Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંકીપોક્સની રસી ક્યારે બનશે? અદાર પૂનાવાલાની આરોગ્ય મંત્રી માંડવિયા સાથે મુલાકાત

મંકીપોક્સના સતત વધી રહેલા કેસ વચ્ચે અદાર પૂનાવાલાએ કહ્યું છે કે મંકીપોક્સ રોગની રસી શોધવા માટે તાબડતોડ સંશોધન ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રીને મળ્યા બાદ તેમણે આ  કમેન્ટ કરી હતી. મંગળવારે દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના કુલ 9 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 મોત પણ થયા છે. જોકે દેશમાં મંકીપોક્સના કેસ વધ્યા પછી, સરકારે સંસદમાં નિવેદà
મંકીપોક્સની રસી ક્યારે બનશે  અદાર પૂનાવાલાની આરોગ્ય મંત્રી માંડવિયા સાથે મુલાકાત
મંકીપોક્સના સતત વધી રહેલા કેસ વચ્ચે અદાર પૂનાવાલાએ કહ્યું છે કે મંકીપોક્સ રોગની રસી શોધવા માટે તાબડતોડ સંશોધન ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રીને મળ્યા બાદ તેમણે આ  કમેન્ટ કરી હતી. 
મંગળવારે દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના કુલ 9 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 મોત પણ થયા છે. જોકે દેશમાં મંકીપોક્સના કેસ વધ્યા પછી, સરકારે સંસદમાં નિવેદન આપ્યું હતું કે   દેશમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને સરકાર તમામ અસરકારક પગલાં લેવા જઈ રહી છે. દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે મંકી પોક્સ રોગની રસી શોધવા માટે સંશોધન ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાની ટિપ્પણી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને મળ્યા પછી સામે આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અદાર પૂનાવાલાએ માંડવિયા સાથેની મુલાકાત બાદ કહ્યું, "મારી મીટિંગ હંમેશની જેમ સારી રહી. રસીની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેં મંત્રીને આ અંગે જાણ કરી. અમે મંકીપોક્સની રસી ટૂંક સમયમાં બનાવવામાં સફળ થઇશું.  હાલમાં તેના પર સંશોધન કરી રહ્યાં છીએ. "
ઉલ્લેખનીય છે કે, મંગળવારે દિલ્હીમાં રહેતા અન્ય એક નાઈજીરિયન વ્યક્તિમાં મંકી પોક્સની પુષ્ટિ થઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો આ ત્રીજો અને દેશમાં નવમો કેસ છે. દરમિયાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રસીની શોધ પર દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.