Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્ટ સર્જરી બાદ ICUમાં લીધો જીંદગીનો આ બોધ પાઠ

સુનીલ ગ્રોવર લોકપ્રિય કોમેડિયન કલાકાર છે. આ વર્ષની શરૂઆતમાં સુનીલના હૃદય સંબંધિત બીમારીના કારણ તેમની બાયપાસ સર્જરી થઇ હતી. હવે સુનીલ ગ્રોવરે ICUમાં વિતાવેલા કપરાં દિવસો અને તે સમયે લીધેલા જીવનના પાઠ વિશે જણાવ્યું છે. સુનીલ ગ્રોવર માટે વર્ષની શરૂઆત ખરાબ સાથે થઈ હતી. આ વર્ષે તેની હાર્ટ સર્જરી થઈ હતી. ચાહકોએ  ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીજ્યારે સુનીલની સર્જરીના સમાચાર આવ્યા ત્યà
હાર્ટ સર્જરી બાદ icuમાં લીધો જીંદગીનો આ બોધ પાઠ
સુનીલ ગ્રોવર લોકપ્રિય કોમેડિયન કલાકાર છે. આ વર્ષની શરૂઆતમાં સુનીલના હૃદય સંબંધિત બીમારીના કારણ તેમની બાયપાસ સર્જરી થઇ હતી. હવે સુનીલ ગ્રોવરે ICUમાં વિતાવેલા કપરાં દિવસો અને તે સમયે લીધેલા જીવનના પાઠ વિશે જણાવ્યું છે. સુનીલ ગ્રોવર માટે વર્ષની શરૂઆત ખરાબ સાથે થઈ હતી. આ વર્ષે તેની હાર્ટ સર્જરી થઈ હતી. 

ચાહકોએ  ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી
જ્યારે સુનીલની સર્જરીના સમાચાર આવ્યા ત્યારે તેના ચાહકો ખૂબ જ નિરાશ પણ થયા હતા. સોશિયલ મીડિયા પર લોકો સુનીલને તેમના સ્વાસ્થ્ય અંગે મેસેજ કરી રહ્યા હતા. આ સમયે, ઘણા ચાહકોએ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ સુનીલે ફેન્સ માટે એક ખાસ પોસ્ટ પણ કરી હતી. હવે સુનીલે તેની હાર્ટ સર્જરી વિશે વાત કરી. આ સાથે તેણે જણાવ્યું કે જ્યારે તે ICUમાં હતો ત્યારે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. સુનીલે એમ પણ કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તે આ ગંભીર બીમારી માંથી સ્વસ્થ થઈ ગયો છે.

જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે
સુનીલને ફેબ્રુઆરીમાં મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની બાયપાસ સર્જરી થઈ હતી. આ ગંભીર બીમારીમાંથી સાજા થઇને  સુનીલે મિડિયા સાથે વાત કરતાં કહ્યું, 'ફિલ્મ જગતમાં સામાન્ય વાત છે કે અહીં સારા દેખાવને વધુ મહત્ત્વ આપવમાં આવે છે, આ સમયે જીવનની મૂળભૂત બાબતોને ભૂલી જવામાં આવે છે. તેમણે સ્વીકાર્યું કે કહ્યું કે તે પોતે એ સત્ય ભૂલી ગયો છે અને તેમના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગયો છે. પરંતુ હવે મને આ વાત સારી રીતે સમજાઇ છે કે જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. 'જો તમે ઈચ્છો ત્યારે પાણી પી શકો તો તમે નસીબદાર છો. જો તમે પલંગ પર બેસી શકો, તો તમે નસીબદાર છો. જો તમે કોઈની મદદ વિના જાતે જ બાથરૂમમાં જઈ શકો છો, તો તમે નસીબદાર છો.
તમારી હેલ્થનું વિશેષ ધ્યાન રાખો
સુનિલે આગળ કહ્યું, 'જ્યારે તમે ICUમાં હોવ અને દરેક નાની-નાની વાત માટે બીજા પર નિર્ભર હો છો જેને તમે બાકીના દિવસોમાં અવગણતા હતા, ત્યારે તમને લાગે છે કે તમે પહેલા કેટલા નસીબદાર હતા. જ્યારે તમને આ વાતનો અહેસાસ થાય છે ત્યારે તે પ્રસિદ્ધિ, કારકિર્દી, પૈસા બધું અજુગતું જ લાગે છે. આ અનુભવ પછી, હું બધાને કહેવા માંગુ છું કે તમારે બધાયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. આપણી પાસે જે છે તેને પ્રેમથી જીવો.
સુનીલ ગ્રોવરની ફિલ્મો
સુનીલે કોમેડી સર્કસ, કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોમાં તેનું ગુથ્થી તેમજ ડૉ ગુવાટના પાત્રને લઈને ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય તેણે ઘણી બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેક અને સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પણ કામ કર્યું છે. હવે સુનીલ જવાન ફિલ્મમાં જોવા મળવાનો છે આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં છે.
Advertisement
Tags :
Advertisement

.