આવનાર વિક્રમ સંવત 2078માં આકસ્મિક લાભ ક્યારે મળે?
માનવી કર્મ કરે અને તેનું ફળ પ્રાપ્ત થાય તે શ્રમનું ફળ મળ્યું ગણાય ઘણી વખત કર્મ કર્યા સિવાય લાભ પ્રાપ્ત થાય તો તે આકસ્મિક લાભ થયો તેમ કહેવાય.
આકસ્મિક લાભ ક્યારે મળે?
જન્મ કુંડળીમાં અગિયારમું સ્થાને લાભ સ્થાન છે પાંચમું સ્થાને ગત જન્મનું સ્થાન છે જ્યારે નવમું સ્થાન એ ભાગ્યભુવન છે બીજા સ્થાનને ધનસ્થાન કહેવાય. કુંડળીમાં ધનેશ, ભાગ્યેશ, પંચમેશ કે લાભેશની દશા અંતરદશા આવતી હો તો માનવીને ધનલાભ પ્રાપ્ત થયો હોય છે. ઘણી વખત વારસાઈ લાભના યોગો પણ કુંડળીમાં બનતા હોય છે.
વારસાઈ લાભો ક્યારે પ્રાપ્ત થાય ?
જન્મ કુંડળીમાં આઠમા સ્થાને ગુડ સ્થાન છે. આઠમા સ્થાને અષ્ટમેશ કહે છે. અષ્ટમેશ તથા કારક જો બળવાન હોય તો માનવી વારસાઈ લાભ મેળવવામાં નસીબદાર બને છે. અષ્ટમેશ સાથે ભાગ્યેશ પણ બળવાન હોવો જરૂરી છે.
વારસાઈ લાભના યોગો
- આઠમા સ્થાન ઉપર ધનેશ, ભાગ્યેશ, પંચમેશની દ્રષ્ટિ હોય.
- સાતમા તથા આઠમા સ્થાનમાં શુભ ગ્રહો રહેલાં હોય.
- ભાવ એક, ભાવ બે, ભાવ ત્રણમાં શુભ ગ્રહો રહેલાં હોય.
- અષ્ટમેશ, લાભેશનો પરિવર્તન યોગ હોય.
- આઠમા સ્થાનનો કારક કુંડળીમાં, વર્ગ કુંડળીમાં બળવાન બનતો હોય.
- વારસો એટલે ધન ...ધન....ધન માટે ગુરુ ગ્રહનો પણ વિચાર કરવો પડે.
- કુંડળીમાં ગુરુ બળવાન હોવો જરૂરી છે.
- અષ્ટમેશ બળવાન બનીને લાભ સ્થાનમાં હોય તો માનવીને વારસાથી કે અન્ય આકસ્મિક ધન-લાભ થવાના યોગ બને છે.
શિવધારા જ્યોતિષ
કિશન
મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412) instagram id : Shivdhara jyotish