Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીભ દાઝી જાય ત્યારે તરત જ મોંમાં ભરી લો આ ચીજ

ગરમ પાણીનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, આ વાત તો આપણે ઘણાના મોઢે સાંભળી હશે. તેમજ ઘણા લોકો નિયમિત પણે ગરમ પાણીનું સેવન કરતા હોય છે. જે રીતે ગરમ પાણીમાં લીંબુનો રસ કે મધ ભેળવીને પીવાથી તેનાથી મળતો ફાયદો બમણો થઈ જાય છે. તેવી જ રીતે અન્ય પણ ઘણી એવી ચીજો છે, જેને ગરમ પાણીમાં ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો શરીરને ઘણા ફાયદા મળે છે. ઘણી વખત એવું બને કે કોઈ ચીજ ગરમા ગરમ પીવાથી કે à
02:39 PM Aug 27, 2022 IST | Vipul Pandya
ગરમ પાણીનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, આ વાત તો આપણે ઘણાના મોઢે સાંભળી હશે. તેમજ ઘણા લોકો નિયમિત પણે ગરમ પાણીનું સેવન કરતા હોય છે. જે રીતે ગરમ પાણીમાં લીંબુનો રસ કે મધ ભેળવીને પીવાથી તેનાથી મળતો ફાયદો બમણો થઈ જાય છે. તેવી જ રીતે અન્ય પણ ઘણી એવી ચીજો છે, જેને ગરમ પાણીમાં ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો શરીરને ઘણા ફાયદા મળે છે. 
ઘણી વખત એવું બને કે કોઈ ચીજ ગરમા ગરમ પીવાથી કે ખાઈ લેવાથી જીભ દાઝી જાય તો મોં માં ચાંદા પડી જાય છે. અને મોંઢામાં બળતરા થવા લાગે છે. તેમજ ખાવા-પીવામાં પણ તકલીફ પડે છે. ત્યારે આવો આ સંજોગોમાં તેનાથી રાહત કેવી રીતે મેળવી શકીશું? તે માટે 1 ગ્લાસ પાણી લઈ તેમાં ચપટી ફટકડી નાખી સહેજ હૂંફાળું ગરમ કરી લો. ફટકડીનું પાણી મોઢાના ચાંદા માટે રામબાણ ઈલાજ ગણાય છે. 
કેવી રીતે અજમાવશો આ ઉપાય?
આ માટે ફટકડીવાળું હૂંફાળું પાણી તમારા મોંમાં થોડી વાર રાખો અને તેની ચુસ્કી લઈને પીવો. તેનાથી મોઢામાં થતા હાનિકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. જેથી મોંઢામાં પડેલા ચાંદામાંથી રાહત મળે છે. આ ઉપાય દિવસમાં 3-4 વખત કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

મોંઢામાં પડેલા ચાંદા મટાડવાની સાથે આ ફટકડીનું પાણી અન્ય પણ ઘણાં ફાયદા અપાવે છે.
  • ખાલી પેટે ફટકડી અને હૂંફાળા પાણીનું સેવન પાચનમાં સુધારો કરવામાં અને મેટાબોલીઝમ ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે. જે ઝડપથી કેલેરી બર્ન થતા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • હૂંફાળા પાણીમાં ફટકડી ભેળવી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને એલર્જી જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
Tags :
BurntTongueGujaratFirstHealthCareHealthTips
Next Article