
ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) ની ટીમ આજે રાયપુરમાં બીજી વનડેમાં આમને-સામને છે. આ મેચમાં ભારતે ટોસ (Toss) જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ આ મેચમાં ટોસ જીત્યા બાદ રોહિત શર્મા (Rohit Sharma) મૂંઝવણમાં જોવા મળ્યો હતો. ટોસ જીતવા માટે, રોહિત શર્માએ બેટિંગ અને ફિલ્ડિંગનો નિર્ણય લેવામાં લગભગ 15 સેકન્ડનો સમય લીધો હતો. આ દરમિયાન રોહિત શર્મા તેના માથા પર હાથ રાખીને મૂંઝવણમાં જોવા મળ્યો હતો. 
રોહિત શર્મા ટોસ જીત્યા બાદ પોતાનો નિર્ણય ભૂલી ગયો હતો
આ દરમિયાન ટીમ ઈન્ડિયાની સાથે ખેલાડીઓ પણ હસતા જોવા મળ્યા હતા. ટોસ પછી રોહિત શર્માએ કહ્યું કે એક મિનિટ માટે તે ચોંકી ગયો કે તેણે શું કરવાનું છે. તે ટીમને પડકાર આપવા માંગે છે પરંતુ આજે તે ઝાકળને ધ્યાનમાં રાખીને પ્રથમ બોલિંગ કરશે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મહત્વનું છે કે, રવિ શાસ્ત્રી પણ ટોસ પછી લગભગ 15-20 સેકન્ડ સુધી શાંત રહ્યો હતો. મેચ રેફરી રોહિત શર્માના નિર્ણયની રાહ જોતો રહ્યો. અંતે રોહિતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને મેચ રેફરીને જાણ કરી. રવિ શાસ્ત્રીને પૂછવામાં આવતા રોહિત શર્માએ ફરીથી આ વિચિત્ર પરિસ્થિતિનો ખુલાસો કર્યો. રોહિતે કહ્યું કે, હું ભૂલી ગયો કે અમારે પહેલા શું કરવાનું છે? ટોસના નિર્ણયને લઈને ડ્રેસિંગ રૂમમાં ટીમ સાથે ઘણી ચર્ચા થઈ, મેચ શંકાના દાયરામાં હતી, પરંતુ આખરે અમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત અને ન્યૂઝીલેન્ડમાં કોનું પલડું છે ભારે
ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 114 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 56 મેચ જીતી છે જ્યારે કીવી ટીમે 50 વનડેમાં ભારતને હરાવ્યું છે. સાત મેચ અનિર્ણિત રહી છે જ્યારે એક મેચ ટાઈ રહી છે. ભારતે ઘરઆંગણે 26માં જીત મેળવી છે જ્યારે ન્યૂઝીલેન્ડે પણ પોતાની ધરતી પર 26 વનડે જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન ઘરની બહાર 14 વનડે જીતી છે. ભારતે તટસ્થ સ્થળોએ 15 વનડે જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ખાતામાં 16 જીત છે. જણાવી દઈએ કે, ટોસના સમયે રોહિત શર્માના પોઝ બાદ સોશિયલ મીડિયા પર તેની ટ્રોલિંગ શરૂ થઈ ગઈ છે. લોકો ઘણા પ્રકારના ફની મીમ્સ શેર કરી રહ્યા છે. આવી જ કેટલીક રમુજી પોસ્ટ પર એક નજર કરીએ...

ટોસ દરમિયાન અચાનક રોહિત શર્મા શું નિર્ણય લેવો તે અંગે મૂંઝવણમાં જોવા મળ્યો હતો. જે બાદ રોહિતના આ અંદાજને સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક બિશલ રોય નામના ટ્વીટર હેન્ડલ પરથી શખ્સે આમિર ખાનની ફિલ્મ ગજનીનો લૂક શેર કર્યો છે. જેમા આમિર થોડી ક્ષણો બાદ યાદ શક્તિ ગુમાવતો બતાવવામાં આવ્યો છે. 

ટ્વીટર પર રોહિત શર્મા હાલમાં ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે. એક શુશાંત મેહતા નામના શખ્સે ટ્વીટ કરતા લખ્યું, ભૂલા! કેપ્ટન ભૂલો ગયો કે બેટિંગ કરવી કે બોલિંગ...


આ પણ વાંચો - ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, ન્યૂઝીલેન્ડને આપ્યું પ્રથમ બેટિંગનું આમંત્રણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CricketDecisionFieldingGujaratFirstRohitSharmaSocialmediaSportsTeamIndiaTossTrolled
Next Article