Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં ક્યારથી શરૂ થશે ટવીટરની પ્રિમિયમ સેવા, મસ્કે ખુદ આપ્યો આ સવાલનો જવાબ

ટવીટર પર બ્લુ ટિક માટે દર મહિને 8 ડોલર ચૂકવવાની જાહેરાત થઈ ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે. આવી સ્થિતિમાં એલોન મસ્કે પોતે જ  આ સવાલનો જવાબ આપ્યો છે. ટ્વિટર યુઝરના પ્રશ્ન પર મસ્કએ કહ્યું છે કે પ્રીમિયમ સેવા ભારતમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં શરૂ કરવામાં આવશે. હાલમાં અમુક જ દેશોમાં અને માત્ર આઇફોન યુઝર્સ માટે ઉપલબ્ધ  હાલમાં ટ્વિટર બ્લુ માત્ર àª
ભારતમાં ક્યારથી શરૂ થશે ટવીટરની પ્રિમિયમ સેવા  મસ્કે ખુદ આપ્યો આ સવાલનો જવાબ
Advertisement
ટવીટર પર બ્લુ ટિક માટે દર મહિને 8 ડોલર ચૂકવવાની જાહેરાત થઈ ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે. આવી સ્થિતિમાં એલોન મસ્કે પોતે જ  આ સવાલનો જવાબ આપ્યો છે. ટ્વિટર યુઝરના પ્રશ્ન પર મસ્કએ કહ્યું છે કે પ્રીમિયમ સેવા ભારતમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં શરૂ કરવામાં આવશે. 
હાલમાં અમુક જ દેશોમાં અને માત્ર આઇફોન યુઝર્સ માટે ઉપલબ્ધ 
 
હાલમાં ટ્વિટર બ્લુ માત્ર યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકેમાં આઇફોન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.iPhone પર આવેલા ટ્વિટરના લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે અમે ટ્વિટરમાં વધુ સારા ફીચર્સ ઉમેરી રહ્યા છીએ અને વધુ સુવિધાઓ તમારા માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.જો તમે હમણાં સાઇન અપ કરો છો, તો તમારે  Twitter Blue માટે દર મહિને $7.99 ચૂકવવાના થશે 
ચુકવણી પછી તમને શું મળશે?
અહેવાલો અનુસાર, ટ્વિટરે કહ્યું છે કે જેઓ બ્લુ ટિક માટે ચૂકવણી કરશે તેમના માટે ટૂંક સમયમાં કેટલીક વધારાની નવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન હેઠળ વપરાશકર્તાઓ હવે લાંબા વિડિઓ અને ઑડિયો પોસ્ટ કરી શકશે. ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સને સામાન્ય વપરાશકર્તાઓની સરખામણીમાં અડધી જાહેરાતો જોવા મળશે. વધુમાં ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ એકપણ રૂપિયો ચાર્જ ચુકવ્યા વગર  પેઇડ આર્ટીકલ્સ વાંચી શકશે. ઉપરાંત વપરાશકર્તાઓ ટ્વીટને એડિટ કરવાની અને ડાઉનવોટ સુવિધા જેવી અન્ય સુવિધાઓનો લાભ લઈ શકશે. ટ્વિટરે કહ્યું છે કે તમારા એકાઉન્ટને બ્લુ ચેકમાર્ક મળશે.બિલકુલ એ જ રીતે જે રીતે આ બ્લુ ટીકમાર્ક એ  સેલિબ્રિટી, કંપનીઓ અને એ નેતાઓને મળે છે જેમને તમે ફોલો કરો છો 
મહત્વપૂર્ણ છે કે ટ્વિટરના માલિક બનતાની સાથે જ મસ્કે ટવીટરમાં ઘણા મોટા ફેરફારો કરવા માંડ્યા છે. જેમાં કર્મચારીઓની છટણી અને હવે બ્લુ ટિક માટે ચાર્જ ચૂકવવા જેવી બે મોટી બાબતોનો સમાવેશ થાય છે. મસ્કે જાહેરાત કરી  હતી કે બ્લૂટીક માટે યુઝર્સે દર મહિને આઠ ડોલર એટલે કે લગભગ 660 રૂપિયા ચૂકવવા પડશે 
 
Tags :
Advertisement

.

×